________________
વિભુ વર્ધમાન
[૧૮૧]
પ્રકરણ સેળયું
શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન તે જ રાત્રિએ ભગવાનના શ્રેષ્ઠ અંતેવાસી–મોટા પટ્ટધર શિષ્ય ગૌતમ ગોત્રના શ્રી ઈન્દ્રભૂતિ અણુગારને શ્રી મહાવીર પ્રભુ વિષે જે પ્રેમબંધન હતું તે નષ્ટ થયું. અને અનંત વસ્તુના વિષયવાળું, અવિનાશી, અનુપમ, યાવત્ કઈ પણ વસ્તુવડે ખલના ન પામે એવું, સમસ્ત આવરણ રહિત, સઘળા પર્યાયે યુક્ત, સર્વ વસ્તુને જણાવનારું, સઘળા અવયથી સંપૂર્ણ પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
શ્રી મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીનો પિતાની ઉપર પ્રશસ્ત નેહરાગ છે એમ જાણી, તે નેહરાગ નિવર્તન કરવા માટે પોતાના અંત વખતે–અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં, શ્રી ગૌતમસ્વામીને નજીકના કેઈ ગામમાં, દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધવા મેકલ્યા. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા સ્વીકારી તુરત ત્યાં ગયા અને દેવશર્માને પ્રતિબંધ કરી, પ્રભાતે પાછા આવતાં રસ્તામાં શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ સાંભળ્યું. સાંભળતાં જ ક્ષણવાર વજથી હણાયા હોય તેવા શૂન્ય થઈ ગયા. થોડીવાર સ્તબ્ધપણે ઉભા રહી, તેઓ બેલવા લાગ્યા કે -
હે સ્વામી! આટલે વખત મેં આપની સેવા કરી પણ અંત સમયે જ મને આપના દશનથી દૂર કર્યો? | હે જગપતિ! આજે મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાઈ રહ્યો છે, કુતીથીરૂપી ઘુવડ ગરવ કરી રહ્યા છે, અને દુકાળ, યુદ્ધ, વૈર વગેરે રાક્ષસે રાહ જોતાં બેઠાં છે! હે પ્રભુ! તમારા વિના આજનું ભરતક્ષેત્ર, ચંદ્રને રાહુએ ગન્યા હોય અને જેવું આકાશ લાગે તેવું નિસ્તેજ લાગે છે. તમારા વિના સુનું લાગતું ભરતક્ષેત્ર, દીપક વિનાના મહેલ જેવું, જાણે ખાવા ધાતું હોય તેવું લાગે છે.
હે નાથ! હું હવે કોના ચરણકમળમાં મારું માથું ઝુકાવીને વારંવાર પદાર્થો વિષે પ્રશ્નો પૂછીશ? હવે હું “હે ભગવાન!” “ભગવંત” કહી કેને સંબોધીશ? મને પણ હવે બીજે કણ આમ વાણીથી ગૌતમ-ગાયમ કહીને બોલાવશે ? ' અરેરે ! વીર ! હે વીર!! આપે આ શું કર્યું? આવે ખરે અવસરે જ મને કાં દૂર કર્યો? હે ભગવન ! તમને શું એમ લાગ્યું કે હું એક બાળકની પેઠે આડે પડીને આપને છેડે ન છોડત? હું પાસે હેત તે તમારા કેવળજ્ઞાનમાં ભાગ પડાવતી અને મને કદાચ તમારી સાથે મોક્ષ પર્યત રાખ્યું હોત તે શું મેક્ષમાં સંકડાશ પડત ? તમને હું શું ભારે પડતું હતું કે મને મૂકીને ચાલ્યા ગયા?” આ પ્રમાણે છેડે વખત સુધી તે તેમના મુખમાંથી “વીર ! વીર !!” નામને જા૫ અખલિતપણે વહેવા લાગ્યો.
ડીવારે તેમની જ્ઞાનદષ્ટિ સતેજ થઈ. શોકનો આવેગ શમી ગયે. તેઓ જ્ઞાનદષ્ટિએ વિચારવા લાગ્યા કે “અરેરે ! હું કેવી મિથ્યા ભ્રમણામાં પડી ગયે? વીતરાગ તે સ્નેહ વિનાના જ હોય, એ સત્ય મને કેમ ન સૂઝયું? મારે જ અપરાધ થયું કે મેં તે વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com