________________
[૧૩૬]
વિશ્વતિ કરી શકે છે ત્યારે તેની અતુલ્ય દૈવીશક્તિ અને ભયંકર ઉપસર્ગે આગળ આ પામર પ્રાણીના તે શા ભાર છે કે તે તપ અને ધ્યાનની નિશ્ચળતામાં ટકી શકે. આ૫ જુઓ કે હું તેમને પ્રતિજ્ઞાભ્રષ્ટ કરું છું કે નહિ ?
સૌધમે વિચારવા લાગ્યા કે હું આ પ્રસંગે સંગમને અટકાવીશ તે તે એમ માનશે કે, ભગવાન ઈદ્રના સામર્થ્યથી જ આ પ્રમાણે નિશ્ચળપણે તપશ્ચર્યા કરી રહ્યા છે, પરતુ ભગવંતમાં કમ નિજાની અપૂર્વ શક્તિ, સામર્થ્ય તેમજ તપબળ હતા એવી ઈંદ્રને સંપૂર્ણ ખાત્રી હતી એટલે તેઓ નિરુત્તર રહ્યા. એટલે દ્વેષ ધારણ કરતે તે સંગમક પિતાના પરિજનવગે આવું અકાર્ય ન કરવા સલાહ આપવા છતાં “તે શું માત્ર છે? હમણું જ તેમને ચલાયમાન કરીને પાછો આવું ?” એમ અહંકારપૂર્વક આવેશ ને આવેગથી જે સ્થળે પરમાત્મા કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર હતા ત્યાં આવી પહોંચ્યો અને એક રાત્રિમાં જ ભયંકર વીશ ઉપસર્ગો કર્યા. આ ઉપસર્ગોનું વર્ણન વાંચતાં પણ કાયર માનવી કંપી ઊઠે તેવા ભયંકર ઉપસર્ગો પરમાત્માએ સમતાભાવે સહન કર્યા અને સંગમ વિલ બની ગયે. આ વીશ ઉપસર્ગોનું વર્ણન શાસ્ત્રગ્રંથોમાં વિસ્તૃત રીતે આપેલ છે, પણ ગ્રંથ-વિસ્તારના ભયને કારણે અમે તે અહીં સંક્ષિપ્તમાં જ મુદાસર રજૂ કરીએ છીએ. સંગમદેવે પરમાત્માને કરેલ વીશ ઘોર ઉપસર્ગો
(૧) પ્રભુની ઉપર અકાળે અરિષ્ટને ઉત્પન્ન કરનારી મહાદુઃખદાયક (રજ)ધૂળની વૃષ્ટિ કરી જેમ રાહુ ચંદ્રને આવરી લે તેમ પ્રભુને સર્વાગે ઢાંકી દીધા જેથી પ્રભુને શ્વાસોશ્વાસ લેવા પણ મુશ્કેલ થઈ પડ્યો છતાં પ્રભુ તિલ માત્ર પણ ધ્યાનથી ચલિત ન થયા.
(૨) તે પછી જ મુખી કીડીઓ ઉત્પન્ન કરી. આ કીડીઓ પ્રભુના અંગમાં એક બાજુએથી પસી બીજી બાજુએ નીકળી તીક્ષણ મુખાથી પ્રભુના શરીરને વીંધી ચારણ જેવું બનાવવા લાગી છતાં અચલ ધ્યાની પ્રભુ પર તેની કાંઈ પણ અસર થઈ નહિ.
(૩) ત્રીજા ઉપસર્ગમાં પ્રચંડ (ડ) વિકુવ્ય. આ ડોસાએ પ્રભુને ડંસી પ્રભુના શરીરને નિર્ઝરણાવાળા ગિરિની જેમ ગાયના દૂધ જેવા વેત રુધિરવડે અમી ઝરતું બનાવ્યું છતાં સંગમકને તેમાં પણ સફળતા ન મળી.
(૪) પ્રચંડ ચાંચવાળી દુર્નિવાર ધીમેલે વિમુવી. પ્રભુના શરીરે આ ઘીમેલે એવી રીતે ચોંટી ગઈ કે જાણે શરીર સાથે તે રોમની એક પંક્તિ ન હોય છતાં પણ આ મહાગી ચલાયમાન થયા નહિ.
(૫) બાદ દુરામાએ વિછીએ વિકુવ્ય. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા અને તપાવેલા ભાલા જેવા પિતાના ભયંકર પુચ્છના કાંટાઓથી ભગવંતના શરીરને ડંખ દેવા લાગ્યા છતાં પ્રભુ ચકિચિત પણ વ્યાકુળ થયા નહિ.
(૬) અતિ તીણ દાંતવાળા નકુળ નળ) વિકુવ્ય. ખી! ખી કરતા તેઓ ઉગ્ર દાઢથી ડંખવા લાગ્યા છતાં ધ્યાનસ્થ દેવાય તેથી પણ ચલાયમાન થયા નહિ.
() પછી યમરાજના ભુજદંડ જેવા ભયંકર માટી ફેણવાળા સર્પોને તેણે મહાકેપથી ઉત્પન્ન કર્યા. તે વિષધારી સર્વે પ્રભુને પગથી તે માથા સુધી વીંટળાઈ પિતાની ફણાએ ફાટી જાય તેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com