________________
વિભુ વર્ધમાન
[૧૪૫] અતિદુર્મદ ચમરેન્દ્ર શકેન્દ્રને મદાંધતાથી પડકારતા કહ્યું –હે ઈંદ્ર! ચમરચં ચા નગરીના સ્વામી, વિશ્વસમૂડના અતુલ પરાક્રમી મારી દેવિક શક્તિને તમને હજુ પરિચય થયો નથી તેથી જ તમે પિતાને બીનહરીફ માની, આ ખુશામતીયા દેના વૃદથી ઘેરાઈ મારા મસ્તક પર સૌધર્મ દેવલેકમાં બિરાજી રહ્યા છે.
આ સમયે કેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતાં તેમને આ બધું તોફાન મદાંધ ચમરેન્દ્રનું જણાયું. પછી તેમણે ભ્રકુટી ચઢાવી હસતાં હસતાં ચમરેન્દ્રને કહ્યું- હે મિથ્યાભિમાની ચમરેન્દ્ર ! તેં તારી શક્તિ અને મર્યાદાને વિચાર ન કરતાં ગધ થઈ શક્તિ ઉપરાંતનું સ્વનાશના કારણભૂત એવું સાહસ કર્યું છે. હજુ પણ તું સ્વજીવનરક્ષાની આશા રાખતે હે તે અહીંથી નાસી જા, નહિ તો તારા બૂરા હાલ થશે.
દેવવર સૌધર્મેદ્રના કથનની મદાંધ ચમરેંદ્ર પર કશી જ અસર થઈ નહિ. તેણે પિતાને તાંડવ નૃત્યમય ઉત્પાત ચાલુ રાખ્યું, જેથી શક્રેન્દ્ર પ્રલયકાળના અગ્નિસમ પ્રજવલિત વા તેના પર છેડયું. તડતડાટ ગગનભેદી અવાજ કરતા વજથી અમરેન્દ્ર ભયભીત બન્યા. અને પોતે વિકલ ભયંકર રૂપ સંહરી લઈ, કેસરીસિંહથી જેમ મૃગ ભાગે તેમ, સ્વરક્ષણાર્થે દયાળુ ભગવંતના શરણે જવા ત્યાંથી ભાગ્યે.
આગળ ચમરેન્દ્ર ને પાછળ તેજોમય જવાળાઓ છોડતું વજ. અગ્નિક વિખેરતું, હજાર સ્પલિગેથી વિક્ષેપ પમાડતું તે વા વેગથી ચમરેન્દ્રની પાછળ પડયું.
આ સમયે પાતાળમાં પેસી જવા જેટલું સામર્થ્ય છતાં પોતાનો બચાવ નથી એમ માની ચમરેન્દ્ર, પ્રભુના ચરણકમળ પાસે આવી પહોંચ્યું. અને સ્વરક્ષણથે પ્રતિમાધારી કાઉસગ્ગ ધ્યાની પ્રભુનું શરણું સ્વીકારી, અતિ લઘુ શરીર કરી પ્રભુના બન્ને પગ વચ્ચે ભરાઈ જઈ “શરણ શરણ પોકારવા લાગ્યા.
સમય કટોકટીને હતે. અમરેન્દ્ર મહાન શકિતશાળી-સાક્ષાત દેવાત્માનું શરણ સ્વીકાર્યું હતું કે, જ્યાં કેન્દ્રના વજને પણ પ્રભુના ચરણકમળથી ચાર આંગળ દૂર રહેવું પડયું. એટલામાં તો વજીની પાછળ રહેલ કેન્દ્ર પણ પ્રભુ પાસે આવી પહોંચ્યા. તેમણે વજને પકડી કાબૂમાં લીધું. એટલે તે શાંત પડી ત્યાં જ સ્થિર થયું. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણપૂર્વક વંદન કરી સૌધર્મ ઇંદ્રરાજે અંજલી જેડી ભક્તિરસ ભરપૂર વાણીથી સ્તુતિ કરતા કહ્યું – “હે નાથ ! આ ચમરેન્દ્ર ઉદ્ધત થઈ મને ઉપદ્રવ કરવા દેવલોકમાં આવ્યું હતું. તે હવે આપનું શરણ લઈ, પિતાને બચાવ શોધી રહેલ છે. તેની પાછળ પડેલ મારું વજ આપના પ્રભાવે અહીં જ સ્તંભી ગયું છે તેમજ મને પણ તેના વેગે અને મારા પુણ્યપ્રભાવે આપના દર્શનને અમૂલ્ય લાભ મળે છે.”
પછી શકે ચમરેન્દ્રને બંધુત્વભાવે કહ્યું: હે ચમર! આ સમયે તમે વિશ્વને અભય આપનાર પ્રભુના શરણે આવેલ છે તે બહુ જ સારું કર્યું છે. હું પણ આ પ્રભુને પરમભકત અને સેવક છું અને તમે પણ તેમના જ શરણે આવ્યા છે તેથી તમે પણ તેમના સેવક છો, જેથી હવે આપણે બને અહીં સમાન બંધુઓ બનીએ છીએ. તમારા સર્વે અપરાધની ક્ષમા કરી હું તમને છોડી દઉં છું. તમો ખુશીથી હવે તમારા સ્થાને જઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com