________________
[ ૧૬૮ ]
વિશ્વતિ મંડિક–“સિદ્ધ” અને “સંસારી” બે પ્રકારના આત્માઓની કલ્પના કરવાને બદલે સર્વ
આત્માઓને કર્મ મુક્ત સિદ્ધસ્વરૂપ માનવામાં આવે તે શું આપત્તિ આવે ? મહાવીર–સંસારી આત્માને કર્મરહિત (તટસ્થ) માનતાં જીવોમાં જે કર્મજન્ય સુખ
દુઃખને અનુભવને વ્યવહાર થાય છે તે નિરાધાર સિદ્ધ થશે. હું સુખી છું, હું દુઃખી છું વિગેરે વ્યવહારને આધાર આનું કર્મફળ મનાય છે. જ્યારે આપણે સર્વ જીને
કમરહિત માની લઈએ તે આ સુખ દુઃખનું કારણ કેને માનશું? મંડિક–આત્માને બુદ્ધિ અને શરીરથી પિતાનું અલગપણું જ્ઞાત ન હોવાથી બુદ્ધિમાં થવાવાળા
સુખદુ:ખજન્ય અસરને તે પોતાનામાં માની લે છે અને હું સુખી, હું દુઃખી વગેરે વચનોથી એને પ્રગટ કરે છે, પરંતુ પરમાર્થ દષ્ટિથી એ અસર આત્મામાં
નહીં, અન્ત:કરણમાં હોય છે. મહાવીર–ત્યારે આત્માના શરીર અને અંતઃકરણ સાથે એ કોઈ ગાઢ સંબંધ હવે જોઈએ
જેનાથી તે એનામાં પિતાનાપણું માની લેવાની ભૂલ કરતે હેય છે. મંડિક-હા, એવું જ છે. દૂધમાં રહેવાવાળું ઘી દૂધથી જુદું હોવા છતાં જુદું નથી દેખાતું
એમ જ આત્મા શરીરથી ભિન્ન હોવા છતાં પણ ઘનિષ્ટ (વિશેષ) સંબંધના કારણે પિતાને તે શરીરથી જુદું નથી સમજતું અને આ અભેદજ્ઞાનના વશવતી પણાથી પિતાનામાં બુદ્ધિ દ્વારા પડતાં શારીરિક સુખદુ:ખના પ્રતિબિંબને તે પિતાના સુખદુ:ખ માની પોતાને સુખીદુ:ખી માને છે.
સ્ફટિક પિતે ઉજજવલ હેય છે. પરંતુ સામીના કારણે લીલું, પીળું, કાળું, અનેક રૂપમાં દેખાય છે. આ દશા આત્માની પણ છે. સ્વયં પોતે) સ્વચ્છ સ્ફટિક સમાન નિર્મળ હેવા છતાં ઉપાધિના કારણે તે અનેક રૂપમાં દેખાય છે. મહાવીર–આત્માને શરીર અથવા અંત:કરણ સાથે જે વિશેષ સંબંધ છે, એને અમે બન્ધ
કહીએ છીએ. આત્મા સ્વરૂપથી ઉજજવલ છે. એમાં કોઈને વિરોધ નથી પરંતુ જ્યાં સુધી તે સકર્મક છે, શરીરધારી છે, ત્યાં સુધી કર્મફળથી મલિન છે. આ મલિન પ્રકૃતિના નવા નવા કર્મ બાંધી રહે છે અને એ કર્મોના અનુસાર ઊંચનીચ ગતિઓમાં કારણે
ભટકે છે. આ એને સંસારભ્રમ છે. સુખદુઃખની ઉત્પત્તિ અન્ત:કરણમાં હોય છે અને અંત:કરણ જ એને અનુભવ કરે છે. આ માન્યતા પણ તર્કસંગત નથી. જ્ઞાન ચેતનને ધર્મ છે, જડને નહીં. અંત:કરણ જડ પદાર્થ છે. એને સુખ દુઃખનું જ્ઞાન કદી નથી હોઈ શકતું, અનુભવનું, હોવું તે નિર્વિવાદ છે. આથી સુખદુ:ખને અનુભવ કર્તા અને વચન દ્વારા વ્યક્તકર્તા તરત અંત:કરણથી ભિન્ન છે. આ તત્ત્વને અમે આત્મા કહીએ છીએ.
જ્યાં સુધી આત્માને સંસારથી મુક્ત હોવાનું સાધન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી તે ચારગતિસ્વરૂપ સંસારમાં ભટક્યા કરે છે અને પિતાના કર્મોનું ફળ ભેગવ્યા કરે છે. જ્યારે એને ગુરુદ્વારા અથવા આપમેળે મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે ત્યારે તે મુક્તિને માટે ઉદ્યમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com