________________
[૧૫૦ ]
વિશ્વતિ
પ્રકરણ અગિયારમું
(તેરમું ચાતુર્માસ વિ. સં. પૂ. ૪૯૮) બારમું ચાતુર્માસ પૂર્ણ કરી પ્રભુ ફરતા ફરતા જામિયગામે પધાર્યા. અહીં કંઈક સમય રહી ભગવાન ત્યાંથી મેંદ્રિય ગામ થઈ છગ્ગાસી પધાર્યા અને ગામની બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
સંધ્યાકાળે એક ગોવાળ ભગવાનની પાસે બળદ મૂકી ગામમાં ગયે. નિરંકુશ બળદ ચરતા ચરતા જંગલમાં ચાલ્યા ગયા. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે બળદ ન જોયા. એણે તપસ્વી ભગવાનને પૂછ્યું: હે દેવાર્ય ! મારા બળદ કયાં છે? આ સમયે ધ્યાનસ્થ પ્રભુ મૌન રહ્યા એટલે વાળને શંકા થઈ કે-તેમણે જ બળદને સંતાડી દીધા છે એટણે તેણે ક્રોધિત બની ભગવાનના કાનમાં કાંસાની બે સળી જેરથી ઠેકી દીધી (પૂર્વે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શયાપાલકના કાનમાં ઉકળતું શીશું રેડવાને બદલે અહીં આ ભવમાં ગોવાળે લીધે). ક્ષમાવત પ્રભુએ આ અસહા ઉપસર્ગ થયા છતાં અપૂર્વ શાંતિ ધારણ કરી. બાદ છમ્માસીથી વિહાર કરી પ્રભુ મધ્યમ પાવાપુરીમાં પધાયો અને ભિક્ષાચયોથે ફરતા ફરતા સિદ્ધાર્થ વણિકને ઘેર ગયા.
સિદ્ધાર્થ પિતાના મિત્ર ખરક નામન. ની સાથે આ સમયે વાત કરી રહેલ હતો. ભગવાનને દેખી તે ઉો ને આદરપૂર્વક વંદન કર્યું તેમજ બહુમાનપૂર્વક ભિક્ષા આપી. તે સમયે સર્વ પ્રકારના લક્ષણ યુક્ત હોવા છતાં કંઈક પ્લાન લાવણ્યને જોઈને ખરક વૈદ્ય બે -“ભગવાનનું શરીર સવ લક્ષણસંપન્ન હોવા છતાં કંઈક શલ્ય દેખાય છે.”
સિદ્ધાર્થે કહ્યું:-મિત્ર, ભગવાનના શરીરમાં કયાં શલ્ય છે તેની તપાસ કર.
ખરકે બારીકાઈથી સર્વ અંગોપાંગ જોઈ કહ્યું. ભગવાનના બને કાનમાં કોઈ દુષ્ટ શલાકાએ ઠેકી દીધી છે.
સિદ્ધાર્થ–હે દેવાનુપ્રિય ધનવંતરી સમાન વૈદ્ય! બંને શલાકાઓ જલદીથી કાઢી નાખે અને મહાન તપસ્વીને નિશલ્ય બનાવવામાં સહાયક બને. જ્યાં સુધી ભગવંતના કર્ણમાં શલ્ય રહેશે ત્યાં સુધી મારું શરીર પણ સતત શલ્યથી ભેદાયા કરશે માટે આ બાબતમાં જે કંઈ સર્વ કરવું ઘટે તે ઉપાય કરો. મારું ધન તે શું પણ તે ખાતર મારા જીવિતને પણ તમે વિચાર ન કરશે.
વૈદ્ય અને વણિકે શલાકાઓ કાઢવા માટે તૈયારીઓ કરવા લાગ્યા પરંતુ નિ:સ્પૃહી એવા ભગવાન તે ત્યાંથી ચાલી નીકળ્યા.
પછી ભગવાનના સ્થાનને પત્તો મેળવી સિદ્ધાર્થ અને ખરક, ઔષધી અને પુરુષે લઈ ઉદ્યાનમાં ગયા અને ભગવાનને તેલના કુંડામાં બેસાડી બલીષ્ઠ પુરુષ દ્વારા માલીસ કરાવી કાનના શૈલ્ય ઢીલા કર્યા, પછી ચપળતાથી ખરક વૈધે હસ્તલાઘવથી રુધિર યુક્ત બંને શલાકાએ ખેંચી કાઢી. તે સમયે મેરુપર્વતને પણ જમણું અંગૂઠા માત્રથી કંપાવનાર પરમાત્માથી એક ભયંકર ચીસ નખાઈ ગઈ. શલ્ય નીકળી જતાં રેહણી ઓષધીને રસ નાખી બંને કણું સાજા કર્યો. પછી વિનયથી ભગવંતને વંદી વૈદ્ય તથા સિદ્ધાર્થ સ્વસ્થાને ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com