________________
વિભુ વર્ધમાન
[૧૬૭] કરી નથી શકતું. આ ભવમાં મનુષ્યને શારીરિક, માનસિક અને વાચિક અશુભ પ્રવૃત્તિઓથી અશુભ કર્મ બંધાઈ ભવાંતરે નારક અને તિર્યંચ ગતિ પ્રાપ્ત કરી શકે છે. તથા શુભ પ્રવૃત્તિઓથી મનુષ્ય અને દેવ પણ હોઈ શકે છે. આ પ્રકારે આ ભવને પશુ અશુભ કર્મોથી ફરી તિર્યંચ અને નારક હોઈ શકે છે. તિર્યંચ શુભકર્મોના પ્રભાવથી મનુષ્ય અને દેવ ગતિ સુધી પહોંચી શકે છે. આથી તમે સમજી શકે છે કે, પ્રાણીઓને પુનર્જન્મ એના કર્મો પર આધાર રાખે છે, શરીર પર નહીં.
ભગવાન મહાવીરના આ સુંદર અને મને ગમ્ય પછીકરણથી સુધર્માને સંદેહ નષ્ટ થઈ ગ અને નિગ્રંથ પ્રવચનને સાર સાંભળ્યા પછી તેઓ પોતાના છાત્ર સમુદાય સાથે શ્રમણ ધર્મની દીક્ષા લઈ ભગવાન મહાવીરના શિષ્ય થયા.
૬. મંડિક
સુધર્મા પછી મંડિકને માનસિક સંદેહ દૂર કરતાં ભગવંત મહાવીર બોલ્યા-આર્ય મંડિક! શું તમને આત્માના બંધ મોક્ષ વિષયમાં શક છે? મંડિક–હા ભગવંત, મારી એવી માન્યતા છે કે; આત્મા એક સ્વચ્છ ફટિક જે નિર્મળ
પદાર્થ છે. એનું કર્મોથી બન્ય, મેક્ષ તથા નવા નવા રૂપેથી સંસારમાં ભટકવું(ફરવું) બુદ્ધિગ્રાહ્ય નથી હઈ શકતું. શાસ્ત્રમાં પણ આત્માને ત્રિગુણાતીત, અબદ્ધ અને વિષ્ણુ દર્શાવ્યું છેશાસ્ત્રમાં લખ્યું છે–“સ ષ ગુણો વિમુર્ન વગરે સંતતિ વા ન મુચેતે मोचयति वा, न वा एष बाह्यमाभ्यन्तरं वा वेद"
આપ જ કહે, જે વિગુણ (સત્વ-રજ-તમે ગુણાતીત), બાહ્ય (શારીરિક) તથા આભ્યન્તર (માનસિક) સુખદુઃખના પ્રભાવથી પર છે, તે કેવી રીતે કર્મ બદ્ધ હોય? અને જેનું બંધન જ નથી એને છૂટવાની તો વાત જ કયાં રહી? આ પ્રકારે જે અબદ્ધ હશે તે સંસારમણ પણ કયા કારણે કરશે? મહાવીર–ઉક્ત કૃતિવાકયમાં આત્માના સ્વરૂપનું જે વર્ણન છે તે, કેવળ સિદ્ધ આત્માઓને
જ લાગુ પડી શકે છે સંસારી આત્માઓને નહીં. માંકિ–સિદ્ધ અને સંસારી આત્માઓમાં શું ભિન્નતા છે? મહાવીર-એ તે આત્મસ્વરૂપથી સર્વ આત્માઓ એક જ છે પરંતુ, ઉપાધિદથી એમાં
ભિન્નતા મનાઈ ગઈ છે. જે આત્માઓ તપ-ધ્યાન-યેગાનુષ્ઠાનથી સંપૂર્ણ કર્યાશાથી મુક્ત થઈ સ્વરૂપને પામે છે એને અમે સિદ્ધ કહીએ છીએ. અને જે કમમુક્ત આત્માઓ છે તે શારીરિક, માનસિક અને વાચિક પ્રવૃત્તિઓ દ્વારા ભલાં ભૂરાં કમ કરી જુદી જુદી ગતિઓમાં ફર્યા કરે છે, તેઓ સંસારી આત્માએ છે. ઉક્ત વેદવાક્યમાં જે વિભુ આત્માનું નિરૂપણ છે તે કર્મયુક્ત સિદ્ધાત્માઓને જ લાગુ પડે છે. ઉક્ત સર્વ વિશેષતાઓ એમનામાં વિદ્યમાન હોય છે, સ સારી જીમાં નહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com