________________
વિષ્ણુ વમાન
[ ૧૭ ]
મહાવીર સાથે તેમના જ્ઞાન વૈરાગ્યની પરીક્ષા કરવાને નિશ્ચય કર્યો અને તેઓ પોતપોતાના છાત્ર સમુદાય સાથે મહાસેન ઉદ્યાન તરફ ચાલ્યા. સર્વાંના આગળ વાયુભૂતિ હતા. તેએ મહાસેન ઉદ્યાનમાં પહોંચ્યા તેા ભગવાનના તેજથી ખરેખર અંજાઇ ગયા. તેએ પાતાની શ’કા ભગવંતને પૂછે-પૂછે તેવામાં તે ભગવાને તેના મનની શંકા જાણી, તેમને સંબેધી કહ્યુ: વાયુભૂતિ ! શું તમને શરીરથી ભિન્ન જીવની સત્તાના વિષયમાં શકા છે ?
ભૂત
વાયુભૂતિ—હા ભગવત, હું એવું સમજું છું કે, “શરીરથી ભિન્ન જીવનની કેાઈ સત્તા નથી. કારણ કે “વિજ્ઞાનયન વિગેરે શ્રુતિવાકય પણ એ પ્રતિપાદન કરે છે કે, આ જ્ઞાનાત્મક આત્માર્થ” આ ભૂતાથી પ્રગટ થાય છે અને એમાં વિલીન થ જાય છે. તેમાં પુનમ જેવા કાઇ ભાવ નથી.” મહુાવી—અને આ પ્રમાણે આત્માનું અસ્તિત્વ પણ વેદથી સિદ્ધ થાય છે सत्येन સË તપસા ક્ષેત્ર માŽળ ” વિગેરે શ્રુતિવાકય આત્માના અસ્તિત્વને સિદ્ધિ કરે છે, સમુદાયાત્મક શરીરને આત્મા માનવાથી કામ નહિ ચાલે, કારણ કે કાર્ય કારણાનુરૂપ છે. તલના પ્રત્યેક દાણામાં તેલ હોય છે ત્યારે જ એના સમુદાયથી તલ નીકળે છે. રેતીના કણામાં તેલ ન હોવાથી એના સમુદાયથી પશુ તેલ નીકળી શકતું નથી. ભૂત જડસ્વરૂપ હોય છે. એને સમુદાય પણ જડ જ થશે. એમાં ચૈતન્ય કદી પણ પ્રગટ નથી થતું. વાયુભૂતિ—આપનું “ કારણાનુરૂપ કાર્ય ” વાળા નિયમ અવ્યાપક છે. મદિરાના પ્રત્યેક અંગમાં માદકતા નથી હોતી પણ એના સમ્મિશ્રણથી અવશ્ય માદકતા ઉત્પન્ન થાય છે એથી સિદ્ધ થાય છે કે “જાળાનુપ જ કા હોય” એવે એકદેશીય નિયમ નથી. મહાવીર—પ્રિય વાયુભૂતિ ! મદિરાના દૃષ્ટાંતથી કારણાનુરૂપ કાર્યના નિયમ સંગત નથી થતા. મદિરાના પ્રત્યેક અંગમાં માદકતા નથી હાતી, આ કથન વાસ્તવિકતાથી દૂર છે. દેશના પ્રત્યેક અંગમાં અભિવ્યકત અવસ્થામાં માદકતા છે. ત્યારે જ તેના સુધાનમાં તે સાક્ષાત્ રૂપે અભિવ્યકત થાય છે. જ્યારે એવુ ન હેાય તેા, ખીજા પદાર્થોના સાંધાનમાં તે કેમ અભિવ્યક્ત નથી હતી? અમુક પદાર્થોમાં જ તે અભિવ્યક્ત હોય છે ને અમુકમાં નહિ, એનાથી શું સિદ્ધ નથી થતું કે, તે શ ક્ત એ પદાર્થોમાં પહેલાંથી જ સમીપ રહે છે જે કારણ મળતાં પ્રગટ થાય છે ?
,
..
..
વાયુભૂતિ—સારું' ભગવત, જ્યારે એમ માની લઈએ કે, જડથી ચેતનની ઉત્પત્તિ નથી હોતી તે પણ, ભૂતાથી અતિરિક્ત આત્માના અસ્તિત્વમાં પ્રમાણ શું છે ?
મહાવીર—જ્ઞાની મનુષ્યને માટે તેા, આત્માના અસ્તિત્વની સિદ્ધિ માટે કોઇ પ્રમાણની જરૂર નથી. તે એને હસ્તામલકવત્ સાક્ષાત્ દેખે છે. ચ નેત્રવાળાઓને માટે આત્મા ગૂઢાતિગૂઢ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ પદ્દા છે જેને તે અનુમાનથી જાણી શકે છે.
મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, પતંગ, વૃક્ષ, લતા વગેરે જીવધારી પદાર્થાની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરીએ સર્વે પેાતાના અનુકૂળ વેદનીયની તરફથી પ્રવૃત્ત અને પ્રતિકૂળ વેદનીયથી નિવૃત્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com