________________
વિભુ વધમાન
(૧૨૯]. ઊઠયું; પણ જે પિતે આનાકાની કરશે તે આ નિર્દય ધાડપાડુઓ પિતાને તેમજ કુમળા બાળક બંનેને મારી નાખશે તેવા ભયથી તેણે એક વિશાળ વૃક્ષ નીચે પિતાના પ્રાણધાર જેવા બાળકને ભગવાનને ભસે સુવાડી દીધું અને પોતે ધાડપાડુઓની સાથે ચાલી નીકળી.
હજુ તે આ બાઈને લઈ ધાડપાડુઓ ભાગ્યે જ ગામની સીમમાં પહોંચ્યા હશે તેવામાં ફરતે ફરતે ગોશંખી તે વૃક્ષ નીચે આવી ચડ્યો. તેની દૃષ્ટિ આ કુમળા બાળક પર પડી. બાળકને જોતાં જ તેના પ્રત્યે તેનું દિલ આકર્ષાયું–તેને હેત અને માયા ઉપ્તન્ન થયાં. તુરત જ બાળકને પોતાની ગોદમાં ઉપાડીને પિતાના ઘેર લાવ્યો અને પિતાની સ્ત્રીને સંબોધતા કહ્યું કે, પ્રભુએ આ બાળકને મેળવી આપી આપણું અપુત્રિયા તરીકેનું દુઃખ દૂર કર્યું છે. આ બાળકનું તું પુત્રવત્ પાલણ કર.
માત્ર પાંચ સાત દિવસના જન્મેલ બાળકની ઉભય દંપતીએ અપૂર્વ ઉત્સાહથી સંભાળ લીધી અને તેનું વૈશ્યાયન એવું નામ રાખ્યું. સમય જતાં શંખીને આ લાડકવાયે બાળકુમાર અદ્ભુત સ્વરૂપવાન, બાહેશ, કળાગ્રાહક, ગુણવંતે, સંસ્કારી અને ધર્મઆરાધક બને. પૂર્ણયૌવન ચામતાં સુધીમાં તે પિતાના દરેક કામને બે માથે ઉપાડી લઈ તેમને માર્ગદર્શક જમણે હાથ બન્યા. શંખીએ પણ પિતાના વેપારને સવે ભાર વિસ્યાયન પર નાખે.
બીજી બાજુ ધાડપાડુઓએ સાથે લીધેલ નવયુવાન બાઈને ચંપાનગરીમાં એક વૃદ્ધ ગણિકાને વેચી નાખી. ભવિતવ્યતાને વશ બનેલ નવયુવાન બાળા ગણિકાને ત્યાં રહી ગીત, નૃત્ય શીખી તેમજ અભિનય કળા સાથે પરાયા ધનને હાવભાવથી અને કૃત્રિમ પ્રેમભાવથી કેમ હરણ કરવું તે પ્રકારની કળામાં પણ પાવરધી બની.
પરમ લાલિત્ય ને લાવણ્યવંત આ નૂતન ગણિકાની પ્રખ્યાતિ ચંપાપુરીમાં તેમજ આજુબાજુના ગામોમાં સારી રીતે પ્રશંસાપાત્ર બની. શ્રીમંત ધનવાન યુવાને તે તેના મેહપાસમાં ભીંસાઈ લાખની સંપત્તિ પાયમાલ કરવામાં પાછું વાળીને ન જોતાં.
પચીસ વર્ષ પછી શું બન્યું?
બીજી બાજુ સમય અને કાળ તે વહેતા પ્રવાહની પેઠે કામ કર્યું જાય છે, તે પ્રમાણે વૈશ્યાચન યુવાન બન્યા. પોતાના પિતાના ધંધાને હાથમાં લઈ ઘીના ગાડવાઓ ભરી તે વ્યાપારાર્થે ચંપાનગરીએ આવ્યું. અહીં ચંપાપુરીની પ્રસિદ્ધ અભિનેત્રીની પ્રશંસનીય નૃત્ય અને સંગીત કળા તેના જાણવામાં આવી. ભવિતવ્યતાગે તે વેશ્યાગૃહે જઈ ચડ્યા જ્યાં તે નર્તિકાના અભિનય અને નૃત્યભાવમાં ઝડપાયે અને તેણીને પ્રીતિના ચિહ્ન તરીકે તાંબૂલના બહુમાનના બદલામાં કીંમતી વસ્ત્રાભરણે આપ્યા. રાત્રિના આવવાને સંકેત કરી વૈશ્યાયન પિતાના આવાસે ગયે.
કુળદેવી રક્ષક બને છે.
પિતાની પ્રિયતમાને મળવા ઈન્તજાર બનેલ વૈશ્યાયન સુગંધી દ્રવ્યોથી મહેતા સુંદર વસ્ત્રાભૂષણથી સજજ થઈ, રાત્રિના પ્રથમ પ્રહરે ગાંડાતુર માનવીની માફક તેણીની જે ધૂનમાં પિતાના આવાસથી બહાર પડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com