________________
[૧૪]
વિશ્વતિ એકદા જીરણ શ્રેણી બહાર જતાં કાર્યોત્સર્ગમાં સ્થિત ભગવંત મહાવીર તેના જેવામાં આવ્યા એટલે ભક્તિપૂર્વક વંદન કરી તે ચિંતવવા લાગે કે-આજે તે મધ્યાહ્ન કાળ પણ વ્યતીત થઈ ગયું છે. ભિક્ષા-ગોચરીને સમય પણ ચાલ્યો ગયે છે માટે પરમાત્મા આજે ઉપવાસી જણાય છે. આવતી કાલે મારે ત્યાં પારણું કરાવીશ એ નિર્ણય કરી શ્રેષ્ઠી ચાલે ગયે. બીજે દિવસે આવી પરમાત્માને પારણું માટે પધારવા વિજ્ઞપ્તિ કરી પરંતુ પરમાત્મા મૌન રહ્યા એટલે શ્રેષ્ઠીએ વિચાર્યું કે–પરમાત્માને છઠ્ઠ કરવાની ભાવના હશે. એમ પ્રતિદિન સ્વામીની ઉપાસના કરતાં ચાતુર્માસિક તપ પૂર્ણ થવા આવ્યું. એટલે શ્રેષ્ઠીએ નિર્ણય કર્યો કેઆજે તે પરમાત્મા અવશ્ય પારણું કરશે જ. તે માટે તેમણે પરમાત્માને પિતાના ઘરે પધારવા પુનઃ પુનઃ વિજ્ઞપ્તિ કરી અને પિતે તૈયારી કરવા માટે સ્વ–આવાસે આવ્યો. ઘરે આવી તેમણે કેવા પ્રકારે બહમાનપૂર્વક તૈયારી કરી અને પોતાના ઘરે પરમાત્મા પધારશે તેવા હર્ષાવેશમાં કેટલી અનુમોદના કરી તેને સંક્ષિપ્ત ખ્યાલ પૂ. શ્રી વીરવિજયજી મહારાજે નીચેની પૂજાની ઢાળમાં ગૂંથી લીધું છે તે વાંચવાથી વાચકવર્ગને ઝરણુ શેઠની ભાવના અને સુપાત્રદાનની મહેચછાની સંપૂર્ણ જાણ થશે. પૂ. શ્રી વીરવિજયજી મહારાજે શ્રી ચેસઠપ્રકારી પૂજા અંતર્ગત સાતવેદનીય કર્મીની પૂજામાં કહ્યું છે કે
ચઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજ ઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકલ જરી પથરાવે રે.
મહાવીર પ્રભુ ઘર આવે, જીરણ શેહજી ભાવના ભાવે રે. મહ૦ ૧ ઊભી શેરીએ જળ છંટકાવે, જાઈ કેતકી ફૂલ બિછાવે; નિજ ઘર તોરણ બંધાવે, એવા મીઠાઈ થાળ ભરાવે રે. મહા૦ ૨
અરિહાને દાન જ દીએ, દેતાં દેખી જે રી; પહ્માસી રેગ રહીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે. મહા૦ ૩ તે જિનવર સન્મુખ જાવું, મુજ મંદિરિએ પધરાવું; પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે મહા૦ ૪ પછી પ્રભુને વોળાવા જઈશું, કર જોડીને સન્મુખ રહીશું; નમી વંદી પાવન થઈશું, વિરતિ અતિ રંગે વરીશું રે. મહા૦ ૫ દયા દાન ક્ષમા દિલ ઘર, ઉપદેશ સજજનને કરશું: સત્ય જ્ઞાન દિશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે. મહાવ ૬ ઈમ છરણ શેઠ વદતા, પરિણામની ધારે ચઢતા; શ્રાવકની સીમે કરંતા, દેવદુંદુભિનાદ સુણુતા રે. મહા૦ ૭ કરી આ પૂરણ શુભ ભાવે, સુરલોક અશ્રુતે જાવે; શતાવેદની સુખ પાવે, શુભવીર વચનરસ ગાવે રે. મહા. ૮
આ બાજુ જીરણ શેઠ પારણા માટે વિજ્ઞપ્તિ કરીને ગયા પછી પ્રભુ સમય થતાં ભિક્ષાચર્ચા માટે ઉદ્યાનમાંથી નીકળ્યા અને નગરમાં જતાં ભાગ્યયેગે અભિનવ શ્રેષ્ઠીને ત્યાં જઈ ચડ્યા. સમૃદ્ધિ અને ધનસંપત્તિને કારણે ગવષ બનેલા તે અભિનવ શ્રેણીએ પિતાની દાસીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com