________________
વિભુ વર્ધમાન
[૧૧૭] ૯ ગણધર અચલભ્રાતા–તેઓ અયોધ્યાના હસ્તિત્રીય વસુ બ્રાહ્મણ અને નંદાદેવીના પુત્ર
હતા, તેમનું વય ૪૭ વર્ષનું હતું. તેઓ પોતાના ૩૦૦ શિષ્ય સહ અપાપાપુરી પધાર્યા હતા. ૧૦. ગણધર મેતાર્ય–તેઓ વત્સદેશના તંગિક ગામના કોડિન્ય ગોત્રીય દત્ત બ્રાહ્મણ અને
વરણાદેવીના પુત્ર થતા હતા. તેઓ પિતાના ૩૦૦ વિદ્યાર્થી ઓ સહ અપાપા નગરીએ
પધારેલ હતા. ૧૧. બાલદીક્ષિત ગણધર પ્રભાસસ્વામી–તેઓ રાજગૃહી નગરીના કૌડિન્ય ગોત્રીય બ્રાહ્મણ
શ્રીબલની પત્ની બ્રાદ્વાણું અતિભદ્રાના પુત્ર થતા હતા. તેઓ બાળવયમાં જ વિદ્વાન બન્યા હતા. તેઓ પણ ૩૦૦ વિદ્યાથીઓ સહ અધવર્યુ તરીકે અપાપાપુરીમાં આવ્યા હતાં.
આ સર્વે વિદ્વાન સોમિલબ્રિજથી આમંત્રાએલા પિોતપોતાના વિદ્યાર્થીઓ સાથે અપાપામાં પધારેલ હતા. તેઓ સર્વ વેદાંતના પારગામી હતા. પોતાને બહુશ્રુત અને અજેયવાદી તરીકે પ્રસિદ્ધ કરતા હતા છતાં તેઓ દરેકને કઈ ને કઈ વિષયમાં શંકા હતી પરંતુ તેઓ પરસ્પર પૂછી ખુલાસે મેળવી શકતા નહતા, કારણ કે એમની અજેય વિદ્વત્તાની પ્રસિદ્ધિ એમને આ કાર્યમાં રોકતી હતી.
૧. ઇન્દ્રભૂતિની પ્રવજ્યા શ્રી મહાવીર ભગવાનની સર્વજ્ઞતાના સમાચાર ઇન્દ્રભૂતિ ગૌતમના કાને પહોંચ્યા. તેમને વિશ્વાસ હતો કે, સંસારમાં એમનાથી વધીને કેઈ વિદ્વાન હેઈ શકે જ નહિ. તેઓ મહાસેન ઉદ્યાનથી આવનારા લોકોને પૂછતા હતા કે ભાઈ! તે સર્વજ્ઞ કેવા છે? જવાબ મળસે કેપૂછતા જ નહિ, કારણ જ્ઞાન અને વાણીમાધુર્યમાં એમની કક્ષાએ કઈ પહોંચી શકે એમ નથી.
આ પ્રકારના જનપ્રવાહે ઇન્દ્રભૂતિને ઉત્તેજિત કરી મૂક્યા. એમણે નવા સર્વજ્ઞને મળીને પિતાની તાકાતને પરિચય આપવા નિશ્ચય કર્યો અને મનમાં વિચાર્યું કે-જે ભગવાન મહાવીરને જીતી શકું તે ત્રિભુવનમાં મારી કીર્તિ ફેલાશે અને તેઓ પોતાના છાત્રસંધ સહિત મહાસેન ઉધાન તરફ ચાલ્યા.
અનેક વિચારવમળમાં ડૂબેલ ઇન્દ્રભૂતિ, ભગવાન મહાવીરની ધર્મસભાના દ્વાર સુધી પહોંચ્યા અને પ્રભુ મહાવીરનું ધીર ગંભીર શાંત વદનકમળ નિરખતાં જ ત્યાં સ્તબ્ધ ઊભા રહ્યા.
ઇન્દ્રભૂતિએ પિતાના જીવનમાં ઘણા પંડિતે દેખ્યા હતા, ઘણુઓ સાથે ટક્કર ઝીલી તેને
પરાજિત કર્યા હતા પરંતુ, સમવસરણનાં દ્વાર આગળ પગ મૂકતાં જ ભગવતના
ગેશ્વર્યથી તે સ્તબ્ધ બની ગયા. તેમની વિજયકામના શાંત થઈ ગઈ. તેમણે ફરી વિચાર્યું કે જે, મારી શંકાઓનું વિના પૂછયે સમાધાન ભગવંતથી થઈ જાય તે હું તેઓને સર્વજ્ઞ માની શકું. ઇન્દ્રભૂતિ આવી જાતના વિચારમાં લીન હતા ત્યાં તે એમને સંબંધી પ્રભુ મહાવીર બોલ્યા. હે ગૌતમ! શું તમને પુરુષ(આત્મા)ના અસ્તિત્વના સંબંધમાં શંકા છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com