________________
[ ૧૭૬]
વિશ્વયેતિ ઉપરોક્ત ૧૨ નિયમ ગૃહસ્થના દ્વાદશ વ્રત કહેવાય છે. આ નિયમોનું પાલન કરવાવાળા “ શ્રમણોપાસક” અનુકમથી આત્મશુદ્ધિ કરતે મક્તિ સન્મખ પહેરે ભવાન્તરમાં શ્રમણ ધર્મની પ્રાપ્તિ કરી એક્ષપ્રાપ્તિ કરી શકે છે.
જે મનુષ્યોમાં શ્રમણ તથા શ્રમણોપાસક ધર્મને પાલન કરવાનું સામર્થ્ય નથી એઓએ પણ પિતાની ચિત્તભૂમિમાં સુદેવ, સુગુરુ, સુધર્મરૂપ તત્ત્વત્રયીમાં શ્રદ્ધા રાખવી જોઈએ. જેવી રીતે માર્ગમાં રહેલ કમર ( તાકાત વિનાના) પુરુષ પણ કદી કદી ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી લે છે તેવી રીતે અવ્રતી શ્રદ્ધાવાન્ જીવ પણ માર્ગાભિમુખ રહી ઈષ્ટ સ્થાનને જરૂર પ્રાપ્ત કરી લે છે.
ભગવાન મહાવીરની તત્ત્વવાળી દેશનાથી પ્રભાવિત થઈને સભાજનોમાંથી રાજકુમાર મેઘ, નન્દીષેણ વગેરે અનેક પુરુષોએ શ્રમણ ધર્મની પ્રવ્રયા લીધી, રાજકુમાર અભય અને સુલસા વગેરે અનેક સ્ત્રીપુરુષોએ ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો અને રાજા શ્રેણિક વગેરે અનેક મનુષ્યએ ભગવાનના પ્રવચન પર શ્રદ્ધા પ્રકટ કરી. એ વર્ષનું ચાતુર્માસ પણ ભગવાને રાજગૃહીમાં વિતાવ્યું અને અનેક મનુષ્યને ધર્મપથ પર લાવી તેમનો ઉદ્ધાર કર્યો.
વર્ષાકાળ વ્યતીત થતાં શ્રમણ ભગવાને રાજગૃહીથી વિદેહ તરફ વિહાર કર્યો અને અનેક નગરોમાં ધર્મપ્રચાર કરી ભગવાન બ્રાહ્મણકુંડ ગ્રામ પહોંચ્યા અને નગર બહાર બહુસાળ નામના ઉદ્યાનમાં સ્થિરતા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com