________________
(૧૩૦ ]
વિશ્વતિ આ બાજુ વેશ્યાયનની કુળદેવીએ બનતી આ અનુચિત ઘટના નીવારવા કાર્ય હાથ ધર્યું. અને જે માગેથી વૈશ્યાયન પસાર થવાનું હતું ત્યાં જ માર્ગમાં વચ્ચે ગાયનું રૂપ ધારી વાછરડા સહિત એવી રીતે ઊભી રહી કે, રસ્તેથી પસાર થતે વૈશ્યાયન તેની સાથે અથડાઈ પડે.
અને બન્યું પણ તેમજ. રાત્રિના અંધકારમાં કામવરપીડિત વૈશ્યાયન તે જ માગે ઉતાવળો ઉતાવળો પસાર થઈ રહ્યો હતે તેવામાં અચાનક જ તેને પગ વાછરડાની વિષ્ટા પર પડ્યો અને તેને પગ વિષ્ટાથી લેપાયે.
વિષ્ટાથી ખરડાયેલા પગને લૂછી નાખવાનું સાધન તે શોધવા લાગે પણ અન્ય કઈ સાધન ન મળવાથી આ વિષયાંધ વાછરડાની સુવાળી પીઠ પર પોતાને વિષ્ટાલિત પગ લૂછવા લાગે. (કુળદેવીએ તે વૈશ્યાયનના પ્રતિબધાથે જ આ ઉપાય લીધે હત) પિતાની નિર્મળ અને સ્વચ્છ પીઠ પર વૈશ્યાયનને પગ લૂછતે દેખી વાછરડું મનુષ્ય ભાષામાં તેની માતાને કહેવા લાગ્યું કે-હે માતા ! વિશ્વ આપણને પૂજ્ય માની આપણને વિવિધ પ્રકારે પૂજે છે, પાળે છેપિષે છે ત્યારે આ માનવી, ધર્મવિરુદ્ધ આચરણ કેમ કરે છે? આપણી અર્ચના કરવાની વાત તે બાજુ પર રહી પરંતુ હું બાળક છું એનું મેં તેને ભાન રહ્યું નથી કે જેથી મારી સુંવાળી ને સ્વચ્છ પીઠને વિષ્ટાવાળા પગથી મલિન કરી રહેલ છે?
ગાયે પિતાના વત્સને જવાબ આપતાં કહ્યું બેટા, તું ધીરજ રાખ અને હું જે કહું છું તે ધ્યાન દઈને સાંભળ! રાક્ષસથી પણ ન થઈ શકે તેવું અઘટિત કાર્ય કરવા આ કામાંધ તત્પર થયો છે. તેને ઉચિત-અનુચિત ભાન નથી રહ્યું ત્યાં તારી પવિત્ર પીઠ આ પ્રમાણે મલિન બનાવે તેમાં નવાઈ શી?
વિષયની લાલસામાં આંધળો બનેલ આ કામાંધ વશ્યાયન પિતાની જન્મદાત્રી માતા સાથે ભોગવિલાસ ભેગવવા જઈ રહ્યો છે! હે બેટા ! તું તારી જાતને ભાગ્યશાળી માન કે તું આટલાથી જ છૂટયો. નહિ તે તારા આથી પણ વધુ બેહાલ થાત. વિષયાંધ શું અકાર્ય ન કરે?
વાછરડા અને ગાયનો આ પ્રમાણે માનવી ભાષામાં સંવાદ સાંભળતા વશ્યાયન આશ્ચર્ય પાપે. તેના અંતર-ચક્ષુ ઉઘડી ગયા. તેના સંસ્કારી હદયે પલટો ખાધો. તેનો કામ-મદ તરત જ ઝરી ગયે. તે તક્ષણે જ વિચાર કરવા લાગે કે-અહે! આ ખરેખર આશ્ચર્યની વાત છે કે-આ ગાય તેમજ વાછરડું તિર્યંચ છતાં મનુષ્ય ભાષામાં બેસે છે! વળી તે મને માતા પ્રત્યેના ગમનને દૂષણરૂપ દર્શાવે છે એ પણ કેમ સંભવે? કયાં મારી માતા અને કયાં હું? મારી માતા તે ગોબર ગામમાં છે અને હું તે ચંપાપુરીમાં છે ? આ બધાને મેળ કેમ સંભવે ? છતાં આ સંબંધમાં કોઈ પણ કારણ તે હોવું જ જોઈએ. વેશ્યાગૃહે જઈ તપાસ તે કરું.
વૈશ્યાયનને આવેલો જોઈ ગણિકાએ તેનું બહુમાન કર્યું અને વિવિધ પ્રકારના વાર્તાલાપમાં તેઓ લીન બન્યા તેવામાં પ્રસંગ જોઈ વૈશ્યાયને તેની ઉત્પત્તિ પૂછી. ગણિકા તેને પૂછવને ભાવ ન સમજી શકી એટલે તે વાતને હાસ્યમાં ઉડાવી દઈ અન્ય વાત કરવા લાગી અને દ્રવ્ય-ભથી હાવભાવ ને વિલાસ દર્શાવવા લાગી, વૈશ્યાયને તે પવિત્ર રહેવાને માનસિક નિર્ણય કર્યો જ હતો એટલે, વિશેષ દ્રવ્ય આપી તેની સમગ્ર હકીકત પૂછી. દ્રવ્ય મળતાં ગણિકાએ પિતને મૂળથી માંડીને ગણિકા થઈ ત્યાં સુધી બધે વૃત્તાંત કહી સંભળાવ્યો. ગણિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com