SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ્ણુ વમાન અગ્નિભૂતિ–એમ કેવી રીતે? મહાવીર-પુરુષાદ્વૈતવાદના સ્વીકારમાં આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વગેરે પ્રત્યક્ષ દશ્ય પદાર્થના અપલાપ થાય છે અને સત્ અસી વિલક્ષણ ‘અનિર્વચનીય” નામક એક અષ્ટ પદાર્થની કલ્પના કરવી પડે છે. અગ્નિભૂતિ–મહારાજ ! એમાં અપલાપની વાત નથી. પુરુષાદ્વૈતવાદી મા દૃશ્ય જગતને પુરુષથી અભિન્ન માને છે. જડ ચેતનના ભેદ વ્યવહારિક કલ્પના માત્ર છે. વસ્તુત: જે કંઇ દૃશ્યાદૃશ્ય ચરાચર પદાર્થ છે તે સર્વ પુરુષસ્વરૂપ છે. મહાવીર—પુરુષ દૃશ્ય છે અથવા અદૃશ્ય ? અગ્નિભૂતિ-પુરુષ રૂપ, રસ, ગ ંધ અને સ્પર્ધાદિથી અદૃશ્ય છે. નથી હતુ. મહાવીર—એ પદાર્થ શું છે કે, જેઓ સુધાય છે, જીભથી ચખાય અગ્નિભૂતિ-આ સવ નામરૂપાત્મક જગત છે. મહાવીર—તે પુરુષથી ભિન્ન છે કે અભિન્ન ? અગ્નિભૂતિ-તે સર્વે પુરુષથી અભિન્ન છે. ( ૧૬૧ ] એનું આખાથી દેખાય છે, અને ત્વચાથી સ્પ કરાય છે? ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મહાવીર—હમણાં કહ્યું હતું કે “પુરુષ” અદૃશ્ય છે, ઇન્દ્રિયાતીત છે. આ પુરુષાભિન્ન” નામરૂપાત્મક જગત ઇન્દ્રિયાથી કેવી રીતે પ્રત્યક્ષ થઇ રહ્યું છે? કાનેથી સાળાય છે, નાકથી અગ્નિભૂતિ-આ નામરૂપાત્મક જગતની ઉત્પત્તિ માયાથી થાય છે. માયા તથા એનુ કાર્ય નામરૂપ સત્ નથી કારણ કે કાલાન્તરમાં એને નાશ થઈ જાય. ” મહાવીર—તે શું દૃશ્ય જગત અસત્ છે? અગ્નિભૂતિ-નહિ, જેવી રીતે આ સત નથી તેવી રીતે તે અસત્ પણ નથી કારણ કે જ્ઞાનકાલમાં તે સત્ રૂપથી પ્રતિભાસિત થાય છે. મહાવીર —સત્ પણ નહિ અને અસત્ પણ નહિ ત્યારે એને શું કહેશે ? અગ્નિભૂતિ—સત્ અસતથી વિલક્ષણ આત્માને અમા અનિચિનીય કહીએ છીએ. મહાવીર—આખરે પુરુષાતિરિક્ત “ માયા નામક એક વિલક્ષણ પદાર્થ તમારે તે માનવા પડ્યો ને? ત્યારે તમારા પુરુષાદ્વૈતવાદ કયાં રહ્યો ? પ્રિય અગ્નિભૂતિ! જરા વિચાર કરા! આ દૃશ્ય પદાર્થ પુરુષથી અભિન્ન કેવી રીતે હાઇ શકે? આ દૃશ્ય જગતમાં જ્યારે પુરુષ જ હોય તે પુરુષની માફક તે પણ ઇન્દ્રિયાતીત હોવા જોઈએ પરંતુ તમે પ્રત્યક્ષ દેખા છે કે, આ ઇન્દ્રિયગેાચર છે. પ્રત્યક્ષ દર્શીનને તમા બ્રાન્તિ ન કહી શકે. અગ્નિભૂતિ—એને બ્રાન્તિ માનવામાં Đ' આપત્તિ છે.? www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy