________________
[૧૭૪ ]
વિશ્વતિ થઈ શકતે. અનાર્ય પણ મનુષ્ય જ હોય છે પરંતુ એમના જીવનને ઉપાય શું? ધર્મના છેડા પણ અક્ષરો જેના કાને નથી પડ્યા તે મનુષ્ય થઈને પણ શું આત્મહિત સાધી શકશે? અનાર્યોને સ્વભાવથી ધર્મશ્રવણ દુર્લભ હોય છે, પરંતુ આર્યનામધારી સર્વે મનુષ્ય પણ શ્રવણના અધિકારી નથી હતાં. પ્રમાદ, ભ, ભય, અહંકાર, અજ્ઞાન અને મેહ વગેરે અનેક કારણેને અંગે કુલીન આર્યોને પણ ધર્મશ્રવણનું ભાગ્ય પ્રાપ્ત થતું નથી. જેઓને જ્ઞાનાવરણયાદિ કર્મ ક્ષાપશમને પ્રાપ્ત થયા હોય છે તેવા છ જ ધર્મશ્રવણ કરી શકે છે.
સત્ય શ્રદ્ધા ધર્મશ્રવણ કરવાવાળા દરેક શ્રદ્ધાળુ નથી હોતા. ધર્મતત્વને સાંભળીને પણ બધા એના પર વિશ્વાસ નથી કરતા. કેઈક વ્યક્તિ કુળધર્મના રાગથી, કે સત્ય ધર્મના દ્વેષથી, કેઈ તત્વને ન સમજવાથી અને કેઈ મતભેદવાળાઓના ભરમાવ્યાથી શ્રવણ કરેલ તત્વ પર શ્રદ્ધા નથી લાવતા, સત્ય પર સત્યતાની અને અસત્ય પર અસત્યની બુદ્ધિ નથી કરતા. પરિણામે એનું તત્ત્વશ્રવણ નિષ્ફળ જાય છે.
જેના ભવભ્રમણને અંત નજીક આવી ગમે છે, અંતરંગ નેત્ર ખુલી ગયા છે અને આત્મિક સખપ્રાપ્તિને સમય મર્યાદિત થઈ ગયો છે, એને યેગ્ય પ્રાણીઓના હૃદયમાં સત્યધર્મની છાપ પડે છે, એના ચિત્તમાં જ્ઞાનીને ઉપદેશ શ્રદ્ધા ઉત્પન્ન કરી શકે છે.
સંયમ–વીર્ય સંસારની અગણિત જીવરાશિમાં મનુષ્ય ઘણું ઓછા છે, તેમાં ધર્મશ્રિતા ઘણુ ઓછા છે, શ્રેતાઓમાં શ્રદ્ધાળુ અને શ્રદ્ધાળુઓમાં પણ સંયમમાર્ગમાં પ્રવૃત્તિ કરવાવાળા સર્વથી ઓછા છે. તેઓ સાંભળે છે તેમજ શ્રદ્ધા પણ કરે છે, તદુપરાન્ત એ માર્ગ પર ચાલવું એ તલવારની ધાર પર ચાલવા સમાન માને છે. તેઓ ફક્ત કહેતા જ નથી પરંતુ હૃદયથી માને પણ છે કે સંસાર અસાર છે. કુટુંબ સંબંધ ક્ષણિક છે, છતાં પણ તેઓ સંસાર, કુટુંબ અને વિષયને ત્યાગ કરવાને માટે પુરુષાર્થ નથી કરતા. ભગવાને કહ્યું–દેવાનુપ્રિયે! જ્યાં સુધી તમે સંયમમાર્ગમાં અગ્રેસર નહિ થાય ત્યાં સુધી કર્મક્ષય કરીને મુક્તિની સમીપ નહિ પહોંચે અને શારીરિક, માનસિક, wોથી છૂટકારે નહીં મેળવી શકે.
. મુક્તિ ધર્મ સંયમ ધર્મના પથિક(મુસાફર) ને સર્વપ્રથમ શુદ્ધ સાચા ગુરુ અને સાચા ધર્મને પીછાનીને એમાં દઢ શ્રદ્ધા અને વિશ્વાસ કરવો જોઈએ. તથા પંચ મહાવ્રતરૂપ ધર્મનું પાલન કરી વિશુદ્ધ સંયમી બનવું જોઈએ.
પાંચ મહાવ્રત નીચે પ્રમાણે જાણવા:૧. પ્રાણાતિપાત-વિરમણ-સૂક્ષમ-સ્થલ સર્વ પ્રકારના જીની માનસિક, વાચિક તથા કાયિક
હિંસા કરવાને, કરાવવાને તથા અનુમોદન કરવાને ત્યાગ. ૨. મૃષાવાદ-વિરમણ—મનસા વારા વર્મા અસત્ય ભાષણ કરવાને, કરાવવાને તથા અનુ
મેદન કરવાને ત્યાગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com