________________
[ ૧૪૪ ]
વિશ્વજ્યાતિ
પ્રકરણ દસમું બારમું ચાતુર્માસ (વિ. સ*, પૂ. ૪૯)
અનુક્રમે વિહાર કરતા પ્રભુ સુસુમારપુર નગરના અશેકખંડ ઉદ્યાનના અશેકવૃક્ષ નીચે એક વિશાળ શિલાપટ પર અઠ્ઠમ તપ આદરી, એક પુદ્ગલ પર ધ્યાન સ્થિર કરી કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા હતા. તપસ્વી દેવાનું તપતેજ અદ્ભૂત પ્રકાશિત અને અલૌકિક દેખાતુ હતુ
એવામાં શક્રેન્દ્રના વ્રજપ્રહારથી ભયભીત ખની ચમરેન્દ્ર નાનું રૂપ કરી, પ્રભુના ચરણાનું શરણ સ્વીકારી શરણાગત બન્યા. ઇંદ્રાદિક દેવી દેવતાઓના પણ પ્રભુના શરણે કેવા મચાવ થાય છે તેને લગતુ આ ચરિત્ર ગૌરવશીલ હોવાથી અમે તેને સક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ
તે સમયમાં ચમચ'ચા નગરીમાં એક સાગરે પમના આયુષ્યવાળા ચમરેદ્ર નામને ભુવનપતિ દેવાના ઈંદ્ર ઉત્પન્ન થયા હતા. પોતાના ઉપર સૌધર્મ દેવલેકમાં સૌધર્માવત સ± નામના વિમાનમાં સુધમ નામની દેવસભામાં સૌધર્મેદ્રને બિરાજમાન જોયા. તે સૌધર્મેદ્રના ચારાથી હજાર સામાનિક દેવા અને ખીજા કાટાનુકાટી દેવ ઉપાસના કરતા હતા, પ્રમેાદથી દેવાંગનાઓ દિવ્ય નૃત્ય કરી રહી હતી. મેાતીએના ઝુમખા લટકી રહ્યા હતા. ઇંદ્રની આવી ઋદ્ધિ જોઈ તેને ઇર્ષા આવી અને સૌધર્મેદ્રની શક્તિ અને પરાક્રમથી અજ્ઞાત એવા ચમરેંદ્ર તેને નાશ કરવા તૈયાર થયેા. સામાનિક દેવાએ તેને અટકાવ્યા પણ ચમરેન્દ્રે કાઇની વાત સ્વીકારી નહીં. તેને એવા વિચાર થયેા કે—મારા મસ્તક પર બિરાજનાર ઇંદ્ર તે કાણુ માત્ર ? હમણાં જ હું તેને પરાજિત કરીશ. ઇંદ્રને હંફાવવાના નિશ્ચય કરી તે ઊભેા થયા અને હાથમાં મુગળ લઈ સ્વસ્થાનથી નીકળ્યે.
ચમરેદ્રને વિચાર આવ્યે કે- મારા પરિવાર વર્ગ અને સામાનિક દેવે મને સૌધર્મેદ્ર સાથે ખાથ ભીડવા અટકાવે છે તે તેમાં કઈ રહસ્ય હાવુ જોઇએ. કદાચ હું તેમનાથી પરાજિત થાઉં તો મારે કનુ શરણ લેવું? આ પ્રમાણે માનસિક નિશ્ચય કરી ઉપયોગ મૂકતાં તેણે સુસુમારપુરમાં ભગવત મહાવીરને કાઉસગ્ગ ધ્યાનમાં લીન જોયા એટલે તેમનુ શરણુ સર્વોત્તમ છે તેમ વિચારીને તે તત્કાળ ત્યાં આવ્યો. પરમાત્માને વંદન કર્યું અને વિનતિપૂર્વક કહ્યું -હે ભગવન્ ! મારા મસ્તક પર રહેલ શક્રેન્દ્ર મને ખાધક છે. આપના પ્રભાવથી દુર્લભ મનેરથો પણ પૂર્ણ થાય છે તે હું સૌધર્મ ને પરાક્રમહીન ને પ્રભુત્વ રહિત કરવા ઈચ્છું. આ કાર્ય માં આપ મારા રક્ષક બનશે।.
આ પ્રમાણે કહીને વૈક્રિય લબ્ધિને અંગે તેણે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને ઉન્મત્તપણે ઉગ્ર ગર્જનાથી બ્રહ્માંડ સમસ્તને ધ્રુજાવતે તે, જયોતિષ્ઠ દેવાના ભામંડલને વીંધી ક્ષણુભરમાં જોતજોતામાં શક્રેન્દ્ર દેવલાકમાં પણ દાખલ થયો.
આ સમયે ચમરેન્દ્રે પેાતાને એક પગ પદ્મ વેદિકા ઉપર અને ખીજો પગ સુધર્માસભામાં મૂકો. પછી આયુધવડે દરવાજા ઉપર ત્રણ વાર તાડન કર્યું. ઉત્કટ ભ્રકુટી ચઢાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com