________________
વિભુ વધમાન
[ ૧૭૫] ૩. અદત્તાદાન-વિરમણ-મન, વચન, કાયાથી બીજાની વસ્તુ લેવાને, લેવડાવવાને અને
અનુમોદન કરવાને ત્યાગ. મૈથુન-વિરમણ-મન, વચન અને શરીરથી મિથુન સેવન કરવાને, કરાવવાનો અને
અનુમોદન કરવાને ત્યાગ. ૫. પરિગ્રહ-વિરમણ-મન, વચન અને શરીરથી ધન ધાન્યાદિ બાહ્ય અને રાગદ્વેષ વગેરે આભ્યન્તર પરિગ્રહ કરવાને, કરાવવાને અને અનુદન કરવાને ત્યાગ.
આ મહાવ્રતનું પાલન કરવાવાળા સંયમી “સર્વવિરત” શ્રમણ સંસારભ્રમણને અંત કરી સાત આઠ ભવેની અંદર કર્મમુક્ત થઈ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી લે છે.
ગૃહસ્થ ધર્મ જે મનુષ્ય ઉપર્યુક્ત પંચમહાવ્રતાત્મક ધર્મમાર્ગનું અનુકરણ નથી કરી શકતે, પુરુષાર્થની હીનતાથી પિતાના આત્માને સર્વવિરતિરૂ૫ ચારિત્રલાયક નથી માનતે તે, ગૃહસ્થાશ્રમમાં રહીને દેશવિરતિ ધર્મથી પણ પોતાની આત્મશુદ્ધિ કરી શકે છે. દેશવિરત સંયમી શ્રાદ્ર” અથવા “શ્રમપાસક” કહેવાય છે. શ્રમણોપાસકે દ્વાદ્રશ ત્રાત્મક દેશવિરતિ ધર્મનું પાલન કરવું જોઈએ.
શ્રાવક ધર્મના બાર વ્રતો ૧. ભૂલ પ્રાણાતિપાત વિરમણ-ત્રસ (ચાલતાં ફરતાં) જીની નિષ્કારણ હિંસા ન કરવી. ૨. સ્થૂલ મૃષાવાદવિરમણ-સ્થૂલ જૂઠું ન બોલવું. ૩. સ્થૂલ અદત્તાદાન-વિરમણ–જેના લેવાથી ચાર કહેવાય એવી ચીજે સ્વામીની
આજ્ઞા વિના ન લેવી.
સ્વસીસંતેષ પરસ્ત્રીવિરમણ–પરસ્ત્રીગમનને ત્યાગ. સ્વસ્ત્રીગમનનું નિયમન. પ પરિગ્રહ પરિમાણ–ચલ–અચલ, સચિત્ત-અચિત્ત સર્વ પ્રકારની સંપત્તિનું નિયમન
પરિમાણ. ૬. દિક્પરિમાણુ–સર્વ દિશામાં જવા-આવવાનું નિયમન. ૭. ભોગપભોગપરિમાણ-ખાનપાન, મોજશોખ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું નિયમન. ૮ અનર્થદંડ પરિમાણ–નિરર્થક પ્રવૃત્તિઓને ત્યાગ. ૯. સામાયિક-રોજ એછામાં ઓછી બે ઘડી (૪૮ મિનિટ) મિનિટ સુધી સાંસારિક
પ્રવૃત્તિઓને છેડી સમભાવ-નિવૃત્તિ માર્ગમાં સ્થિર થવું. ૧૦. દશાવકાશિક–સ્વીકૃત મર્યાદાઓને ઓછી કરવી. ૧૧. પિષધપવાસ–અષ્ટમી, ચતુર્દશી વગેરે દિવસમાં સાંસારિક પ્રવૃત્તિઓને છેડી અહોરાત્ર
(રાત્રિ અને દિવસ) ધાર્મિક જીવન વિતાવવું. ૧૨ અતિથિસંવિભાગ-પૌષધોપવાસની સમાપ્તિ કરી શ્રમણ વગેરે અતિથિને આહાર
વગેરે દાન દેવું.
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com