________________
વિભુ વર્ધમાન
(૧૫૩] પ્રભુને “તીર્થકર નામકર્મ” નામનું મોટું કર્મ વેદવાનું હોવાથી અને તે ભવ્ય જીને પ્રતિબોધ આપવાવડે અનુભવવાનું હેવાથી, દેવસંચાલિત સુવર્ણકમલે ઉપર ચરણપાદુકાઓ ધરતા પ્રભુએ સંધ્યા સમયે ત્યાંથી વિહાર કર્યો, અને બીજે દિવસે પ્રભાતે દૈવી સમુદાય સહ ભવ્ય પ્રાણીઓથી અલંકૃત એવી “અપાપા (પાવાપુરી) નગરીએ પધાર્યા, જ્યાં યજ્ઞાથે વેદાન્તપારગામી બ્રાહ્મણોને વિરાટ સમુદાય એકત્રિત થયેલ હતું. આ સમુદાયને પ્રતિબોધવાના મહાન પારમાર્થિક કાર્યની સિદ્ધિ અર્થે જ પ્રભુ ત્યાં પધાર્યા હતા.
નગરની બહાર મહાસન ઉદ્યાનમાં પ્રભુએ સ્થિરતા કરી. આ ઉપવનની રજને દેએ દૂર કરી, ભૂમિ ઉપર સુગંધિત ચંદન રસને છંટકાવ કર્યો. પછી એક મેટે પીઠિકાબંધ રચે. તેને પંચરંગી અનમોલ, કાંતિમય રત્નોથી અતિ સુશાવિત બનાવવામાં આવ્યું. તેની ચારે બાજુ ત્રણ ગઢની રચના કરી. તેની ચારે દિશાએ વિશાળ દરવાજાઓ બનાવવામાં આવ્યા. પછી તેને દેદીપ્યમાન રત્નથી શૃંગારવામાં વૈમાનિક, જયેતિક અને ભવનપતિ દેવોએ પૂરતે સાથ આપી આ દેવી ત્રણ ગઢની રચનાવાળા સમવસરણને પ્રકાશિત-તેજોમય બનાવવામાં સ્વશક્તિને ઉપયોગ એવી રીતે કર્યો કે, જે સમવસરણને દૂર દૂરથી દર્શન થતાં જ તીર્થકર દેવની મહત્તા સમજાય અને નિર્મલ ચિત્તે કેવળજ્ઞાની મહાપુરુષોત્તમ પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ ઉત્પન્ન થાય.
આ પ્રમાણેના દેવરચિત સમવસરણના મધ્યમાં પ્રથમ સ્થાપિત કરેલ પીઠિકાબંધ ઉપર વ્યંતર દેએ અતિ પ્રભાવિક રત્નજડિત ચૌમુખી સિંહાસનની સ્થાપના કરી, જે ઉપર બિરાજમાન થઈ સિદ્ધો અને તીર્થકર દેવેએ અપૂર્વ દેશનાથી લોકોદ્ધાર કર્યો હતે.
આ દૈવી સિંહાસનનું વર્ણન કરતાં પ્રાચીન સૂત્રકાર જ્ઞાની આચાર્યદેવે જણાવે છે કેઆ સિંહાસનની ચારે બાજુએ અનમેલું ગુલાબી રંગના મેટા મુકતાફળે એટલે મેતીની હારમાળાઓ તેરણની માફક લટકતી હતી. મધ્યમાં ચારે દિશાએ પ્રભુના શીરે અનુપમ રત્નજડિત ત્રણ છત્ર ચમકતાં હતાં. આ પ્રમાણે સમવસરણની રચના થતાં તેના ઈશાન ખૂણાના પૂર્વ દરવાજેથી પ્રભુએ તેમાં પ્રવેશ કર્યો. જેમના કમલસમ ચરણસ્પર્શથી આ દેવભૂમિકા સૂર્યકાંતિસમ તેજોમય બની. પછી પ્રભુના દર્શનને લાભ સર્વને સરળતાથી મળી શકે તે ખાતર, દેવોએ પ્રભુની તેજોમય કાંતિને સંવરી લઈ ભામંડળની સ્થાપના પ્રભુના મસ્તક પાછળ કરી, જેથી પ્રભુની તેજોમય કાંતિ તેમાં સમાય અને પ્રભુના દર્શનનો લાભ સમાનતાથી મળી શકે. પૂર્વાભિમુખે સિંહાસન પર પ્રભુ બિરાજમાન થતાં જ, તેમની ત્રણે દિશાએ સાક્ષાત પ્રભુસમ ત્રણ બિંબની દેએ સ્થાપના કરી, જેથી ચારે દિશાએથી પ્રભુના દર્શન અને વ્યાખ્યાનશ્રવણને લાભ લેનાર દરેક(આત્મા)ને એમ જ થાય કે, સાક્ષાત્ પ્રભુ પિતાને સંબોધીને દેશના દઈ રહ્યા છે.
આ પ્રમાણે સ્થાપિત પાદપીઠિકા ઉપર “ સિદ્ધચ નમઃ” કહી, પીઠિકાને નમન કરી પ્રભુએ સિંહાસન ઉપર પૂવૉભિમુખે બેઠક લીધી કે તરત જ બલી તથા ચમરેન્દ્રના દે ચારે દિશામાં રહેલા પ્રભુની બન્ને બાજુ ઊભા રહી ચામરે વીંઝવા લાગ્યા. દેવ-દુંદુભીના અવાજે ગગનભેદક બન્યા. તેના વેગે વૈમાનિક દેવોની હારમાળા પ્રભુના “દર્શન અને દેશના ને લાભ લેવાને કટિબદ્ધ થઈ, પોતપોતાના વિશાળ પરિવાર સહ ઉતરવા લાગી, જેના
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com