________________
[ ૧૫૨ ]
તપશ્ચર્યાંના આહારપાણી અંગે સમાધાન
આ કાળના જીવેાના મનમાં વખતે શંકા પણ થાય કે, આટલા બધા દિવસ આહાર અને પાણી સિવાય ટકી કેમ શકે ? અથવા એ પ્રમાણે આહાર કર્યા સિવાય તપના સમયમાં મન સ્થિર રહી તપશ્ચર્યા શાંતિથો થઇ શકે કે કેમ ?
વિશ્વજ્યાતિ
આ પ્રકારે ઉદ્ભવતી શંકાના સમાધાનમાં સૂત્રકાર જ્ઞાની આચાર્ય ભગવંતે જણાવે છે કેતીર્થંકર તથા ચરમશરીરી આત્માઓના શરીરની રચના અદ્વિતીય પ્રકારની હાય છે, જેને જૈન પિરભાષામાં ‘વઋષભનારાચ સઘયણ” એવું નામ આપેલું છે.
આ પ્રકારના શારીરિક આત્મા પર ગમે તેવું કષ્ટ પડે તે પણ સહન કરવાની અને મનને સ્થિર રાખવાની શક્તિ, ધણી ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે.
તીર્થ કા જન્મથી જ અવધિજ્ઞાની હોય છે. પૂર્વભવાનું તેઓને જ્ઞાન ડાય છે, તેથી હવે તેના કરતા વિશેષ પ્રકારના કે તેવા પ્રકારના આહારની તેમના મનમાં જિજ્ઞાસા હોતી નથી. તેમજ નારકી અને તિર્યંચના ભવમાં પરવશપણે આહાર વિના જીવે દુ:ખ ભગવે છે તેનું જ્ઞાન છે. તેમના પરવશપણામાં ક્ષુધા તથા તૃષાના કષ્ટ આગળ આ સ્વેચ્છાપૂર્ણાંક કરેલા તપનું કષ્ટ તેમને અતિ અલ્પ લાગે છે.
આહાર કરવા એ આત્માના સ્વાભાવિક ગુણુ નથી. તેને તે અનાહારીપણાને સ્વભાવ છે. આહાર તે માત્ર શરીર(પુદ્ગલ)ના પેાષણ-ટકાવ અર્થે જ કરવાના હોય છે. જેમાં તીર્થંકર દેવાના જીવનની મહત્તા તો ત્યાં જ છે કે, “તેઓ જન્મથી જ પુદ્ગલાની નહિં પણ આત્માનદી હોય છે. તેથી તેઓ ફક્ત શરીરને આયુષ્યકાળ સુધી નભાવવાની ખાતર જ આસક્તિ રહિતપણે આહાર કરે છે.
હવે મધ્યમ પાવાપુરીના ઉદ્યાનથી વિહાર કરી શ્રમણુ ભગવાન મહાવીર ભૃભિય ગામની સમીપ જીવાલુકા નદીના ઉત્તર તટ પર રહેલ દેવાલયની સમીપ સાલ વૃક્ષના નીચે ગાદોહિકા આસનથી ધ્યાનમગ્ન બન્યા.
નિર્જળ ષષ્ઠ ભક્તનું પ્રત્યાખ્યાન કરી શુકલધ્યાનના આરંભ કર્યો. અને તુરત જ આ ધ્યાનની પહેલી બે શ્રેણિએ પાર કરી જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેહનીય અને અ ંતરાય આ ચાર ઘાતી કર્મોના નાશ કર્યાં.
આ સમયે એટલે "શાખ શુદ ૧૦ના રેજ ચેાથા પ્રહરના સમયે પરમાત્માને કેવળજ્ઞાન તેમજ કેવળદર્શન પ્રાપ્ત થયાં.
જીવાલિકાના તટ પર પ્રથમ સમવસરણ
ભગવાનની કેવળપ્રાપ્તિના સમાચાર દેવદુંદુભીદ્વારા સાંભળી દેવેએ સ્વર્ગથી આવી સમવસરણ(ધર્મ સભા)ની રચના કરી. આ સમવસરણમાં દેવતાએ જ ઉપસ્થિત થયા હતા તેથી વિરતિરૂપ સંયમને લાભ કાઇ પણ પ્રાણીને મળી શકયા નહિ; આ આશ્ચર્યજનક ઘટના જૈના ગમેામાં અચ્છેરાના નામથી પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com