SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ્ણુ વમાન * પ્રકરણ તેરમું ભગવત મહાવીરની પ્રભાવપૂર્ણ દેશના [ ૧૭૩ ] રાજગૃહી તે સમયની ઋદ્ધિસંપન્ન નગરીઓમાં મુખ્ય હતી, જ્યાં શૈથુનાગવંશીય રાજા, (ખિબિસાર) શ્રેણિક રાજ્ય કરતા હતા. તેમને અનેક રાજકુમારે અને અનેક રાણીએ હતી. દરેકથી માટી રાણી ( પટ્ટરાણી ) ચેલૈણા ભગવાન મહાવીરના મામા વૈશાલીપતિ ચેટકની પુત્રી અને જૈન શ્રમણેાપાસિક ( શ્રાવિકા) હતી. રાજકુમારામાં અક્ષયકુમાર વગેરે પણ નિગ્રન્થ પ્રવચનના અનુયાયી હતા. નાગ રથિક, સુલસા વગેરે ખીજા પણ અનેક રાજગૃહીનિવાસી નિન્થ પ્રવચનને માનવાવાળા હતા. ભગવાન મહાવીર મધ્યમાંથી વિહાર કરીને રાજગૃહીના ગુણુશીલ ચૈત્યમાં સમવસર્યો. ભગવાનના આગમનના સમાચાર રાજગૃહીના ખૂણેખૂણામાં પ્રસરી ગયા. એટલે મહારાજા શ્રેણિક, રાજપરિવાર, રાજક`ચારી, નગરશેઠ, સાહુકાર અને સાધારણ પ્રાગણ ગુણુશીલ ચૈત્યમાં આવ્યા. અલ્પ સમયમાં હુારા મનુષ્યાથી ઉદ્યાન વ્યાપ્ત થઇ ગયુ. સર્વે લેાકે ભગવાનને વંદન કરી ઉપદેશ શ્રવણુ કરવા માટે યથાસ્થાને બેસી ગયા. દેવનિર્મિત સમયસરણ( ધર્મ સભા ) માં ઊંચા આસને બેસી ભગવાન મહાવીરે હૃદયગ્રાહી ઉપદેશ આપ્યું. ભગવાને જણાવ્યુ કે, અનાદિ અનન્ત સંસારમાં ફરતાં જીવને મનુષ્યત્વ, ધર્મ શ્રવણ, સત્યશ્રદ્ધા તથા સંયમવી એ ચાર પદાર્થ મહામુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. એ ચારે મેક્ષપ્રાપ્તિમાં સહાયક બને છે, આથી એનાથી યથાચિત લાભ ઉઠાવવા દરેક વ્યક્તિના ધમ છે. મનુષ્યત્વ મનુષ્ય, દેવ, તિયાઁચ અને નારક ગતિરૂપ આ સ્રસાર એક રોંગભૂમિ છે. એમાં સંસારી જીવ પાતાના કર્મોનુસાર કદી મનુષ્ય, કદી દેવ, કદી તિયંચ અને કદી નારકના રૂપમાં અવતરે છે અને તે તે ગતિ ચેાગ્ય આયુષ્ય પૂર્ણ થતાં પાછા સંસાર ભ્રમણુ કરે છે. આ સંસારનાટકના કયારે પણુ વિનાશ નથી થતા અને એના પાત્રાને કી વિશ્રામ નથી મળતા. આ અનન્તકાલીન નાટકમાં જીવાને વિશેષ સમય તિય ચગતિમાં, એનાથી કઇક એછે. દેવ અને નારકગતિમાં અને તેથી ઓછે સમય મનુષ્યગતિમાં વ્યતીત થાય છે. એટલા માટે જ માનવ ભવ દુભ છે. આત્માની મુક્તિ મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. દેવ ભવ, પુણ્ય ફળ ભાગની અપેક્ષાએ શ્રેષ્ઠ છે પરંતુ આત્મહિતની દૃષ્ટિએ તે મનુષ્ય ભવના મુકાખàા નથી કરી શકત. તિર્યંચ અને નારક ભવ ઘણું કરીને પાપફળ ભાગવવાનુ સ્થાન હાવાથી આ ગતિના જીવ આત્મઉન્નતિ કરવામાં અસમર્થ હાય છે, માટે માનવ ભવ પ્રાપ્ત કરીને દરેક જીવે સ્વાત્મહિત સાધી લેવુ તે જ તેની યથાર્થતા છે. ધર્મ શ્રવણ અનન્તકાળ સુધી ભટકતાં ભટકતાં કદી જીવને મનુષ્યભવ પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યાંસુધી તેને ધ શ્રવણું વગેરે વિશિષ્ટ સામગ્રી નથી મલતી ત્યાં સુધી કેવળ મનુષ્યભવ હિતસાધક નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy