________________
[ ૧૩ર).
વિશ્વતિ
ગશાળાની આ પ્રકારની વારંવાર પૃચ્છા અને નિર્ભસનાથી ક્ષમાશીલ વૈશ્યાયન તાપસની ધીરજ ખૂટી અને તેના ચિત્તમાં ક્રોધરૂપી તીવ્ર અગ્નિ ભભૂકી ઊઠયો. તેમાંથી તેલેશ્યા ઉત્પન્ન થઈ અને શાલકના વધ માટે તેલેસ્થા મુખમાંથી મોટા ફેંફાડા સાથે તેના પર ફેંકી. અને ગેશાલકની ચારે બાજુએ ભયંકર અગ્નિ જવાળાઓ ફરી વળી અને તે તેના મધ્યમાં સંપૂર્ણ રીતે ઘેરાઈ ગયો.
ક્ષમાવંત જ્ઞાની પ્રભુએ જાણ્યું કે-ગશાળ હમણાં જ બળી જશે તેથી તેના રક્ષણાર્થે લબ્ધિવંત જ્ઞાની પ્રભુએ ગોશાલકના શરીરને ચારે બાજુએ ઘેરી વળેલ તેજલેશ્યાને પ્રતિકાર કરવા શીતલેયા મૂકી. પરિણામે વિદ્યુતવેગી તેજોલેશ્યા ક્ષણમાત્રમાં અદશ્ય થઈ ગઈ. ઉગ્ર બનેલ વાતાવરણ શાંત તેમજ શીતલ બન્યું. વેશ્યાયને પરમાત્માની આવી શક્તિ નીહાળી નમન કરી તેમની ક્ષમા યાચી.
આ પ્રમાણે વીરપ્રભુએ ગોશાલકને બચાવી લીધું.
આ સમયે જ્ઞાની પ્રભુને અવધિજ્ઞાનબળે પિતાનું અને ગોશાલકનું ભાવી તેમજ ગોશાલ કવડે તેજલેશ્યાને પિતાના પર થનારો પ્રાગ, તેમજ તેનાથી બે મુનિરાજેનું મુક્તિનમન--સારી રીતે સમજાયું હતું છતાં, ભવિતવ્યતાના વેગને કઈ મિથ્યા કરી શકે તેમ છે જ નહિ. ભાવીને મિથ્યા કરવામાં સ્વયં પરમાત્મા પણ સમર્થ નથી ત્યાં આયુષ્યમાં એક ક્ષણમાત્રને ફેરફાર કોણ કરી શકે તેમ છે? દીર્ધાયુ ગોશાલકની આયુરી અને તેની સાથે હજુ પિતાના કર્મનિર્જરાર્થે તેના સહકારની આવશ્યકતા રહેલ છે ત્યાં વીર પ્રભુ દ્વારા શાલકને આ સમયે બચાવ સંભવિત જ હતું. અને એમાં જ વિધિના વિધાનને અજબ ચમત્કાર પણ સર્જાયેલ હતો.
કુદરત અને કર્મરાજાની કળા એવી અજબ છે કે, થવાનું હોય તે કુદરતી સંજોગોમાં મહાન વિભૂતિઓને હાથે પણ થયે જ છૂટકો. ત્યાં પિતાની સેવામાં તેમજ સંકટે સહન કરવામાં સાથીદાર બનેલ શૈશાલકને શું વીરપરમાત્મા કદાપિકાળે તાપસની તેજોલેશ્યાથી બળી મરવા દે ખરા?
તે સમયે વેશ્યાયન વિનયી વાણીમાં ભગવાન મહાવીર પ્રતિ બે કે-હે ભગવાન ! વાત વીતી ગઈ ! ભગવાન્ ! વાત વીતી ગઈ !
ગશાલક વૈશ્યાયનના આ સંકેતને સમજી ન શક્યા તેથી તેણે નમ્રતાથી પૂછ્યું: પ્રભુ! આ ચૂકાશય્યાતર શું કહી રહ્યો છે ? તે મને સમજાવે.
ભગવાને સ્પષ્ટકરણ કરતા કહ્યું: ગોશાલક! તે વૈશ્યાયનને ક્રોધિત કરતાં તેણે તારા પર તેજશક્તિને પ્રયાગ કર્યો હતો પરંતુ મારી શીતલેશ્યાના પ્રયોગથી તું બચી ગયે. ગશાલકને આ લબ્ધિ પ્રાપ્ત કરવા લાગણી ઉદ્દભવી એટલે તેણે પૂછ્યું, “હે પ્રભુ! આ તે લેગ્યા કેવી રીતે ઉત્પન્ન થાય છે?'
ગશાલકના આ જાતના ગંભીર પ્રશ્નથી અવધિજ્ઞાની પ્રભુએ જ્ઞાનબળે ભાવિયેગ મિથ્યા થનાર નથી એમ જાણી લીધું અને તેને તેલશ્યાની ઉત્પત્તિ સમજાવતાં કહ્યું: “હે શાલક! જે મનુષ્ય છ મહિના સુધી નિરંતર છઠ્ઠ તપ કરવા સાથે તપતા સૂર્ય સામે એક દૃષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com