________________
[૧૭૮ ]
વિશ્વતિ તેવા પ્રકારની તેણીને જોઈ સંશય ઉત્પન્ન થવાથી ગૌતમસ્વામી જગદગુરૂને પ્રણામ કરી પૂછવા લાગ્યા કે –હે ભગવન્! નિમેષ રહિત દષ્ટિવડે આપના મુખને જેતી આ દેવાનંદા પોતાના પુત્રના દર્શનને અનુસરતી અને પ્રેમના સમુહને ધારણ કરનારી અવસ્થાને પામી તેનું શું કારણ?
ત્યારે ભગવાને કહ્યું કે –હે ગૌતમ ! આ દેવાનંદા મારી માતા છે. હું આ દેવાનંદાની કુક્ષિથી ઉત્પન્ન થયેલો પુત્ર છું. કેમકે હું દેવભવથી જ્યારે સ્થળે ત્યારથી આરંભીને ખ્યાસી દિવસ સુધી આ માતાના ગર્ભમાં રહ્યો હતો. તેથી પ્રથમના સ્નેહના અનુરાગે કરીને આ દેવાનંદા આ વાતને નહિ જાણવા છતાં આવા પ્રકારના સંભ્રમણને પામી છે.”
આ પ્રમાણે જીનેશ્વર દેવનું વચન સાંભળીને તત્કાળ દેવાનંદ સહિત અષભદત્ત અત્યંત આનંદિત થયા. તથા પર્ષદામાં બેઠેલા સર્વે લેકે અત્યંત વિસ્મય પામ્યા. પૂર્વે નહિં સાંભળેલી અદ્ભુત વાર્તા સાંભળીને કણ વિસ્મય ન પામે?
ભગવાનની અમૃતવાણી અને વૈરાગ્ય દેશના સાંભળી ત્યારે આનંદના કરનારા નેત્રવાળા તે બંનેને માત્ર પિતાના જ અનુભવથી જાણી શકાય તે કઈ અપૂર્વ આનંદ ઉત્પન્ન થયે.
આ સમયે સંસારથી વિરક્ત થયું છે મન જેમનું તેવા કષભદત્ત તથા દેવાનંદા બંનેએ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી અને પ્રભુએ સાધુને આચાર કહી સંભળાવ્યું. આર્યા ચંદના પ્રવર્તિનીને દેવાનંદાને શિષ્યાપણે આપી. અને ત્રાષભદત્તને સ્થવિરની પાસે સેંપવામાં આવ્યા. પછી તે બંને અતિચાર રહિત ચારિત્રધર્મ પાળવામાં બદ્ધલક્ષ્ય (તત્પર) થઈ અપૂર્વ અપૂર્વ (નવા નવા) તપ કરવામાં તત્પર થઈ, અગીઆર અંગને અભ્યાસ કરી, પર્યત સમયે સંલેખનાનું આરાધન કરી, મેક્ષરૂપી મહા મહેલ ઉપર ચઢવાના સાધનભૂત નિસરણની જેવી ક્ષપકશ્રેણી ઉપર ચડી એક્ષપદને પામ્યા.
ત્યાર પછી ભગવાન ક્ષત્રિયકુંડગ્રામ પધાર્યા અહીં પ્રથમથી જ જિનેશ્વરને વિહારનું નિવેદન કરવાવાળા પુરૂષોએ નંદિવર્ધન રાજાને સ્વામીના આગમનની વધામણી આપી. સપરિવાર હાથીની અંબાડી ઉપર વિરાજમાન થઈ નંદિવર્ધન રાજા પ્રભુ મહાવીરને સમવસરણમાં વંદન કરવા પધાર્યા.
અહીં પ્રભુની પુત્રી પ્રિયદર્શના તથા તેના પતિ એટલે ભગવાનના જમાઈ જમાલિએ ભગવાનની વૈરાગ્યમય દેશના સાંભળીને બંનેએ દીક્ષા ગ્રહણ કરી. જમાલિએ પાંચ રાજકુમારે સહિત પ્રવ્રજ્યા અંગીકાર કરી તથા એક હજાર રાજકન્યાઓ વડે પરિવરેલી અને વૃદ્ધિ પામતા સંવેગવાળી પ્રિયદર્શન પણ સાધ્વી થઈ.
ત્યાર પછી ભગવાન મહાવીર સ્વામી શ્રમણ સંઘ સહિત એક ગામથી બીજે ગામ વિહાર કરતા રાજગૃહનગરમાં પધાર્યા. તે નગરની બહાર ગુણશીલ નામના ચેત્ય (ઉદ્યાન)માં દેએ સમવસરણ રચ્યું. આ અવસરે શ્રેણકરાજા સમવસરણમાં વિરાજમાન ભગવાનને સાંભળીને અભયકુમાર, મેઘકુમાર અને નંદિષેણ વગેરે પુત્ર પરિવાર સહિત જગદગુરૂને વાંદવા માટે આવે છે. અને પ્રભુ મહાવીરના પરમ ભક્ત બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com