________________
વિભુ વર્તમાન
[ ૧૩૫]
પ્રકરણ નવમું
અગિયારમું ચાતુર્માસ (વિ. સં. પૂ. ૫૦૦) દશમું ચાતુર્માસ સમાપ્ત થયા પછી, શ્રાવતિનગરીથી વિહાર કરી પ્રભુ સાનુલબ્લિક ગામે પધાર્યા. અહીં ભદ્ર પ્રતિસારૂપે નિરાહારપણે ફકત એક જ પુગળ પર દષ્ટિ સ્થાપી દિવસના ભાગે પૂર્વાભિમુખે તેમજ રાત્રિના સમયે દક્ષિણાભિમુખે ધ્યાનમાં રહ્યાં. બીજા દિવસે પશ્ચિમાભિમુખે અને રાત્રિએ ઉત્તરાભિમુખે, છઠ્ઠની તપશ્ચર્યાપૂર્વક ધ્યાનસ્થ રહ્યા. આ પ્રમાણે ઊભા , ઊભા ધ્યાનસ્થપણે ચાર ઉપવાસપૂર્વક મહાભદ્ર અને દશ ઉપવાસપૂર્વક સર્વતે ભદ્ર પ્રતિમાઓની આરાધના કરી. આ પ્રમાણે ત્રણ પ્રતિમાનું આચરણ કરતાં સેળ ઉપવાસથી પ્રભુને પૂરતું પરિસહ સહન કરવો પડ્યો.
આ મહાન તપના પારણને સમય થતાં દેવાર્ય, આનંદ નામના શ્રાવકને ત્યાં પધાર્યા. તેમને ઘેર રહેલ બહલિકા નામની દાસીએ હર્ષભેર સુગંધિત ભાત પ્રભુના કરપાત્રમાં વહેરાવ્યા. આ પ્રમાણે દુષ્કર તપનું પારાણું થતાં, હર્ષ પામતા સુરાસુર અને કિન્નરેથી આકાશ વ્યાપ્ત બની ગયું અને દેવતાઓએ સાડાબાર કરોડ સેનયાની વૃષ્ટિ કરી. આનંદ શ્રાવકે પણ બહુલિકા દાસીનું દાસપણું દૂર કર્યું.
આ પ્રકારના સુપાત્રદાનથી ઉત્કૃષ્ટ ધનાદિ સમૃદ્ધિ મળે છે અને પરભવમાં દિવ્ય દેવતાઈ સુખના ભક્તા થવાય છે તે, દાસીનું દાસપણું દૂર થાય તેમાં શી નવાઈ?
પારણું કર્યા પછી પરમાત્માએ ત્યાંથી વિહાર કર્યો અને અનાર્ય જેવી વૃત્તિવાળી “ભમિ” (દેશ)માં કર્મનિજ રાર્થે પધાર્યા. ત્યાં પેઢાળ નામના ગામ પાસે પેઢાળ નામના ઉદ્યાનમાં પિલાસ નામના ચૈત્યમાં રહ્યા.
અહીં અઠ્ઠમ તપ આદરી, અચિત્ત પુગલ પર અનિમેષ દ્રષ્ટિ સ્થાપી, પિતાના શરીરને નમાવી, શારીરિક બધી ઇંદ્રિયાને સંકેચી, બન્ને પગ એક સરખાં અને અચળ રાખી, બન્ને ભુજાઓને જાનુ સુધી લંબાવી ભગવતે મહાપ્રતિમા આદરી. .
ભગવાનનું આવું નિશ્ચલ તપ જોઈ પ્રથમ દેવકની સૌધર્મ સભામાં બેઠેલા ઈંદ્ર તેમની પ્રશંસા કરતા કહ્યું. ધ્યાન અને પૈર્યમાં અત્યારે ભગવત વર્ધમાન જેવા કઈ શક્તિશાળી વરાત્મા નથી. મનુષ્ય તે શું? દેવ પણ ભગવાનને આ નિશ્ચળતાથી ડગાવી શકવા લેશ માત્ર પણ શક્તિમાન નથી. બાદ સૌધર્મે કે પરમાત્માની અનેક પ્રકારે સ્તવના કરી.
ઇંદ્રની આ પ્રશંસા અભવ્ય સંગમ નામના દેવથી સહન ન થઈ. તે ઊભે થયે અને ત્યે કે-“આપ જે તપસ્વીની પ્રશંસા કરે છે તે વ્યક્તિ વાસ્તવિક રીતે પ્રશંસાને પાત્ર કેમ સંભવી શકે? મનુષ્ય ગમે તે શક્તિશાળી હોય, અને એનામાં ગમે તેટલી સમતા હોય છતાં તે, દેવની તુલનામાં કેવી રીતે આવી શકે ? જ્યારે એક દેવ પિતાની દૈવીશક્તિથી આખી પૃથ્વી તેમજ મેરુપર્વતને પણ એક ક્ષણ માત્રમાં ફેલાયસન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com