________________
[ ૧૫૪]
વિશ્વતિ
યોગે આખું ગગન દેવ-દેવીઓ તેમજ તેમના વિવિધ પ્રકારના વાહનેથી એવું તે વ્યાપ્ત બન્યું કે ગગન ગગન છે કે દેવલોક છે તેવી લોકોને ભ્રાંતિ થવા લાગી.
વીર પ્રભુની દેશનાના શ્રવણાથે આ સમયે એકત્રિત થએલ દેવગણ, માનવગણ સાથે તિર્ય અને પશુપક્ષીઓ, આ પવિત્ર સમવસરણ ભૂમિમાં, શત્રુ અને મિત્રના ભાવોને ભૂલી જઈ પરસ્પર સમભાવથી વર્તવા લાગ્યા. સર્પ અને નકુલ (નેળિયે), શ્વાન અને બિલાડી, હરણ અને સિંહ પિતાનું જાતિવૈર ત્યજી દઈ એક જ સ્થળે મિત્રભાવથી બેઠા અને જાણે અહિંસાનું અપૂર્વ સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હોય તેમ સવે પિતતાનો મરતબ તજી સમભાવે પ્રભુદર્શનમાં એકચિતે તલ્લીન બન્યા.
અપૂર્વ શાંતિ વ્યાપ્ત થતાં ઈંદ્રમહારાજે રોમાંચિત શરીરે ઊભા થઈ, બે હાથ જોડી પ્રભુને વંદન કરતાં કહ્યું “હે પ્રભુ! આપ આપના જ્ઞાન દીપકને પ્રવચનરૂપે પ્રકાશિત કરે. પછી પ્રભુએ પ્રવચનની શરૂઆત માલકોષ રાગમાં કરતાં, દુંદુભી, શરણાઈ આદિ વાજિંત્રોએ તેમાં એવી રીતે સૂર પુરાવ્યું કે, તેના વેગે એક જન ભૂમિમાં પ્રભુનું પ્રવચન સ્પષ્ટતાથી સંભળાવા લાગ્યું.
પ્રભુ મહાવીરની દેશના સર્વભાષાનુગામિની અર્ધમાગધી ભાષામાં હોવાથી સર્વ જીવે માટે તે ચિકર બની અને બાર પ્રકારની પર્ષદા વીણાના સૂર જેવી તે મીણ દેશના સાંભળવામાં તલ્લીન બની.
સર્વ સિધ્ધોને નમન કરી પોતાના પ્રવચનની શરૂઆત કરતા પ્રભુએ સ્તુતિ કરી, બાદ ૩ર દોષ રહિત, ૩૫ અતિશય ચુકત વાણીથી અતિ ગંભીરતાપૂર્વક દેશના ચાલુ કરી.
સર્વજ્ઞ પ્રભુ મહાવીરની અવધિજ્ઞાનયુક્ત દેશના નીચેના સાત મુદ્દાઓ પર
અદભૂત અસરકારક બની હતી.
૧. “પ્રભુએ જીવ, અજીવ, પૂણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા. બંધ અને મોક્ષનું
અસ્તિત્વ પોતાના પ્રવચનમાં અતિ સૂક્ષમતાપૂર્વક સમજાવ્યું. ૨. “નરક શું છે? નરકમાં ક્યા કયા પ્રકારના દુ:ખે ભેગવવા પડે છે, અને જીવ નરકમાં કઈ રીતે જાય છે? તેમજ તિર્યંચ ગતિમાં જીવોને કયા પ્રકારના શારીરિક તેમજ માનસિક
કષ્ટ સહન કરવા પડે છે એનું વર્ણન પણ પ્રભુએ સચેટતાપૂર્વક કર્યું. પછી ૩. “મનુષ્યગતિને અધિક મહત્વપૂર્ણ અને સુલભ બતાવતા અને તેની સફળતાથે પાંચ
મહાવ્રત, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને સભ્યત પર ભાર મૂકતાં પ્રભુએ જણાવ્યું કે સંયમી સર્વવિરતિ શ્રમણ, સંસારભ્રમણનો અંત કરી સાત આઠ ભમાં કર્મમુક્ત બની આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે.” ૪. “મુનિ ધર્મના પાલનાથે સંયમી શ્રમણે અંગીકાર કરેલ પાંચ મહાવ્રત જેવા કે પ્રાણા
તિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ અને પરિગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com