________________
વિભું વધમાન
[ ૧૩૯ ]
દેવાના આવા અપ્રતિમ શસ્ત્રથી, મહાનૂ ઉગ્ર તપસ્વી વિશ્વામિત્ર જેવાં અનેક ઋષિ-મુનિ ચલાયમાન થઈ ગયા હતા. પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરી શકાય, પરંતુ મેાહરાજાના અમેઘ શસ્ત્ર જેવા આવા અનુકૂળ પિરસહા સહન કરવાનું ભગીરથ કાર્ય એ તે ભગવત મહાવીર જેવી અડગ નિશ્ચયી અને ધૈર્ય શાળી વ્યક્તિ જ કરી શકે.
દેવાંગનાએએ અનેક પ્રકારે હાવભાવ, ગીત, નૃત્ય, વાદન વિગેરે પ્રકારોથી પરમાત્માને ચળાવવા ઉપાયે ચેાયાં, પણુ મેરુપર્વતની પેઠે નિષ્પ્રકંપ પરમાત્મા ઉપર તેની કશી પશુ
અસર ન થઈ.
એવામાં પ્રાત:કાળ પણ થયા, પરમાત્માને અક્ષુભિત જોઈ હતશક્તિ અનેલ સંગમક વિચારવા લાગ્યું કે-પ્રતિકૂળ તેમજ અનકૂળ ઉપસર્ગાથી આ દેવા ચલાયમાન ન થયા તે હવે હું સ્વ માં ચાલ્યા જાઉં? ત્યાં ઈંદ્રને મારું માઢું શી રીતે ખાવુ ? માટે હવે હું તેમની પાછળ-પાછળ જ ભમતે રહું અને ઉપસર્ગો કર્યા કરું જેથી લાંબા સમયે તે અવશ્ય
પરાજિત થશે.
બાદ સંગમક પ્રભુની સાથે ને સાથે જ રહેવા લાગ્યા અને પ્રસ ંગ મળતા પરમાત્માને હેરાન કરવા લાગ્યું.
એક સમયે ભગવાન તાસલી ગામના ઉદ્યાનમાં ધ્યાનસ્થ હતા. આ સમયે સ ંગમકે સાધુરૂપ ધારણ કર્યું. અને ગામમાં જઇ કોઈ એક મકાનમાં ચારી કરવા લાગ્યા. ઘરના લેાકાએ ચાર તરીકે પકડી માર મારવા શરૂ કર્યો ત્યારે, તેણે કહ્યું: “ મને શા માટે મારા છે ? હું તા મારા ગુરુની આજ્ઞાનું પાલન કરવાવાળેા છું. એમણે મને આ કાર્ય માટે અહીં મેાકલેલ છે.” ત્યારે લેાકેાએ પૂછ્યું: કયાં છે તે તારા ગુરુ ? એણે કહ્યું: ઉદ્યાનમાં છે, ચાલે બતાવું.
લેાકેા તેની સાથે ઉદ્યાનમાં ગયાં, જ્યાં પ્રભુ ધ્યાનસ્થ હતાં. અજ્ઞાની લેાકેએ એ પ્રભુને ચારના ગુરુ માની તેમની પર હલ્લા કર્યો અને ખાંધીને નગરમાં લઇ જવા લાગ્યા. તે સમયે માર્ગોમાં ભૂતિલ નામે એક ઈંદ્રજાલિક ત્યાં આવી પહોંચ્યા. તેણે પ્રભુના પરિચય આપ્ય અને ખંધનમાંથી છેાડાવ્યા. પછી લેાકેાએ પેલા સાધુ વેશધારી ચારની તપાસ કરી તે તે અદ્રશ્ય થઇ ગએલ દેખાયા જેથી આમાં કાંઈ દૈવી રહસ્ય છે એમ માની પ્રભુને વંદન કરી, તેમની ક્ષમા ચાહી લેાકેાએ વિદાય લીધી.
તાસલીથી ભગવાન માસલી પધાર્યા અને ત્યાંના ઉદ્યાનમાં ધ્યાનસ્થ બન્યા. અહીં પણ સગમદેવે પ્રભુને પોતાના સાગરીત ચાર તરીકે ઓળખાવ્યા જેથી તેમને પકડી રાજા પાસે લઈ ગયા. રાજસભામાં બેઠેલા સિદ્ધાના મિત્ર સુમાગધ નામના રાષ્ટ્રિય નેતાએ ભગવાનને ઓળખ્યા. તુરત જ તેણે ઊભા થઇ રાજા તેમજ સલાને પ્રભુના પરિચય આપ્યું અને પ્રભુને ખંધનથી મુક્ત કર્યાં. અહીં સર્વે સભાજના સહ રાજવીએ પ્રભુને ભાવપૂર્વક વંદન કર્યું" અને તેમની ક્ષમા ચાહી.
પછી પ્રભુ ત્યાંથી પાછા મેાસલી પધાર્યા. અહીં ઉદ્યાનમાં ધ્યાનસ્થ થયા. આ સમયે હાર્યો જુગારી ખમણું રમે તે પ્રમાણે સગમે-હવે જીવ પર આવી પ્રભુના માટે એવું ભયંકર કાવતરું રચ્યું કે જેના યેાગે તેમના પર પ્રાણાંત દુ: ખદાયક કષ્ટ આવી પડે. આ સમયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com