________________
વિષ્ણુ વધમાન
[ -૧૩૭ }
પ્રડાથી પોતાની ત્રિષારી દાઢાથી પ્રભુને ડંસવા લાગ્યા. પેાતાનું સર્વ વિષ પ્રભુના શરીરમાં ઠાલવ્યું છતાં છેવટે સાિ પ્રયત્ન ફોગટ ગયે.
(૮) વજ્ર જેવા દાંતવાળા જંગલી ઉત્તરા ઉત્પન્ન કર્યા. તેઓ નખથી, દાંતાથી, મુખથી અને કરથી પ્રભુના અંગને કરડવા લાગ્યા છતાં તેમનુ' પણુ કાંઇ વધ્યું નહિ.
(૯) પર્યંત જેવા મેાટા ગજેન્દ્ર ઉત્પન્ન કર્યા. તેઓ પ્રભુના શરીર પ્રત્યે દોડીને અને દુર્વાર સુઢથી પ્રભુના શરીરને પકડીને આકાશમાં ઉછાળવા લાગ્યા. પછી આ દુરાશયી હાથી પેાતાના બે બાહ્ય દતુળ ઊંચા કરી પ્રભુને ઝીલવા લાગ્યા. પછી ધ્યાનસ્થ પ્રભુના શરીરે દંતપ્રહારો કરવા લાગ્યા છતાં આ ભયંકર હસ્તિ ઉપદ્રવથી પ્રભુ ચલાયમાન થયા નહિ.
(૧૦) દશમા ઉપસ માં તેણે હાથણી વિષુવી. તેણે પોતાના મસ્તક અને તીક્ષ્ણ દાંતાથી પ્રભુના શરીરે ઘણા પ્રહારો કર્યા, પ્રભુના શરીર સાથે પેાતાનું શરીર ઘસવા છતાં પ્રભુને તે ડગાવી શકી નિહ.
(૧૧) ખાદ મગરની જેવા ઉગ્ર દાંતાવાળા પિશાચે વિકુર્યાં જવાળાએથી આકુળ એવુ તેનુ ફાટેલ સુખ પ્રજવલિત અગ્નિકુંડની જેમ વાળા કાઢવા લાગ્યું. આ ભયંકર રૂપધારી `પિશાચ હાથમાં છરી લઇ પ્રભુને ઉપદ્રવ કરવા દોડ્યો, તે પણ તેમાં ફાવ્યા નહિ અને પ્રભુ નિશ્ચળ રહ્યા.
(૧૨) પછી નિર્દય દેવે સિંહનુ રૂપ વિષુવ્યું અને ફૂત્કાર શબ્દના પડછ ંદાથી પૃથ્વીને કંપિત કરી. સિંહે ત્રિશૂળ જેવા નખાત્રોથી ત્રિભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવામાં કચાશ રાખી નહિં, છતાં દાવાનળમાં દગ્ધ થએલ! વૃક્ષની જેમ સંગમક દેવ નિસ્તેજ બની ગયો.
(૧૩) પછી તેણે ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજવીનું રૂપ ધારણ કર્યું. તેમના મુખે પ્રભુ સમક્ષ હૃદય પીગળાવનારી વૃદ્ધાવસ્થાની દુ:ખદ સ્થિતિનુ વર્ણન કરાવ્યું. તેમના કરુણાજનક વિલાપની પણ પ્રભુ પર અસર થઇ નહિ અને ભગવત ધ્યાનથી ડગ્યા નહિ.
(૧૪) ખાદ વિશાળ જનસમૂહવાળી એક છાવણી વિષુવી, રસેયાને ભાત રાંધવા માટે ચુલે ગાઠવવાની આજ્ઞા થઈ; પણ એ પાષાણા મલ્યા નહિ તેથી આ રસોઇયાએ પ્રભુના એ ચણાને ચુલારૂપ બનાવી તેના પર શાતનું ભાજન મૂક્યું અને બે પગ વચ્ચે અગ્નિ પ્રગટાવ્યો. પ્રભુ જ્વાળાથી તપ્ત થયા તથાપિ અગ્નિમાં મૂકેલ સુવર્ણ જેમ શુદ્ધ બને તેમ પ્રભુ વધુ સુદ્રઢપણે ધ્યાનમાં લીન થયા.
(૧૫) પછી દેવે એક ચાંડાલ નિકુો. તેણે આવીને પ્રભુના કંઠમાં, બે ભુજામાં તથા જધા ઉપર ક્ષુદ્ર પક્ષીઓના પાંજરાએ લટકાવ્યા. પક્ષીઓએ ચાંચ અને નખપ્રહારોથી પ્રભુના શરીરને ચારણીની જેમ સેંકડો છિદ્રોવાળુ મનાવ્યું. આ પ્રયત્નમાં પણ ચાંડાલ પક્વ પાંદડાની જેમ અસાર નીવડ્યો અને મહાયેાગી પ્રભુને ધ્યાનથી ડગાવી શક્યા નહિ.
(૧૬) આટલા પ્રયાસે કરવા છતાં નિષ્ફળતા મળવાથી ક્રોધી બનેલ સંગમદેવે મહાઉત્પાતિક પ્રચંડ વટાળીએસ ઉત્પન્ન કર્યો. મેાટા મેટા વૃક્ષને ઉખેડતા આ વટાળીયા અંતરીક્ષી પ્રભુને ઉપાડી ઉપાડી નીચે ફેંકી દે અને જોશથી પછાડતા છતાં જ્ઞાની દેવા આ રિસહુને સહન કરવામાં વીતા માનીને તેમાં પણ નિશ્ચલ રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com