SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વિભુ વધમાન [ ૧૩૩ ] રાખી છ મહિના સુધી એકધારી તેની સાધનામાં લીન રહે છે, તેમજ પારણામાં માત્ર એક મુઠ્ઠીમાં સમાય તેટલા અડદ અને ગરમ પાણીથી પારણું કરે છે તે તપસ્વીને તેજલેશ્યા પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે તેજલેશ્યાની ઉત્પત્તિ સાંભળી તેના વિચારના ઊંડાણમાં ઉતરી ગએલ ગોશાલકે આ જાતની તપશ્ચર્યા કરવાનો મનથી સંકલ્પ કર્યો અને એગ્ય સમયે તેની પ્રાપ્તિ અર્થે તે તત્પર થયે. એકદા ભગવાને કુમારગામથી સિદ્ધારથપુર તરફ વિહાર કર્યો. જ્યારે તેઓ પૂર્વે કહેલ તલવાળી જગ્યાએ પહોંચ્યા કે, ગોશાળક બોલ્ય: ભગવાન ! આ તલને છોડ ન ફળે જેને કળવાની આપે ભવિષ્યવાણું કહી હતી. નજીકમાં જ ભાગમાં ઉત્પન્ન થયેલ તે તલના છેડને બતાવી ભગવાને કહ્યું: આ તે જ તલનો છોડ છે કે જેને તે ફેંકી દીધું હતું. | ગોશાલકને ભગવતના કથન પર વિશ્વાસ ન આવ્યું. તેણે છોડ પાસે જઈ કળી તેડી જોઈ તે એમાંથી સાત તલ નીકળ્યા. નિયતિવાદના સિદ્ધાંતથી આકૃષ્ટ થએલ ગશાલક, હવે તેને પાક સમર્થક બન્યું. તેણે નિર્ણત કર્યું કે ગમે તેટલા ઉપાય કરીએ છતાં, જે બનવાનું છે તે જ બને છે. તે પિતાને સમર્થ વ્યક્તિ માનવા લાગ્યું અને તેણે વિચાર્યું કે-તેજેસ્થાની પ્રાપ્તિ કરી હું ભગવંતથી જુદે વિચરીશ અને પૃથ્વી પર પૂજઈશ. ગશાલક સિદ્ધારથપુરની સીમમાંથી જ પ્રભુથી જુદો પડશે અને શ્રાવસ્તિનગરીમાં રહેતા આજીવકમતના શ્રીમંત અનુયાયી હલાહલ્લ નામના કુંભારની ભાંડશાળામાં ગયે, જ્યાં આ સમયે કુંડકૌલિક આચાર્યના શિષ્ય પરિવ્રાજક નન્દવચ્છ અને કિસ્સસંકિએ નામે બે તપસ્વીઓ રહેતા હતા. ગોશાલક તેમની સાથે રહેવા લાગ્યા. પ્રભુએ કહેલ વિધિ પ્રમાણે છ માસ સુધી તપ કરી આતાપના લીધી અને તેજશક્તિ પ્રાપ્ત કરી. પિતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિની પરીક્ષા નિમિત્તે ગશાલકે કૂવાકાંઠે ઉભેલ એક દાસી પર તેને પ્રયોગ કર્યો, તેમાં તેને સફળતા મળી અને નિર્દોષ દાસીનું શરીર બળીને ખાખ થઈ ગયું. આ સમયે શ્રાવતિનગરીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંપ્રદાયના સાધુઓ પધારેલા, તેમની પાસે જઈ ગોશાલકે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેના પરિણામે તેને સુખ, દુ:ખ, લાભ, હાનિ જીવન અને મરણ, વગેરે છ બાબતનું નિમિત્તજ્ઞાન પ્રાપ્ત થયું અને તે વચનસિદ્ધ નૈમિત્તિક બને. નિમિત્તજ્ઞાનના બળથી તે ભૂતકાળ તેમજ ભવિષ્યકાળની હકીકતે વેકેને બતાવવા લાગે. ધીમે ધીમે તેની ખ્યાતિ વધતી ગઈ. ગશાલકને ખાતરી થઈ કે પિતે સિદ્ધપુરુષ બનવાને લાયક છે, જોતિષ વિદ્યામાં પારંગત બન્યું છે. હવે પિતાના શિષ્ય પરિવારનું પરિબળ વધારી પોતે આચાર્ય પદ પ્રાપ્ત કરી શકશે. આ સમયે ગોશાલકની વય માત્ર ૨૧-૨૨ વર્ષની જ હતી. તેને હવે જ્ઞાનમદ ચઢ. તેજલેશ્યા અને નિમિત્તના અપજ્ઞાનથી ઉન્મત્ત ગાલક પિતાને જાહેરમાં હવે “જિન” કહેવરાવવા લાગ્યું. અને અજાણ્યા માણસે ગશાલકને નિવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy