SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૦ ] વિશ્વતિ એકાંતે ધ્યાનસ્થ રહેલ પ્રભુ પાસે સંગમ આવ્યું અને ગુપ્ત રીતે ચોરીના ઓજારો તેમની પાસે મૂકી પતે આઘે ખસી ગયે. દર્શને આવનાર લોકોએ પ્રભુને ચેર તરીકે પકડ્યા. અને તસલીના ક્ષત્રિય રાજા પાસે લઈ ગયા. રાજવીએ તેમને કેટલાક પ્રશ્નો પૂછયા અને પરિચય માગ્યું. આ સમયે પ્રભુએ કંઈ પણ ઉત્તર તેમજ પરિચય પણ ન આવે. ઉપસર્ગ સહન કરવામાં જ કર્મનિર્જરા માની તેઓશ્રી મૌન રહ્યા. આ સમયે આ કપટી વેશધારી સાધુ ચોકકસ ચેર, ડાકુ યા તે ભેદી જાસૂસ છે, એમ માની જાસૂસને અપાતી સજાની જેમ પ્રભુને ફાંસીની સજાને હુકમ કર્યો. અને તરત જ જલ્લાદેએ, રાજઆજ્ઞા પ્રમાણે પ્રભુને ફાંસીના (માંચડે) તખ્તા પર લઈ જઈ ફાંસીનું દેરડું ભેરવી દીધું. ફાંસીના માંચડે ચઢાવતા સમયે પ્રભુની તેજ-કાંતિ અને સૌમ્ય આકૃતિ જોઈ જલ્લાદ પણ ઘડીભર થંભી ગયા પરંતુ રાજાજ્ઞાને અમલ કર્યા વગર છૂટકો ન હતે. દીર્ઘ નિશ્વાસ સાથે આજ્ઞાંતિ જલ્લાદેએ-પરમાત્માના નામેચ્ચાર સાથે માચડાની નીચે તખ્ત ખેંચે. તખ્ત ખેંચતાની સાથે જ ફાંસીગરોનું મજબૂત દેરડું (ગળાફાંસો) સૌના આશ્ચર્ય વચ્ચે એક પલમાં એક જર્જરિત કાચા સુતરના તાંતણાની માફક તડતડ કરતું તૂટી ગયું. આ સમયે હાજર રહેલ કર્મચારીઓ અને જલ્લાદ આશ્ચર્ય પામ્યા. આ પ્રમાણે એક, બે, ત્રણ, ચાર નહિ પણ સાત વાર પ્રભુને ફાંસીને માંચડે મજબૂતમાં મજબૂત દોરડા સહ ચઢાવવામાં આવ્યા પણ, સાત વખત પૂણ્ય અને તપને વિજય થયો અને દેરડા તૂટી ગયા. હવે સર્વની ખાત્રી થઈ કે-આ કઈ મહાન અદ્ભૂત મહાત્મા કર્મવશાત્ પ્રપંચમાં ફસાયા છે. પ્રભુને બહુમાનપૂર્વક બંધનમુક્ત કરવામાં આવ્યા. પછી આસલિથી ભગવાન સિદ્ધાથપુર ગયા. ત્યાં પણ સંગમદેવે પ્રભુને ચેર તરીકે પકડાવ્યા. પરંતુ અહીંના સામંતને કૌશિરા નામના ઘોડાના વેપારીએ પરિચય આપી પ્રભુને બંધનમુક્ત કરાવ્યા. ત્યાંથી પ્રભુ વાદેશ (ગોકુલ) પહોંચ્યા. જગામમાં તે દિવસે કોઈ મહા ઉત્સવ હતું જેથી ઘેરઘેર ક્ષીરાન્ન બનાવાયું હતું. ભગવાન ભિક્ષાચર્યાથે નીકલ્યા. આગળ પ્રભુ અને પાછળ સંગમ. ભિક્ષા માટે પ્રભુ જે જે ગૃહમાં પ્રવેશ કરતાં ત્યાં સંગમદેવ આહાર-દેષ પ્રગટાવતે. જ્ઞાની, સમતાધારી, ક્ષમાવંત ભગવાને સંગમની ચાલબાજી સમજી લીધી અને તેઓ ગામની બહાર નીકળી ગયા ને કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. સંગમકદેવને આ સમયે પ્રભુને પીછો પકડયે છ મહિના થવા આવ્યા હતા જેમાં અનેક પ્રકારના વિદનેથી તે ભગવાનને ધ્યાન તેમજ પૈયેથી ગ્રુત કરવામાં સફળ થયે નહિ તેથી તેણે વિર્ભાગજ્ઞાનથી ભગવાનની માનસિક પ્રવૃત્તિઓની પરીક્ષા કરવા માંડી. જેમાં ભગવાનની મનેભાવના પહેલા જેવી જ દઢ દેખાણી. છેવટે તેણે પોતાની હાર કબૂલી અને પ્રભુને નમન કરતા તે બોલ્યા: “હે ભગવાન! ઈદ્દે આપના સંબંધમાં જે કહ્યું હતું તે અક્ષરશ: સત્ય છે. ભગવદ્ ! આપ સત્યપ્રતિજ્ઞા છો અને હું ભગ્નપ્રતિજ્ઞ છું. આપ ભિક્ષા માટે સુખે પધારે, હવે હું વિઘ્ન નહિ કરું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy