________________
વિભુ વર્ધમાન
[૧૪] મળી ત્યારે તે ભગવાનને સમર્થ વ્યક્તિ સમજીને ધર્મચર્ચા કરવા આવ્યો. વંદન કરીને તે બે -હે ભગવન્! આત્મા શું વસ્તુ છે ?
મહાવીર -જે “હું” શબ્દને વાચાર્ય છે તે જ આત્મા છે અર્થાત્ હું સુખી છું, હું દુ:ખી છું વગેરે વાકયામાં રહેલ હું શબ્દથી જે પદાર્થની જાણ થાય છે તે જ આત્મા છે.
સ્વાતિદત્ત:-આત્માનું સ્વરૂપ, અને એનું લક્ષણ શું છે? તે સમજાવો. મહાવીર-આત્મા અતિ સૂક્ષ્મ અને રૂપાતીત છે અને તેનું લક્ષણ ચેતના છે. સ્વાતિદત્ત -સૂક્ષ્મ અર્થ શું છે? મહાવીર –જે ઈન્દ્રિયથી ન જાણી શકાય તે. સ્વાતિદત:- શબ્દ, ગધ અને વાયુ સૂક્ષમ માની શકાય છે?
મહાવીર :-નહિ, શબ્દ તગ્રાહ્ય છે. ગંધ નાસિકાનો વિષય છે. અને વાયુને સ્પર્શેન્દ્રિયથી સંબંધ છે અને તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જે કાઈ પણ ઈન્દ્રિયને વિષય નથી તે સૂક્ષમ છે.
સ્વાતિદત્તઃ-તે શું જ્ઞાનનું નામ આત્મા છે?
મહાવીર :–ના, જ્ઞાન એ આત્માને અસાધારણ ગુણ છે. જેને જ્ઞાન હોય તે આત્મા જ્ઞાની કહેવાય છે.
સ્વાતિદત્ત –ભગવંત! પ્રદેશનો અર્થ છે?
મહાવીર :-પ્રદેશનને અર્થ ઉપદેશ છે, અને તે બે પ્રકારના કહ્યા છે. ધાર્મિક પ્રદેશના અને અધાર્મિક પ્રદેશન.
સ્વાતિદત્તઃ-હે જ્ઞાની દેવાર્ય ! પ્રત્યાખ્યાનને અર્થ છે?
મહાવીર :-પ્રત્યાખ્યાનને અર્થ નિષેધ છે. તે પણ બે પ્રકારના છે. મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન.
આત્માની દયા, સત્યવાદિતા વગેરે મૂળ-સ્વાભાવિક ગુણોની રક્ષા તથા હિંસા, મૃષાવાદિતા વગેરે વૈભવિક પ્રવૃત્તિઓને ત્યાગ, મૂળગુણ પ્રત્યાખ્યાન છે અને તે મૂળગુણના સહાયક સદાચારના પ્રતિકૂળ વતનના ત્યાગનું નામ તે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન.
ઉક્ત પ્રશ્નોત્તરીથી સ્વાતિદત્તને ખાતરી થઈ કે, દેવાર્ય ફક્ત તપસ્વી નહિ પરંતુ અભૂત જ્ઞાની પણ છે. તે ભગવંતનું પ્રતિદિન બહુમાન કરવા લાગ્યા.
અહીં બારમું ચાતુર્માસ પ્રભુએ પૂર્ણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com