________________
[૧૧૮].
વિશ્વતિ
પાસે બેસી સમતાભાવને અનુભવ કરવા લાગ્યા. પરમાત્માના શાંત ઓજસ અને સર્વ પ્રાણી માત્ર પરત્વેની સમદષ્ટિને એ પ્રભાવ હતે.
આ પ્રમાણે ઘણાં કર્મોની નિર્જરા કરી તેઓશ્રી આર્યભૂમિમાં પધાર્યા.
આય ભૂમિમાં પ્રવેશેલ પ્રભુ અને ગોશાલક સિદ્ધાર્થ નગરે આવ્યા અને ત્યાંથી વિહાર કરી કુમારગ્રામના માર્ગે વળ્યા. ત્યારે માર્ગમાં એક તલને છેડ જોઈ ગોશાલકે પ્રભુને પૂછયું: હે ભગવન્! શું આ છોડમાંથી તલ નીપજશે ?' પ્રત્યુત્તરમાં ભગવાને જણાવ્યું કે-“હા, તલ નીપજશે અને એક જ તકળીમાં તે સાતે તલે નીકળશે.”
આ સાંભળી ગોશાલકે પરીક્ષાર્થે એ તલના છોડને ત્યાંથી ઉખેડીને દૂર ફેંકી દીધે, જેથી ભગવંતનું કથન મિથ્યા નીવડે, પણ મૂખ ગોશાલકને એ ભાન ન હતું કે ત્રિકાળજ્ઞાની પરમાત્માનું કથન સત્ય જ નીવડવાનું હતું.
પછી પ્રભુ કુર્મગામમાં આવ્યા. ત્યાં ગામની બહાર વૈશ્યાયન નામને એક તાપસ સૂર્યબિંબ સામે દૃષ્ટિ રાખી, ઊંચી ભુજા કરી, વિશાળ જટા ધારણ કરી આતાપના લઈ રહ્યો હતો.
આ વૈશ્યાયન તાપસની હકીકત જાણવા હોવાથી અહીં સંક્ષિપ્તમાં આપી છે. વૈશ્યાયન તાપસનું વૃત્તાંત
| મગધના ગોબર ગામમાં અહિરાધિપતિ શંખીને બંધુમતી નામની ભાર્યા હતી. કર્મસંગે તેમને કંઈ પણ સંતાનપ્રાપ્તિ થઈ ન હતી.
ભવિતવ્યતાના યેગે આ ગામની નજીકના ખેટક નામના નગરે ધાડપાડુની ટેળી ચોરી કરવા આવી. ધૂમધડાકા સાથે સંનિવેશમાં પ્રવેશતાં જ ગામને ઘેરી લીધું. કોટવાળ તથા રખેવાલેને પકડી લઈ તેમના હથિયારો છીનવી લઈ ગામમાં લૂંટ ચલાવી. નિરંકુશપણે સારા પ્રમાણમાં માલમતા મેળવી ત્યાંથી ધાડપાડુઓ ચાલી નીકળ્યા
આ ધાડપાડુઓના હાથે એક સુવાવડી સ્ત્રીના પતિનું મૃત્યુ થયું. તેની ઘરવખરી દરદાગીનાદિ-લૂંટાઈ ગયા. ગભરાએલ આ દુઃખી નવયુવાન નિરાધાર અબળા, ગભરુ બાળક સહિત પિતાનો જીવ બચાવવા ચાલી નીકળી. સંયેગવશ આ નવયુવાન સ્વરૂપવાન સ્ત્રી-ધાડપાડુઓની નજરે ચઢતાં તેઓએ તેને પિતાના કબજામાં લીધી અને સાથે ચાલવા જણાવ્યું.
એક તે તરતની પ્રસૂતા સ્ત્રી હતી, વળી બાળક સાથે હતું એટલે તે શીઘ્રતાથી ચાલી શકતી નહોતી, પાછળ-પાછળ રહી જતી એટલે ધાડપાડુઓના સેનાપતિએ બાઈને હુકમ કર્યો કે-આ બાળકના કારણે તું જલદી ચાલી શકતી નથી તે તે બાળકને ત્યાગ કરી દે અને અમારી સાથે જલ્દી ચાલ.
સરદારને હકમ બાઈને વજપાત જેવું લાગે. પિતાને પાણી ભરાઈ ગયે, ઘરગાઈ લૂંટાઈ ગયે અને એકના એક આશા-સ્તંભ જેવા બાળકનો ત્યાગ કરવાનો સમય આવ્યે, ખરેખર કર્મની સત્તા અજબ અને ગહન છે. તેણીના હૃદયમાં શેકનો પાર ન રહ્યો. તેનું હૃદય કકળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com