________________
વિભુ વર્ધમાન
[૧૪૭] સાંજે કામકાજ પતાવી કચેરીથી અમાત્ય ઘેર આવ્યા ત્યારે ઉદાસીન નદીએ કહ્યું: તમારું અમાત્યપદ શા કામનું ? લગભગ ચાર મહિના થવા આવ્યા છતાં ગામમાં ભિક્ષા પધારતા તપસ્વી દેવાયની ભિક્ષાની આપ ચર્ચા પણ નથી કરતા? આપનું ચાતુર્ય અને કુશળતા શું પ્રભુના અભિગ્રહને પાર પામી શકે તેમ નથી?
ચિંતાતુર બનેલ પત્નીને આશ્વાસન આપતા અમાત્યે કહ્યું હે પ્રિયે! તમે આ સંબંધી હવે ફીકર ન કરે, હું ભગવંતના અભિગ્રહની પૂર્તિ માટે પૂરેપૂરો પ્રયાસ કરીશ.
આ સમયે વાગવાનના અભિગ્રહ સંબંધી સારાય કૌશામ્બીમાં ચર્ચા થઈ રહી હતી. આ ચર્ચા મૃગાવતી રાણીની દાસીએ પણ સાંભળી અને મહેલમાં જઈ મૃગાવતીને તે હકીકત નિવેદિત કરી. રાણી મૃગાવતી શ્રાવિકા હતી. તે પણ આ હકીકત સાંભળી ઘણે ખેદ પામી. આ પ્રસંગે રાજાને ઉપાલંભ પૂર્વક કહ્યું કે-ભગવંત મહાવીર ચાર ચાર માસથી આપણું આ વિશાળ નગરીમાં ભિક્ષા વિના વિચારે છે છતાં તમે આ હકીકત પરત્વે લક્ષ કેમ આપતા નથી? કોઈ પણ ઉપાય ભગવંતન અભિગ્રહ પૂર્ણ કરવું જોઈએ.
રાજા શતાનીકે સાધ્વી સ્ત્રી મૃગાવતીને આશ્વાસન આપ્યું અને પોતે ભગવંતનો અભિગ્રહ પૂર્ણ કરવા માટે દરેક પ્રયાસ કરશે તેમ જણાવી તે રાજ દરબારમાં આવ્યા. રાજસભા એક થઈ. દરેક ધર્મોના ધર્માચાર્યોને પણ હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું. રાજ શતાનીકે ભગવત મહાવીર સંબંધી હકીકતને નિર્દેશ કરી પૃછા કરી કે-ધર્મશાસ્ત્રમાં બધા મતવાદીઓના આચારે દર્શાવેલા છે તે તમે વિદ્વાને જણાવે કે, ભગવંતે કે અભિગ્રહ ધારણ કર્યો છે અને તે કઈ રીતે પૂર્ણ થઈ શકે? ધર્માચાર્યો આ સવાલને કંઈ જવાબ આપી શકયા નહી એટલે રાજવીએ સુગુપ્ત અમાત્યને કહ્યું કે-તું તે બુદ્ધિમાન છે, વળી અન્યના વિચાર જાણવામાં કુશળ છે, તે તું વિચાર કરીને જણાવ કે, હવે ક ઉપાય ગ્રહણ કરે?
ક્ષણભર વિચારીને સુગુપ્ત જણાવ્યું કે-રાજન ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ભિન્ન ભિન્ન ઘણું અભિગ્રહે તેમજ સાત પિંડેષણ અને સાત પ્રકારની પાન-એષણ બતાવેલ છે, તેથી કઈ પણ પ્રકારે અભિપ્રાય-અભિગ્રહ સમજી શકાતું નથી એટલે રાજવીએ નગરીમાં ઉલ્લેષણ કરાવી કે-ભિક્ષા માટે ભમતા ભગવંતને અનેક પ્રકારની ભિક્ષાઓ ધરવી. રાજજ્ઞા થતાં કે અનેક પ્રકારની વિવિધ ભિક્ષાએ પરમાત્માને વહેરાવવા લાગ્યા, પરતુ ઈચ્છિત અભિગ્રહ પ્રમાણે ભિક્ષા પ્રાપ્ત થતી ન હોવાથી અમ્લાન ભાવે તેમજ અજ્ઞાત પણે પરમાત્મા તે જ નગરીમાં વિચરી રહ્યા છે.
આ પ્રમાણે પાંચમે માસ પણ પૂર્ણ થઈ ગયે, છતાં પરમાત્માને ભિક્ષા પ્રાપ્ત ન થઈ. લોકોમાં ખળભળાટ મચી ગયે. રાજવી તેમજ રાણી પણ ચિંતાગ્રસ્ત બની ગયા.
પ્રભુના પારણાના કારણભૂત રાજકીય અજબ ઘટના બની જેના વેગે તપસ્વી દેવાર્યના અભિગૃહની પૂર્તિ થઈ. તે આશ્ચર્યજનક ઘટના આ પ્રમાણે છે.
એવામાં શતાનીક રાજવીના ચરપુરુષોએ આવી બાતમી આપી કે-ચંપાનગરીના રાજા દધિવાહનને પરાજિત કરવાને આ સુયોગ્ય સમય છે. શતાનીકે ઓચિંતે જ ચંપાનગરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com