________________
વિભુ વર્ધમાન
[ ૧૪૩] આદેશ કર્યો કે–આ શ્રમણને જે કંઈ હોય તે દાનમાં આપીને વિસર્જન કર. સ્વામીની આજ્ઞાથી દાસીએ દાન આપ્યું એટલે પરમાત્માએ તે કર-પત્રમાં ગ્રહણ કર્યું.
પરમાત્માને ચાતુર્માસિક તપનું પારણું થતાં જ દેએ દેવદુંદુભી વગાડી, “અહાદાન અહાદાન” એ દવનિ કર્યો અને અભિનવ શ્રેષ્ઠીના આંગણામાં સાડાબાર કરોડ નૈયાની વૃષ્ટિ કરી. સુગંધી વસ્ત્રો તેમજ પાંચ પ્રકારના સુવાસિત પુપેની પણ વૃષ્ટિ કરી. આ આશ્ચર્ય નીહાળી જનસમૂહું ત્યાં એકત્ર થઈ ગયા અને રાજા પણ ત્યાં આવ્યા. રાજાએ શ્રેષ્ઠીને કારણે પૂછતાં તેણે કપટભાવથી કહ્યું કે-મેં પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક પ્રતિલાલ્યા તેનું જ આ સર્વ ફળ છે.
દેવદુંદુભીને ધ્વનિ સાંભળતાં જ જીરણ શ્રેણીને જણાયું કે–પરમાત્માએ અન્ય સ્થળે પારાગું કરી લીધું છે. તે શાકાકુળ ચિત્તે પિતાના ભાગ્યની નિંદા કરવા લાગ્યું. પરિણામની ધારામાં ભંગ પડ્યો. શાસ્ત્રકાર જણાવે છે કે-જે દેવદુંદુભી થોડી મેડી સંભળાણી હોત તે જીરણ શેઠ પરિણામની શુભ ભાવના ને ભાવનામાં વૃદ્ધિ પામતા ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જાત; પરંતુ અભિનવ શ્રેષ્ઠીને ત્યાં પરમાત્માનું પારણું થતાં દેવદંભી સાંભળતાં તેમના પરિણામની ધારામાં ભંગ પડ્યો અને શ્રાવકની ચરમ સીમાએટલે બારમા દેવલેકનું આયુષ્ય બાંધ્યું, પરમાત્મા પૃથ્વીતળને પાવન કરતાં વિહાર કરી ગયા.
એકદા શ્રી પાર્શ્વનાથ ભગવંતના શિષ્યાચાય નામના મુનિવર પધારતાં નગરજનો સહિત રાજા પણ તેમને વંદન કરવા ગયે. તે સમયે રાજાએ પ્રશ્ન કર્યો કે-મારી નગરીમાં ધન્ય અને અલ્પસંસારી કોણ છે? મુનિવરે જવાબ આપે કે-જીરણ શેઠ ધન્ય અને અપસંસારી છે. રાજાએ કહ્યું, પરમાત્માને દાન તે અભિનવ એકીએ આપેલ છે અને દેવોએ સુવર્ણવૃષ્ટિ તેને ઘરે જ કરી છે. મુનિવરે પુનઃ જણાવ્યું કે-ભાવથી તે જીરણ શ્રેષ્ઠીએ જ પારણું કરાવ્યું છે અને પરમાથે પણ તેને જ પ્રાપ્ત થયેલ. પછી રાજાને જીરણુ શેઠના ભાવનાના સવિસ્તાર હકીકત મુનિવરે જણાવી એટલે રાજા સહિત પૌર લેકે જીરણ શેઠની પ્રશંસા કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com