________________
[ ૧૮૦ ]
વિશ્વયોતિ
પાળીને, વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર ભપગ્રાહી કર્મો ક્ષીણ થયે, આ અવસપિણમાં દુષમા સુષમા નામને ચેથા આરે ઘણેખરે ગયા બાદ-ચોથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, મધ્યમ પાપાનગરી વિષે હસ્તિપાલ નામના રાજાનાં કારકુનાની સભામાં, રાગ-દ્વેષ રહિત હોવાથી એકલા, અદ્વિતીયપણે-ઋષભ દેવાદિ તીર્થકરે દસ હજાર વગેરે પરિવાર સાથે મેક્ષે ગયા, તેમ બીજા કોઈની સાથે નહીં–પણ એકાકીપણે, નિર્જલ છઠ્ઠ તપ વડે મુક્ત થઈને, સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રમાને વેગ પ્રાપ્ત થયે, પ્રભાત કાળરૂપ અવસરને વિષે ચાર ઘડી રાત્રી અવશેષ રહેતાં, સમ્યક પ્રકારે પદ્માસને બેઠા, પુણ્યના ફલ વિપાકવાળા પંચાવન અધ્યયન, પાપના ફલ વિપાકવાળા પંચાવન અધ્યયને, અને કેઈના પૂછળ્યા વિના છત્રીસ ઉત્તરે કહીને, પ્રધાન નામનું મરૂદેવીનું એક અધ્યયન ભાવતા ભાવતા, કાળધર્મ પામ્યા, સંસાર સમુદ્રને પાર પામ્યા, સંસારમાં ફરીથી આવવું ન પડે તેમ સમ્યક્ પ્રકારે ઊર્ધ્વ પ્રદેશમાં ગયા. તેમના જન્મ–જરા-મરણનાં કારણભૂત કર્મો છેદાઈ ગયા, તેમના સર્વ અર્થ સિદ્ધ થયા, તત્વના અર્થ બરાબર પામી ગયા, ભોપગ્રાહી કર્મોથી છુટા થયા; સર્વ દુ:ખને અંત પામ્યા, સર્વ પ્રકારના સંતાપથી અળગા થયા અને શરીર તથા મન સંબંધી સર્વ દુ:ખો છુટી ગયાં.
જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા–ચાવતું સર્વ દુ:ખથી મુક્ત થયા તે રાત્રીએ ઘણું દેવદેવીઓ સ્વર્ગમાંથી આવવા અને પાછાં જવા લાગ્યા, તેથી આકાશમાં સર્વત્ર ઉદ્યોત ફેલાયે, રાત્રિ પ્રકાશમય બની ગઈ, સ્વર્ગથી નીચે ઉતરતાં અને ઉચે ચડતાં દેવદેવીઓને લીધે રાત્રિ જાણે અતિશય આકુળ થઈ હોયની એ ભાસ થયે !
જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા તે રાત્રિએ કાશી દેશના મદ્રકિ જાતિના નવ રાજાઓ, અને કેશલ દેશના લેછીક જાતિના નવ રાજાઓ જેઓ ભગવંતના મામા ચેટક રાજાના સામંત હતા, અને જે કાર્યવશાત્ પાવાપુરીમાં ગણન મેળાપ કરવા એકઠા થયા હતા. તે અઢારે ગણુ રાજાઓએ અમાવાસ્યાને વિષે, સંસાર સમુદ્રથી પાર પહોંચાડનાર તપ પૌષધેપવાસ (ઉપવાસ) કર્યો હતો. તે અઢારે રાજાઓએ વિચાર્યું કે શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેથી ભાવ ઉદ્યોત તે ગયે, પણ હવે આપણે દ્રવ્ય ઉદ્યોત કર જોઈએ. તેથી તેમણે તે રાત્રિએ દીવા પ્રગટાવ્યા. ત્યારથી દીપોત્સવ-દીવાળી નામનું પર્વ શરૂ થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com