________________
[ ૧૭૨]
વિશ્વાતિ ૧૧. પ્રભાસની દીક્ષા છેવટે ભગવાન મહાવીરે વિદ્વાન પ્રભાસને મગત સંશય દૂર કરતાં કહ્યું કે-પ્રભાસ! શું તમને મોક્ષના વિષયમાં શંકા છે? પ્રભાસ–હા ભગવત, મેક્ષના વિષયમાં મારા મનમાં શંકા છે. મોક્ષને અર્થ જ્યારે કર્મોથી
મુક્ત હોવું છે તે એ અસંભવ છે, કારણ કે જીવ અને કર્મોને સંબંધ અનાદિ છે. આથી એ અનન્ત પણ હોવું જોઈએ. જે અનાદિ છે તે અનન્ત પણ છે. જેવી રીતે આત્માનું તેમ મોક્ષનું કેઈ વિધાન વેદમાં નથી. શાસ્ત્રમાં તે “સમર્થ વા મિહોત્રમ્" વગેરે વચનેથી જીવન પર્યન્ત માટે અગ્નિહોત્ર જ વિધેય કર્મ લખ્યું છે. જ્યારે મિક્ષ કોઈ વાસ્તવિક પદાર્થ હોય તે એની સિદ્ધિને માટે પણ અવશ્ય કઈ અનુષ્ઠાન
વિહિત હોવું જોઈએ. મહાવીર–અનાદિ વસ્તુ અનન્ત પણ હોવી જોઈએ, એ એકાન્તક નિયમ નથી. સુવર્ણ
વગેરે ખનિજ પદાર્થ અનાદિકાલથી માટીથી સંબંધ રાખતાં હોવા છતાં પણ અગ્નિ વગેરેના સંબંધથી નિર્મળ થાય છે. એવી રીતે જીવ પણ અનાદિ કાળથી કર્મફળથી સંબંધિત હોવા છતાં જ્ઞાન-ધ્યાન વગેરેની સહાયતાથી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. કર્મકાંડપ્રધાન વૈદિક ઋચાઓમાં, મેક્ષ તથા એના સાધનનું વિધાન ન હોય તે સંભવી શકે છે, પરન્તુ વેદને જ આખર ભાગ, ઉપનિષદોમાં તે એને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે - “ ત્રઢળી વેહિત પરમાર , તત્ર પર સત્ય સાને મનાં ત્રા” ના નામથી જે તત્ત્વને નિર્દેશ કર્યો છે અને અમે નિવણ અથવા મુકાવસ્થા કહીએ છીએ.
ઉકત વિવેચનથી પ્રવાસથી નિર્વાણ વિષયક શંકા દૂર થઈ ગઈ. તે પણ પોતાના છાત્રમંડળ સાથે નિગ્રંથ પ્રવચનની દીક્ષા લઈ ભગવાનના શ્રમણ સંઘમાં સમ્મિલિત થયે.
મધ્યમાના આ સમવસરણ(ધર્મસા )માં એક જ દિવસમાં ચુંમાલીસ સો અગિયાર બ્રાહ્મણોએ નિર્ગસ્થ પ્રવચનને સ્વીકાર કરી દેવાધિદેવ ભગવાન મહાવીરના ચરણોમાં નત મસ્તક થઈ શ્રમણ્ય ધર્મ અંગીકાર કર્યો.
ભગવાન મહાવીરે ઈન્દ્રભૂતિ વગેરે અગિયાર વિદ્વાનોને પોતાના મુખ્ય મુખ્ય શિષ્ય બનાવી એમને “ગણધર” (સમુદાયના નાયક) પદથી સુશોભિત કયો અને એમની છાત્રમંડળીઓને એમના શિષ્ય તરીકે રહેવાની આજ્ઞા આપી.
ઇન્દ્રભૂતિ વગેરે વિદ્વાને અને એમની છાત્રમંડળીથી અતિરિક્ત અનેક નરનારીઓએ ભગવાન મહાવીરને દિવ્ય ઉપદેશ સાંભળી અને સંસારથી વિરક્ત થઈ શ્રમણધર્મ અંગીકાર કર્યો.
જે શ્રદ્ધાળુ વ્યક્તિઓ શ્રમણધર્મ સ્વીકારવા અશક્ત હતા તેમણે ગૃહસ્થ ધર્મ સ્વીકાર * કર્યો અને શ્રમણોપાસક તથા શ્રમણે પાસિકાના રૂપમાં ભગવાનના સંધમાં પ્રવેશ કર્યો.
તે પછી લાગવાન મહાવીરે સપરિવાર રાજગૃહી તરફ પ્રસ્થાન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com