________________
[૧૪૮ ].
વિશ્વતિ ઘેરે ઘા. દધિવાહન નાશી ગયે. શતાનીકના સૈનિકે જે જે હાથમાં આવે તે લૂંટવા લાગ્યા. રાજાના નાસી જવાથી પટરાણ ધારણ અને રાજપુત્રી વસુમતી નાસી જવાની તૈયારી કરતા હતા તેવામાં એક સૈનિકના હાથમાં સપડાઈ ગયા. સૈનિકની પિતાને પત્ની બનાવવાની ઈચ્છા જાણી ધારિણીએ દેહત્યાગ કર્યો. સૈનિકે વસુમતીને ચંપાનગરીમાં ધનાવહ શ્રેષ્ઠીને વેચી નાખી. ધનાવહ શ્રેષ્ઠીને કાંઈ સંતાન ન હતું, તેણે પુત્રી તરીકે વસુમતીને સ્થાપી અને તેનું “ચંદનબાળા નામ રાખ્યું. શેઠની પત્ની મૂળ ઈર્ષાળુ હતી. તેણે ચંદનાનું વિકસ્વર યૌવન અને પ્રફુલ્લિત વદન, સુંદર રૂપ અને પ્રમાણબદ્ધ ગાત્રો જોઈ વિચાર્યું કે-શેઠ જતે દિવસે તેને પત્ની બનાવશે એટલે તે ચંદનાનું કાસળ કાઢવાને ઉપાય કરવા લાગી. તેવામાં અચાનક શેઠ વ્યાપારાર્થે બે ત્રણ દિવસ બહારગામ ગયા, એ તકને લાભ લઈ મૂલાએ ચંદનાનું મસ્તક મૂંડાવી, હાથ-પગમાં બેડીઓ પહેરાવી, ભેંયતળીયાની એક ઓરડીમાં તેને પૂરી દીધી.
બહારગામથી આવતાં જ શેઠે ચંદનાની તપાસ કરી તે ચંદનાનો પત્તો મળે નહી. મૂળા શેઠાણીની બીકથી કેઈએ સાચી હકીકત જણાવી નહીં એટલે શેઠને ઘણે રેષ થયો. છેવટે એક વૃદ્ધ દાસીએ સત્ય હકીકત કહી. તે સાંભળતાં જ શેઠ ભેંયતળીયાની એારડી તરફ દોડ્યા. ત્રણ દિવસની ભૂખી-તરસી ચંદનાને કંઇક ભેજન આપવા તપાસ કરી તો ફક્ત અડદના બાકળા જ તેની નજરે ચડ્યા તે તેને આપીને જલદી બેડી તોડવા માટે તેઓ લુહારને બેલાવવા ગયા. આ બાજુ ત્રણ દિવસની ભૂખી ચંદનબાળા વિચારે છે કે-જે કઈ ભિક્ષાથી આવી ચડે તે તેને ભિક્ષા આપીને પછી હું અઠ્ઠમનું પારણું કરું. આ બાજુ પરમાત્માને પણ પાંચ માસ ને ચોવીશ દિવસ પસાર થઈ ગયા. પચીશમા દિવસના મધ્યાહુને જાણે તેના પુણ્યથી જ આકર્ષાઈને આવ્યા હોય તેમ ભગવત મહાવીર ભિક્ષાથે ત્યાં જ આવી ચડ્યા. જયાં જ્ઞાનબળથી પ્રભુએ જાણ્યું કે, પિતાના અભિગ્રહ પ્રમાણે સર્વ વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. ફકત ચંદનાના નેત્રોમાં અશ્રુ નહતા એટલે ભગવંત પાછા ફરી ગયા. ભગવંતને પાછા ફરતાં જોઈ ચંદના પિતાના દુદેવને ઠપકો આપતી હોય તેમ કરુણ સ્વર વિજ્ઞપ્તિ કરવા લાગી. તેના નેત્રમાં અશ્રુ આવી ગયા. અશ્રુને નીહાળતાં જ પરમાત્માએ પોતાનું કરપાત્ર ભિક્ષા માટે આગળ ધર્યું એટલે પોતાને અહોભાગી ને ધન્ય માનતી ચંદનાએ પરમાત્માને અડદના બાકળા વહેરાવ્યા. પાંચ માસ ને પચીશ દિવસે આ રીતે પરમાત્માને ઘેર અભિગ્રડ પૂર્ણ થયે. દેવોએ દુંદુભી વગાડી, પુષ્પવૃષ્ટિ કરી, ગંદકની વૃષ્ટિ કરી અને સાડાબાર કોટી સુવર્ણની પણ વૃષ્ટિ કરી. સમસ્ત નગરીમાં આનંદ-આનંદ વ્યાપી ગયે. શતાનીક રાજવી અને સુગુપ્ત મંત્રી પણ નગરજને સાથે આવ્યા. ચંદનાનું બંધન તૂટી ગયું, વિશાળ કેશપાશ પ્રગટ થયે. હાર, અર્ધહાર, કટીસૂત્ર, કડાં અને તિલક પ્રમુખ અલંકારથી ચંદનાનું શરીર સુશોભિત બની ગયું. મૃગાવતીને જાણ થઈ કે-વસુમતી એ પારણું કરાવ્યું. વસુમતી તેની ભાણેજ થતી હતી એટલે તે તેને બહુમાનપૂર્વક રાજમહેલમાં લઈ ગઈ.
ચંદનબાળાના હાથે બાકુળાનું પારણું કરી બીજે દિવસે પ્રભાતના પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. અને સુમંગળ સુક્ષેત્ર સંનિવેશમાં જઈ ત્યાંથી પાળક ગામ પધાર્યા. ત્યાંથી પ્રભુ ચમ્પાનગરી પધાયો અને ચાતુમોસિક તપ કરી ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની યજ્ઞશાળામાં પ્રભુ વષોવાસ રહ્યા.
ત્યાં ભગવાનની તપ સાધનાથી ખેંચાઈ પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના યક્ષો પ્રભુના દર્શને આવ્યા અને ભગવંતની આદરસત્કારપૂર્વક ભક્તિ કરી. સ્વાતિદત્તને જ્યારે આ માહિતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com