________________
[૧૬૨ ]
વિશ્વતિ મહાવીર–ભ્રાતિજ્ઞાન ઉત્તરકાલમાં ભ્રાત સિદ્ધ થાય છે. જેવી રીતે તમે બ્રાન્તિ કહે છે
તે કદી પણ બ્રાન્તિરૂપ સિદ્ધ નથી થઈ શકતું. આથી આ નિર્બોધ જ્ઞાન છે; બ્રાન્તિ નથી. અગ્નિભૂતિ–આ માયા પુરુષની જ શક્તિ છે અને પુરુષ વિવર્તમાં નામરૂપાત્મક જગત બનીને
ભાયમાન થાય છે. વસ્તુત: માયા પુરુષથી ભિન્ન વસ્તુ નથી એ તે ખરું ને? મહાવીર–ના, એ તમારી ખોટી ભ્રમણા છે. જ્યારે માયા, પુરુષની શક્તિ જ છે તે તે પણ,
પુરુષના જ્ઞાનાદિ ગુણોની માફક અરૂપી અદસ્ય હોવી જોઈએ, પરંતુ તે તે દશ્ય છે.
આથી સિદ્ધ થાય છે કે, માયાપુરુષની શકિત નથી પણ તે એક સવતંત્ર પદાર્થ છે. પુરુષવિવત માનવાથી પણ પુરુષાદ્વૈતની સિદ્ધિ નથી થઈ શકતી, કારણ કે પુરુષવિવર્તને અર્થ એ થાય છે કે, પુરુષના મૂળ સ્વરૂપની વિકૃતિ, પરંતુ, પુરુષમાં વિકૃતિ માનવાથી એને સકર્મક જ માનવી પડશે, અકર્મક નહિ.
જેવી રીતે પાણી વિનાની જગ્યામાં કમળ નથી સંભવી શકતાં તેવી જ રીતે અકર્મક જીવમાં વિવર્ત નથી હોઈ શકતું.
પુરુષવાદી જે પદાર્થને માયા અથવા અજ્ઞાનનું નામ આપીએ છીએ તે વસ્તુત: આત્મતિરિત જડ પદાર્થ છે. પુરુષવાદી એને સત્ અથવા અસત્ ન કહેતાં અનિર્વચનીય કહે છે. જેથી સિદ્ધ થાય છે કે, આ પુરુષથી ભિન્ન પદાર્થ છે. એટલા માટે તે તેઓ એને પુરુષની માફક સત નથી માનતા. અસત ન માનવાનું તાત્પર્ય તે કેવળ એ જ છે કે, આ “માયા આકાશપુષ્પની માફક કલ્પિત વસ્તુ નથી.” અગ્નિભૂતિ–ઠીક છે. દય જગતને “માત્ર" માનવાથી પ્રત્યક્ષ અનુભવને નિર્વાહ નથી
થઈ શકતો એ હું સમજી ગયે છું. પરંતુ જડ તથા રૂપી કર્મ દ્રવ્ય ચેતનથી અરૂપી આત્માને કેવી રીતે સંબંધ હોઈ શકે છે અને એના ઉપર તે સારી ખરાબ
અસર કેવી રીતે પાડી શકે છે? મહાવીર જેવી રીતે અરૂપી આકાશની સાથે રૂપી દ્રવ્યને સંપર્ક થાય છે તેવી જ રીતે,
અરૂપી આત્માને રૂપી કની સાથે સંબંધ થાય છે. જેમકે બાહ્ય ઔષધિ અને મદિરા, આત્માના અરૂપી ચૈતન્ય પર સારી નરસી અસર કરે છે. તેવી જ રીતે
અરૂપી ચેતન આત્મા પર રૂપી જડ કર્મોની પણ સારી નરસી અસર હોઈ શકે છે. કવિષયક વિસ્તૃત વિવેચન બાદ અગ્નિભૂતિએ ભગવાન મહાવીરને સિદ્ધાન્ત સ્વીકાર્યો. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી અગ્નિભૂતિ પ્રતિબોધ પામ્યા અને પિતાના વિદ્યાર્થીગણ સાથે ભગવાનના ચરણોમાં શ્રમણપણું અંગીકાર કર્યું.
૩. શરીરાતિરિક્ત આત્માની સિદ્ધિ અને વાયુભૂતિની દીક્ષા
અગ્નિભૂતિએ પણ ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી છે, તેવી જાતના સમાચાર સાંભળીને બાકીના બ્રાહ્મણ વિદ્વાનેને ગર્વ ગળી ગયે. તેમને વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયે કે, ભગવાન મહાવીર “સવ” પરમપુરુષોતમ છે. વાયુભૂતિ અને અન્ય વિદ્વાનોએ ભગવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com