________________
[ ૧૩૪]
વિશ્વતિ
સમ જાણી સેવા-સન્માન કરવા લાગ્યા અને આજીવિકમતના સાતમા આચાર્યની પદવીએ તેની સ્થાપના કરી. આ સમયે આજીવિકમતની સ્થાપનાને માત્ર ૧૩૫ વર્ષ જ થયા હતા.
સાગરની પિઠે ગંભીર તેમજ નિર્મળ અને માપી ન શકાય એવા અગાધ સમુદ્ર સરખા મહાજ્ઞાની ગુણવંત પ્રભુ વૈશાલી નગરમાં પધાર્યા. અહીં સિદ્ધાર્થ રાજાના બાળમિત્ર સંસ્કારી શંખ નામના સામતે દૂરથી પ્રભુને નગર તરફ આવતા જોયા એટલે સામે જઈ પરમ ભક્તિથી શંખરાજે પ્રભુને સત્કાર કર્યો. અહીં થડે સમય કાઈ પ્રભુએ વાણિજ્યગામ તરફ વિહાર કર્યો.
વૈશાલી અને વાણિજ્ય ગામની મધ્યમાં ગંડકિકા નામે મોટી નદી વહેતી હતી તે પ્રભુએ નાવ દ્વારા પાર કરી. નવમાંથી ઉતરતા નાવિકે ભાડાના પૈસા માગ્યા અને પ્રભુને કયા. સમય મધ્યાહુનો હતે. આ સમયે કઈ જરૂરી કામ માટે શંખ સામતનો “ચિત્ર " નામને ભાણેજ દૂત તરીકે અન્ય સ્થળે જઈ રહેલ હતું તે અહીં આવી ચઢો. તેણે પ્રભુને ઓળખ્યા. પ્રભુને રોકવા માટે નાવિકને ઠપકો આપે ને પ્રભુને વંદન કરી ક્ષમા માગી. ક્ષમાવંત પ્રભુ વિહાર સમયમાં આવા અનેક પ્રકારના કષ્ટોથી નિર્જરા કરતાં વાણિજ્ય ગામે પધાર્યા અને ગામ બહાર કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા.
આ પ્રખ્યાત નગરમાં જિતશત્રુ નામે રાજા હતે. પ્રભુ ગામની સીમમાં પધાર્યાની તેને વધાઈ મળી એટલે તે હર્ષપૂર્વક પ્રભુના દર્શન કરવા ચાલ્યો.
આ ગામમાં આનંદ નામે (શ્રાવક) ગાથાપતિ રહેતું હતું જે નિરંતર છઠ્ઠ તપ કરતો હતો જેથી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્ઞાનના ઉપયોગથી ભગવાનના આગમનની તેને જાણ થતાં તે પણ ગામની બહાર જ્યાં પ્રભુ બિરાજમાન હતા ત્યાં દર્શને આવ્યું, અને પ્રભુને વંદન કરી બોલ્યા “હે ભગવન્! હવે આપને થોડા સમયમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. હે પ્રભુ! અમારા પ્રબળ પુણ્યોદયે આપના દશનને અમને લાભ મલ્યા ” આ પ્રમાણે સ્તુતિ કરી ગાથાપતિ પોતાના આવાસે ગયે અને પ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તિનગરી પધાર્યા.
આ નગરમાં અનેક પ્રકારના તપ અને આરાધનામાં દશમું ચાતુર્માસ પૂરું કર્યું.
ગાગરમાં સાગરની માફક..સચોટ ને તલસ્પર્શી છણાવટ કરતા બે મહત્વપૂર્ણ પ્રકાશન ૧. પ્રભુ મહાવીરની જીવન-સૌરભ આજે જ પ્રાપ્ત કરી લેશે .
૨. વર્ધમાન-પંચાશિકા આ બંને લધુ પુસ્તિકામાં પૂજ્ય પંન્યાસ શ્રી સુશીલવિજયજી ગણિવરે પિતાના અત્યાર સુધીના અનુભવને પૂરત નીચેડ આપી વિદ્વત્સમાજને પણ હેરત પમાડે
લેખન કરેલ છે. પ્રાપ્તિસ્થાન : શ્રી પ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલય : ટૅબી નાકા-થાણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com