________________
વિભુ વર્ધમાન
[૧૭]
પ્રકરણ પંદરમું ચોમાસાં અને નિર્વાણ
પ્રભુના એકંદર ચોમાસાં
શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને આશ્રીને વર્ષાકાળમાં રહેવા માટે પહેલું અંતરાવાસ-માસું કર્યું. ચંપા અને પૃષ્ઠચંપાને આશ્રીને વર્ષાકાળમાં રહેવા માટે ત્રણ ચોમાસાં કર્યા. વૈશાલી નગરી અને વાણિજય ગ્રામને આશ્રીને બાર ચોમાસા કર્યા. રાજગૃહનગરની બહાર ઉત્તર દિશામાં નાલંદ નામના પાડાને આશ્રીને ચૌદ માસા કર્યા. છ
માસાં મિથિલા નગરીમાં, બે ભદ્રિકા નગરીમાં, એક આલંભિકા નગરીમાં, એક શ્રાવસ્તી નગરીમાં, એક વભૂમિ નામના અનાર્ય દેશમાં અને એક મધ્યમ પાપા નગરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનની જીર્ણ સભામાં અપશ્ચિમ છેલ્લું મારું કર્યું.
પાપા નગરીનું નામ પ્રથમ તે અપાપા હતું, પણ પ્રભુ તે નગરીમાં કાળધર્મ પામ્યા તેથી દેવોએ તેનું નામ ફેરવીને પાપાપુરી પાડયું.
આ રીતે પ્રભુના છદ્મસ્થકાળમાં અને કેવલી અવસ્થામાં બધા મળીને બેંતાલીશ ચેમાસ થયા. પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા
શ્રમણ ભગવાન મહાવીર જે વર્ષાકાળમાં મધ્યમ પાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનોની સભામાં છેલ્લું ચોમાસું વર્ષોમાં રહેવા માટે કર્યું તે ચોમાસાને વર્ષાકાળને ચેથા મહીને આ માસ (ગુજરાતી)ના કૃષ્ણ પક્ષના પંદરમા દિવસે એટલે અમાવાસ્યાએ પાછલી રાત્રીએ કાળધર્મ પામ્યા. કાળ સ્થિતિ અને ભવ સ્થિતિની જાળથી છુટા થયા. સંસારને પાર પામી ગયા. સંસારમાં ફરીથી ન આવવું પડે તેવી રીતે લેકાગ્ર લક્ષણ ઉંચે સ્થાને સ્થિર થયા તેમના જન્મ, જરા અને મરણના બંધને–બંધનના હેતુભૂત કર્મો છેદાઈ ગયા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, ભોપગાહી કર્મોથી મુક્ત થયા. સકળ દુ:ખોથી અંત પામ્યા. સમગ્ર સંતાપથી પર થયા. શરીર અને મન સંબંધી સર્વ દુઃખેથી અળગા થયા. શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા ત્યારે ચંદ્ર નામને સંવત્સર હતું. આસો વદી અમાવાસ્યાની રાત્રિને વિષે સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રમાને યેગ પ્રાપ્ત થયે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા. તેમના શરીર અને મન સંબંધી સર્વ દુઃખ ક્ષીણ થયાં.
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થાવાસની મધ્યમાં રહીને, બાર વરસથી કંઈક અધિક સમય સુધી બાર વરસ અને સાડા છ મહિના સુધી છવસ્થ પર્યાય પાળીને, ત્રીશ વરસથી કંઈક ઓછા સમય સુધી ઓગણત્રીશ વરસ અને સાડા પાંચ મહિના સુધી કેવલી પર્યાય પાળીને, એકંદર બેંતાલીશ વરસ સુધી શ્રામય પર્યાય-ચારિત્ર પર્યાય પાળીને, સર્વ મળી કુલ ઑતેર વરસ સુધી, પિતાનું સર્વ આયુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com