________________
(૧૪૬ )
વિશ્વ જ્યોતિ આ પ્રમાણે ચમરેન્દ્રને અભય આપી શકેન્દ્ર સ્વસ્થાને ગયા. અને ચમરેન્દ્ર પ્રભુના ચરણુયુગલમાંથી બહાર નીકળી અંજલી જેડીને સ્તુતિ કરતાં કહ્યું: હે પ્રભુ! આપ સર્વ જીવના જીવન ઔષધરૂપ છે તેમજ આપ મારા જીવનદાતા છે. આ પ્રમાણે આપના શરણે આવવાથી કુંથવા રૂપધારી મારા જીવને જ્યાં અભયદાન મળ્યું ત્યાં, માનવભવ ધારી આપના પરમ ભકતગણને માટે આપનું ધમ શરણ ભવસાગરના તરણતારણ માટે માર્ગદર્શક બને તેમાં આશ્ચર્ય શું હોય ? હે પ્રભુ! અજ્ઞાનતાથી પૂર્વભવમાં મેં બાળતપ કર્યું હતું, તેથી આ અસુરેન્દ્રપણારૂપ ફળ મને પ્રાપ્ત થયું છે. હું અજ્ઞાનતાથી આ સર્વ ઉપદ્રવના કારણભૂત બન્યું હતું, પણ છેવટે આપના શરણથી જ મારે બચાવ થયે છે. હવે મારો મોહ દૂર થાય છે. મને ત્રણ જગતના નાથ અને સર્વભુવનને વંદનીય એવા આ૫ તરણતારણ પ્રભુનું રક્ષણ પ્રાપ્ત થયું છે તે હું મને પિતાને પરમ ભાગ્યવંત માનું છું તેમજ સદાને માટે આપનું શરણ સ્વીકારું છું. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પ્રભુની સ્તુતિ કરી ચમહેંદ્ર પિતાની ચમચંચા નગરીએ ગયે. -
પ્રાત:કાળે એકરાત્રિક પ્રતિમારૂપી ધ્યાનને પારી અનુકમે વિહાર કરતા પ્રભુ નંદીગામ આવ્યા. અહીંના નંદરાજાએ પોતાના મિત્ર સિદ્ધાર્થ રાજવીના ગુણગણ સંભારી, ધર્મ ચક્રવતી પ્રભુને આદરપૂર્વક સત્કાર કર્યો. પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી મેંઢક ગામે પધાર્યા. અહીં ખીજાયેલ ગેવાળ દોરડું હાથમાં લઈ પ્રભુને મારવા સામે ધર્યો. આ સમયે અવધિજ્ઞાની ઈંદ્ર, જે પ્રભુના દર્શને આવી રહેલ હતું તેણે સ્વશક્તિથી તેને ખંભિત કરી, તપસ્વી દેવાર્ય પાછળ રહેલ રક્ષક એવા ઇંદ્રની દેવી શક્તિને પરિચય આવ્યો. ઈદ્રમહારાજાએ પ્રગટ થઈ, પ્રભુને ભાવપૂર્વક નમન કરી, ગવાળને મુકત કરી સ્વસ્થાને ગયા.
આ પ્રમાણે ડગલે ને પગલે પરિષહ-સહનને કર્મનિર્જરા માનતા પ્રભુ ત્યાંથી વિહાર કરી કૌશંબીનગરે આવ્યા.
દિવસ પિષ વદ પ્રતિપદાન હતું. તે દિવસે તેઓશ્રીએ ભિક્ષા વિષયક એ ઘેર અવિગ્રહ કર્યો કે, “મુંડિત શીર હોય, હાથ-પગમાં બેડી હોય, ત્રણ દિવસની ભૂખી હોય, ભિક્ષાને સમય વીતી ગયે હાય, એક પગ દ્વારની અંદર અને એક પગ દ્વારની બહાર રાખી ઊભી હોય, તથા દાસીપણાને પ્રાપ્ત થએલ એવી કઈ રાજકુમારી આંખમાં વહેતા અશ્રુસહ શિક્ષા આપશે તે જ મારે સ્વીકારવી. ઉપરોક્ત અભિગ્રહસહ ભગવાન હંમેશાં કૌશામ્બીમાં ભિક્ષા–ચર્યા માટે જતા હતા, પરંતુ કેઈ પણ સ્થળે અભિગ્રહની પૂર્તિ થતી નહોતી. આ પ્રમાણે ફરતા ફરતા ચાર મહિનાના પરમાત્માને ઉપવાસ થયા છતાં પણ અભિગ્રહ યુક્ત ભિક્ષા પ્રાપ્ત થઈ નહિ.
એક દિવસ દેવાર્ય કૌશામ્બીના પ્રધાન સુગુપ્તના ઘેર પધાર્યા. અમાત્યપત્ની નન્દા શ્રાવિકા ભક્તિપૂર્વક ભિક્ષા લઈ આવી પરંતુ ભગવંત ભિક્ષા ગ્રહણ કર્યા વગર પાછા ફર્યા. ભગવંત પાછા જવાથી નંદાને પશ્ચાત્તાપ થયે ત્યારે દાસીઓએ કહ્યું: હે દેવી ! આ દેવાય તે જ નગરમાં પધારે છે અને કંઈ પણ લીધા વિના જ પાછા ફરે છે. તેથી નન્દાએ નિશ્ચય કર્યો કે-ચોક્કસ ભગવાનને કોઈ દુર્ગમ અધિગ્રહ હવે જોઈએ કે જેથી તેઓ ભિક્ષા લેતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com