________________
વિભુ વર્ધમાન
[૧૧] સંગમદેવના વચન સાંભળી ભગવાને શાંતિપૂર્વક કહ્યું: “સંગમ! હું કેઇના વચનોની અપેક્ષા નથી રાખતે. હું તે મારી પિતાની ઈરછાનુસાર ચાલું છું. હે સંગમ! તું મારી ચિંતા ત્યજી દે. જ્યારે અવસર આવશે ત્યારે મારા પોતાના કાર્યમાં હું પ્રવૃત્ત થઈશ.”
ભગવાનના અતુલ ધૈર્યથી છ મહિનાને અંતે હાર પામી સંગમદેવ ત્યાંથી ચાલ્યા ગયે. દેવલોકમાં જતાં ઈદ્રમહારાજે તેની નિર્ભસના કરી. તેને પરિવાર પણ તેનાથી ઉદાસીન અને ઉદ્વિગ્ન બની ગયે. ઈકે તેને પાદપ્રહાર કરી દેવલોકમાંથી કાઢી મૂકયો એટલે તે મેરુપર્વતની ચૂલિકા પર રહ્યો.
બીજે દિવસે ભગવાન ભિક્ષાચર્યાથે વ્રજગામમાં છ માસિક પારણુ નિમિત્તે પધાર્યા. વૃદ્ધ ગોવાલણના ઘેર પ્રભુ પધારતા વાલણને ખૂબ જ હર્ષ થયો અને તેણે ભક્તિપૂર્વક ક્ષીરાન્ન પ્રભુને વહેરાવી પિતાની જાતને કૃતકૃત્ય માની અને પ્રભુએ હસ્તપાત્રમાં તેને ઉપગ કર્યો.
લાંબા સમયે પ્રભુને પારણું થવાથી સંતોષ પામેલા દેવેએ “અહોદાન' wી દૈવી વાજીંત્રોના નાદ સાથે સાડાબાર કોડ સુવર્ણની વૃષ્ટિ કરી, ગોવાળ કુટુંબનું દારિદ્રય દૂર કર્યું.
વ્રજગામથી પ્રભુ આલંબિયા નગરીમાં ગયા. ત્યાં વિદ્યકુમારેં કે પ્રભુની સ્તવના કરી. બાદ તેઓશ્રી વેતાંબિકા નગરીમાં ગયા. ત્યાં ભવનપતિના ઇંદ્ર હરિસ્સહે પરમાત્માની સ્તુતિ કરી. બાદ પ્રભુ શ્રાવસ્તિ પહોંચ્યા, અને નગરની બહાર ઉદ્યાનમાં ધ્યાનારૂઢ થયા.
તે દિવસોમાં શ્રાવસ્તિમાં સ્કન્દ(કાર્તિકેય)નો ઉત્સવ થઈ રહ્યો હતે. લેકે ઉત્સવમાં એટલા બધા મગ્ન હતા કે, તેઓએ તે દિવસે ભગવાનની તરફ ધ્યાન પણ આપ્યું નહિ.
સમસ્ત શહેર સ્કન્દના મંદિર પાસે ચોગાનમાં આવી એકત્રિત થયું. ભક્તજન દેવમૂર્તિને વસ્ત્રાલંકારોથી સજાવી રથમાં બેસાડવા માટે લઈ જવાની તૈયારી કરતા હતા ત્યાં તે, સૌના આશ્ચર્ય વચ્ચે સ્કંદ-મૂર્તિ પિતે સ્વયં ચાલવા લાગી. ભક્તોના આનંદને પાર ન રહ્યો. તેઓ સમજ્યા કે, દેવ પિતે રથમાં બેસવા જઈ રહેલ છે. હર્ષના ઉમળકા સાથે સર્વે લોક મૂર્તિની પાછળ પાછળ ચાલ્યા. મૂર્તિ શ્રાવસ્તિ નગરની બહાર જ્યાં પ્રભુ ધ્યાનસ્થ હતા ત્યાં આવી અને પ્રભુના ચરણમાં પડી નમન કર્યું. લોકેએ હર્ષનાદ કર્યો. પ્રભુને દેવાધિદેવ તરીકે માન્યા. તેમનું બહુમાન કર્યું અને મહાવીર પ્રભુને મહિમા ગાય.
શ્રાવતિથી, કૌશામ્બી, વાણારસી, રાજગૃહી, મિથિલા વગેરે નગરમાં ફરતા ભગવાન વૈશાલી પધાર્યા અને અગિયારમું ચાતુર્માસ કર્યું.
વૈશાલીની બહાર કામમદન નામનું ઉઘાન હતું, તેમાં તે જ નામનું ચય હતું. પરમાત્મા તે જ ચૈત્યમાં ચાતુર્માસિક તપશ્ચર્યા કરીને કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા. આ વિશાળ વૈશાલી નગરીમાં દયા તેમજ દાનમાં પ્રવીણ જરણ નામનો સુશ્રાવક રહેતે હતે. પૂર્વે તેની સમૃદ્ધિ ઘણી હતી એટલે તે નગરશેઠના સ્થાને હતું, પરંતુ પાછળથી ધનાઢ્યતામાં કંઈક મંદતા આવી હતી છતાં તેની ભક્તિ અને સુપાત્રદાનની પ્રવૃત્તિ તે ચાલુ જ હતી.
તે જ નગરીમાં પૂરણ નામને શ્રેણી વસતે હતું, તે મિથ્યાત્વી હતું પરંતુ નસીબને તેને વિપુલ પ્રમાણમાં દાન-સંપત્તિ પ્રાપ્ત થઈ હતી તેમજ તેની અદ્ધિ-સમૃદ્ધિ અપાર હતી એટલે લોકો તેને અભિનવ શ્રેષ્ઠીના નામથી ઓળખતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com