________________
વિભુ વર્ધમાન
[૧૩૧] કાને કયાંથી ખબર પડે કે વૃક્ષની છાયામાં જેને ત્યજી દીધું હતું તે જ આ વૈશ્યાયન છે! હકીકત સાંભળતાં વૈશ્યાયનને શંકા ઉદભવી કે–ત્યજી દેવાયેલો બાળક કદાચ હું કેમ ન હાઉ?
વેશ્યાગૃહેથી પાછા ફરતાં માર્ગમાં તેણે ગાય તેમજ તેનું વાછરડું પણ ન જોયા એટલે તેને ખાત્રી થઈ કે, કોઈ દેવતાએ મને અકાર્ય કરતાં અટકાવ્યો છે. પછી પિતાને વ્યાપાર પતાવીને તે ચંપાનગરીથી પોતાના ગેબર ગામ આવ્યો અને પિતાના માતા-પિતાને પોતાની પ્રાપ્તિ સંબંધી સમસ્ત હકીકત પૂછી. શરૂઆતમાં તે ગોશંખીએ અને બંધુમતીએ તેને પિતાને જ પુત્ર જણાવ્યો પરંતુ વૈશ્યાયને જ્યારે અન્નને ત્યાગ કરી સાચી હકીકત જણાવવા અતિ આગ્રહ કર્યો ત્યારે તેઓએ સત્ય હકીકત કહી.
તે હકીકત સાંભળતા વૈશ્યાયનને ખાત્રી થઈ કે ચંપાનગરીની વેશ્યા તે જ પિતાની માતા હેવી જોઈએ. તે તરત જ ચંપાનગરીએ ગયો, ગણિકાને મળ્યો અને વિશેષમાં તેને જણાવ્યું કે-હે માતા! વૃક્ષ નીચે જેને તે ત્યજી દીધો હતો તે જ હું તારે પુત્ર છું. પિતાના પુત્રના મુખથી આ હકીકત સાંભળતાં જ ગણિકાને પોતાના અવિચારી ધંધાને પશ્ચાત્તાપ થતાં તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
પુત્રે માતાને આશ્વાસન આપ્યું અને વેશ્યાને ઘણું ધન આપી પિતાની માતાને તેના પાસેથી મુક્ત કરાવી, છતાં માતાના હૃદયમાં પોતાના પૂર્વજીવનના અઘટિત અને અવિચારી કાર્ય અંગે પશ્ચાત્તાપને ઝેરી ડંખ તે વીંછીના ડંખની પેઠે વેદના ઉપજાવી રહ્યો હતે.
આ પ્રમાણે પશ્ચાત્તાપના ઊંડાણમાં ઉતરેલ માતાના જીવનને સન્માર્ગે વાળવા વૈશ્યાયન તેને પિતાના ગામ તેડી ગયો અને ત્યાં તેને ધર્મધ્યાનમાં જોડી આત્મ-કલ્યાણના માર્ગે વાળી.
સંસારની આવી ભયંકરતા જાણું, ગાય અને વાછરડાને પિતાના ઉપકારી માની વેશ્યાયને સંસાર ત્યાગ કર્યો અને સદગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી કર્મોનિજ પાર્થ ઉગ્ર તપશ્ચયો કરવા લાગ્યો. સદગુરુની સેવા અને પ્રાણી રક્ષાને કારણે તેની ઠીક ઠીક પ્રસિદ્ધિ થઈ. પૃથ્વીતલ પર વિચરતાં-વિચરતાં તે એક્તા કુમારગામની બહાર આતાપના લેવા લાગ્યો.
તાપસ ધર્માનુસાર ઉગ્ર તપશ્ચર્યા અને આતાપનાથી તેણે અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી, તેમજ તેણે મટી જટા વધારી હતી. કુમારગામની સીમમાં તે સૂર્યના પ્રખર તાપમાં આતાપના લેતો હતો. તાપસ ધર્મમાં કેટલીક અજ્ઞાન-કષ્ટ-ક્રિયા કરવામાં આવે છે, તેમાંની આતાપના એક હતી.
તેની ભરાવદાર જટામાંથી તાપની વ્યાકુળતાને કારણે જૂ બહાર ખરી પડતી હતી, પ્રાણુ–દયાની ભાવનાથી તે લઈ લઈને આ તાપસ પાછી જટામાં મૂકતું હતું. આ પ્રમાણેનું વિચિત્ર દશ્ય જોતાં ગોશાલકે પ્રભુને કહ્યું “હે ભગવન! આ કઈ જાતની તપશ્ચયો ? જૂને લઈને પાછી જટામાં મૂકવી તે કયા પ્રકારનું ધર્માચરણ? આખાબોલા શાલકથી શાંત ન રહી શકાવાથી તેણે વૈવાયનને પૂછ્યું-તમે કઈ જાતના બાવા યા તો તાપસ છે? તમારી ગંભીરતા અને આતાપના તે કોઈ અજબ જ દેખાય છે. આ તે કઈ જાતનું તપ કે-જેમાં જૂને પણું સ્થાન મળે? શું તમે તે કઈ મુનિ છો યા ચૂકાશયાતર ? આટલી બધી જટા વધારી છે તેને શે હેતુ છે? શું તમે કોઈ પુરુષ છે યા સ્ત્રી? આ પ્રમાણેના અયોગ્ય પ્રશ્નોથી તાપસને ગશાલક હેરાન કરતો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com