________________
વિભુ વર્ષમાન
[૧૭૭]
પ્રકરણ ચૌદમું
પ્રભુ મહાવીર પધાર્યા છે પ્રભુ મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં પધાર્યા. નગરની બહાર વિવિધ જાતિના વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત બહુશાળ નામના ચૈત્ય ( ઉદ્યાન) માં દેએ સમવસરણની રચના કરી. પૂર્વ દિશા સન્મુખ મણિના પાદપીઠ સહીત રત્ન સિંહાસન સ્થાપન કર્યું. જેની ઉપર ત્રિલેકના નાથ દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવ બેઠા છે, તેમના પાદપીઠની પાસે ભગવાન ગૌતમસ્વામિ બેઠા છે. દે, મનુષ્ય અને તિર્યંચ સર્વે પોતપોતાના સ્થાને બેઠા છે. શહેરમાં સર્વત્ર સમાચાર પ્રસરી ગયા છે, ઘેરઘેર આનંદ અને ઉત્સાહન પૂર આવ્યા છે અને પ્રભુની દેશના સાંભળવા જવા લેકો ઉમટી રહ્યા છે. પ્રભુ મહાવીર પધાર્યા છે. એના હર્ષનાદ રે અને ચૌટે ગાજી રહ્યા છે.
આ વાત સાંભળતાં જ પૂર્વે કહેલા ષભદત્ત નામના બ્રાહ્મણનું મન અત્યંત આનંદનાં ભારથી ભરાઈ ગયું. અને પોતાની પત્ની દેવાનંદા નામની બ્રાહ્મણને કહેવા લાગ્યા કે “હે સુંદરી ! હે પ્રિયતમા ! ત્રણ લોકના તિલક સમાન અને સત્ય પદાર્થની કથા કહેવામાં સમર્થ શ્રી મહાવીર જિનેશ્વર આપણુ શહેર નજીકના ઉદ્યાનમાં સમવસર્યા છે. હે પ્રિયા! માત્ર તેમનું દર્શન પણ અનુપમ કલ્યાણના સમુહનું કારણ છે, તે પછી તેમની પાસે જવું, તેમને વંદન કરવું, અને પાદસેવન કરવું વિગેરે સેવા કરવાથી કયાણનું કારણ થાય તેમાં શું કહેવું? તેથી આપણે જઈએ અને તેમના દર્શનવડે આપણું પિતાનું જીવિત સફળ કરીએ.” તે સાંભળીને દેવાનંદાનું હૃદય પણ આનંદથી વિકસ્વર થઈ રહ્યું. તરતજ પોતાના પતિને કહેવા લાગી કે “હે પ્રિયતમ ! તમે કહ્યું તે યંગ્ય જ છે તેથી ચાલો આપણે જલદીથી જઈએ.”
આ દેવાનંદાના ગર્ભમાંથી જે દિવસે જ સ્વામિ અપહાર કરાયા હતા તે દિવસથી જ તે મહાશકને વહન કરતી હતી. પરંતુ જ્યારે ઋષભદત્ત બ્રાહ્મણે ભગવાન મહાવીરના સમવસરણમાં જવાની વાત કરી ત્યારે તેના મેરેમમાં આનંદ, ઉત્સાહ અને કેક અનેરી ભાતનો ઉમંગ અંગે અંગમાં પ્રગટી ઉઠ્યો.
ઉત્તમ પ્રકારના બળદથી સુભિત સુંદર રથમાં બેસીને આ યુગલ સમવસરણ તરફ સીધાવે છે. અને ભગવાનના સમવસરણમાં આવી પહોંચે છે. પ્રભુના અતિશય જોઈને તેઓ બંનેએ રથ ઉપરથી ઉતરી પાંચ પ્રકારના અભિગમવડે સમવસરણમાં પ્રવેશ કર્યો. જીનેશ્વરને ત્રણ પ્રદક્ષિણું દેવાપૂર્વક પ્રણામ કરીને હર્ષિત મનવાળા તે ત્રાષભદત્ત બ્રાહ્મણ ભૂમિ પર બેઠા. દેવાનંદા પણ ભગવાનને પ્રણામ કરીને વિનય સહિત ઉભી રહીને જ શ્રવણ કરવાને ઈચછતી મસ્તક પર બે હાથ જોડી પ્રભુને સાંભળવા લાગી. જે સમયે ભગવાન તેણના ચક્ષુવડે જોવામાં આવ્યા તે સમયે તેણીનું મુખકમળ અત્યંત વિકસિત થયું. તેણીના હર્ષથી પ્રકુટિલત થએલ નેત્રોમાંથી આનંદના અશ્ર ઝરવા લાગ્યા. મેઘની જળધારાથી હણાયેલા કદંબના પુષ્પની જેમ તેના શરીર પર રોમાંચ ખડા થયા. અને તેણીના સ્તનમાંથી દૂધની ધારા નીકળવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com