________________
[૧૩૮ ]
વિશ્વમેતિ (૧૭) પ્રચંડ ઉદ્દબ્રામક પવન ઉત્પન્ન કર્યો. મહાન વંટોળીયા જેવા આ વાયુએ ચારે દિશામાંથી પિતાના સુસવાટાથી પ્રભુને હેરાન હેરાન કરી મૂક્યા છતાં તપસ્વી દેવાર્થ પ્રભુ તેનાથી લેશ પણ ચલાયમાન થયા નહિ.
આ પ્રમાણેના ૧૭ ભયંકર અને પ્રાણહારી ઉપસર્ગોથી પણ પરમાત્મા ચલાયમાન ન થયા ત્યારે અભાવી સંગમદેવ હાર્યો અને વિચારવા લાગ્યું કે-હું પરાજિત દેવ તરીકે ઇંદ્રસભામાં જઈશ તે ઇંદ્રરાજને કઈ રીતે મુખ બતાવીશ? જેથી “હાર્યો જુગારી બમણું રમે” તેમ તે કઈ પણ ઉપાયે પ્રભુને પરાજિત કરવાના નિશ્ચય પર આવ્યો અને અઢારમે જીવલેણ ઉપસર્ગ નીચે પ્રમાણે કર્યો
(૧૮) તેણે એક કાળચક્ર ઉત્પન્ન કર્યું. હજાર લેહભારથી ઘડાએલ આ કાળચક્ર દેવે ઉપાડયું અને આકાશમાં ઊંચે ઉછળી તેણે જોશથી પ્રભુની ઉપર નાખ્યું. ચકની ઉછળતી જવાળાઓથી સર્વે દિશાઓને વિકરાળ કરતું આ કાળચકે પ્રભુ પર વેગપૂર્વક પડયું. સમગ્ર પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ એવા પ્રભુ પણ તેના પ્રહારથી જાનુ સુધી પૃથ્વીમાં નીચે ઉતરી ગયા.
આવા ભયંકર ઉપસર્ગ કરનાર ક્ષુદ્ર સંગમદેવ પર ક્રોધ ન કરતાં ઉલટા અમીદ્રષ્ટિથી તેના તરફ જોતાં પ્રભુ તેને કર્મનિર્જરાર્થે ઉપકારી માનવા લાગ્યા.
આવા ભયંકર કાળચક્રથી પણ પ્રભુ પર જોઈએ તેવી અસર થઈ નહિ. ન તો તેમના શરીરને નાશ થયે ન તે તેને ધ્યાનથી ચલિત થયા ત્યારે દુષ્ટ સંગમદેવ વિચારવા લાગ્યું કે “અસ્ત્ર અને શસ્ત્રને અગેચર એવું પ્રભુનું શરીર દેખાય છે જેથી આવા પ્રયોગો તેમના માટે નિરર્થક છે તેથી તેમને અનુકૂળ એવા ઉપસર્ગો કરું. આ પ્રમાણે વિચારી તેણે પ્રભુને ચલાયમાન કરવા માટે પોતાની પદ્ધતિ બદલી.
(૧૯) વૈમાનિક દેવેને પ્રભુ પાસે ઉતરતા દેખાડ્યા જેમાં તેઓ પ્રભુના તપ અને ધ્યાનથી પ્રસન્ન થઈ તેમને વિનવવા લાગ્યા કે, “હે તપસ્વી દેવાર્ય! આપ કહે તે આપને આ જ સ્થિતિમાં દેહધારી પરમાત્મા તરીકે હમણું જ અમે આપને સ્વર્ગમાં લઈ જવા તત્પર છીએ. અને તેટલા જ માટે પ્રસન્ન થઈ અમે અહીં આવ્યા છીએ અથવા આપની ઈચ્છા હોય તે અનાદિ ભવથી સંચિત થએલા કર્મોથી ક્ષણમાત્રમાં દૈવી શક્તિથી મુક્ત કરી એકાંત પરમાનંદવાળા મેક્ષમાં તમેને લઈ જઈએ. અથવા આપની ઈચ્છા હોય તે બધાય મંડળાધીશ રાજાઓના મુગટ આપના ચરણમાં નમાવી ચક્રવર્તિસમ સામ્રાજ્યક્તા બનાવીએ.
આવી લલચાવનારી વાણુથી નિરંજન નિરાકાર પ્રભુના મન પર લેશ માત્ર અસર થઈ નહિ અને પ્રભુ નિરુત્તર રહ્યાં. આથી સંગમદેવ વિચારવા લાગ્યો કે-આ મહાતપસ્વી ભગવંતે મારી બધીએ શક્તિને પ્રભાવ નિષ્ફળ બનાવી દીધા છે હવે માત્ર છેવટના ઉપાય તરીકે કામદેવનું અમોઘ શસ્ત્ર બાકી રહેલ છે તે તેને પણ ઉપયોગ કરી લઉં. આ પ્રમાણે વિચારી
(૨૦) વીસમા ઉપસર્ગમાં દેવાંગનાઓ ઉત્પન્ન કરી. આજ્ઞાંકિત આ દેવાંગનાઓએ પિતાની સર્વ કામકળાથી કામવિજેતા આ મુનિરાજને ચલાયમાન કરવા સર્વ ઋતુઓની શશીકળાઓને પ્રગટાવી, મધુર વીણાવાદન તેમ જ નૃત્ય દ્વારા પ્રભુને ચલિત કરવામાં પોતાની ૬૪ કળાને ઉપગ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com