________________
વિભુ વધમાન
[૧૭]
પ્રકરણ આઠમું ચાતુર્માસ નવમું અને દસમું (વિ. સં. પૂ. ૫૦૪-૫૦૩-૧૦૨) દિક્ષાવ્રત અંગીકાર કર્યો પ્રભુને લગભગ આઠ વર્ષ પૂરા થવા આવ્યા હતા. મહિનાઓ સુધી તેમણે એકધારા ઉપવાસ કર્યો. ઉપવાસ આદિ તપ, વ્રત, વેશધ્યાનાદિ તે તેમના જીવનનો નિત્યક્રમ થયે હતે.
પચંદ્રિય પર અપૂર્વ કાબૂ ધરાવનાર આ વીરાત્માએ કાયાનો મેહ તે દીક્ષાકાળથી જ ઓસરાવી દીધું હતું. રાજગૃહીથી વિહાર કરવાના સમયે પૂર્ણ પ્રકાશિત અવધિજ્ઞાનના બળે વીર પ્રભુને પિતાના પૂર્વ ભવના સંચિત નિકાચિત કર્મો ભેગવવાની તેમજ ખપાવવાની હજુ પૂરેપૂરી આવશ્યકતા સમજાઈ જેથી વરાત્મા મહાવીરે અસિધારા જેવા સંયમી જીવનને યેગ્ય ઉપસર્ગોની પરંપરા સમતાપૂર્વક, શાંતિથી ભોગવી કર્મનિર્જરા થઈ શકે તે માટે નિશ્ચય કર્યો. હવે આ ચિરપરિચિત સ્થળ અને નગરોને ત્યાગ કરી મારે હવે એવા સ્થળોમાં વિચરવું કે જ્યાં અસહ્ય ઉપસર્ગો થાય અને કર્મ ખપાવવામાં તે સહાયકારી બને.
આ પ્રમાણેના નિશ્ચયધારી મહાન કર્મવેગી પ્રભુએ સાઢ (લાટ), વજી ભૂમિ જેવા અનાર્ય દેશ તરફ વિહાર કર્યો. આ સમયે આ અનાર્ય પ્રદેશમાં જવા માટે ગોશાલક સાધુવેશે તેમની સાથે જ હતું. તે સમયે શક, યવન, કિરાત, શબર, બર્બર, સિહલ, પારસ, કૌચ, પુલિંદ, ગંધાર, રેમ, કોકણ, પલ્લવ, હુણ જેવા પ્રદેશની ગણત્રી અનાર્ય દેશમાં થતી હતી.
ત્યાંના લેક કૂર, અત્યાચારી, ધર્મવિમુખ, અનાચારી, અને જડબુદ્ધિ હતા. આ ભૂમિમાં • અહિંસા પરમો ધર્મ ના મહાન ઉપદેશક સાધુ સંસ્થાના વિચરવાને ચાગ ઉપલબ્ધ ન થવાથી જેન નિગ્રંથ મુનિવરે(મુનિવેશ)ના પહેરવેશ, આચાર, મહાવ્રતે આદિનું તેમને અંશ માત્ર જ્ઞાન ન હોવાથી આ અનાર્ય કે સત્ય ધર્મથી વિમુખ હતા.
આ પ્રદેશના લેકમાં ખાવાપીવાના તેમજ વસ્ત્રાદિ પહેરવેશના રીતરિવાજ તદ્દન જુદા જ હતા. તેઓ સૂવા માટે ઘાસ કે એવા પ્રકારના પદાર્થોમાંથી ચટાઈઓ આદિ તિયાર કરી તેને ઉપયોગ કરતાં તેમજ ખાદ્ય ખેરાકમાં જવાર, બાજરી અને ભાત તેમજ મદિરા-માંસ આદિને ઉપયોગ કરતાં. આવા અનાચારી પ્રદેશમાં પ્રભુએ ઈરાદાપૂર્વક વિહાર કર્યો. અહીંની ધર્મવિમુખ પ્રજાએ પણ પ્રભુને દુ:ખ દેવામાં જરાય પાછી પાની કરી નહિ.
આ પ્રદેશની પ્રજાએ કોઈ પણ સ્થળે ગામમાં અગર ગામની સીમમાં પ્રભુના કાઉસગ્નધ્યાનની સ્થિરતામાં પણ ખલના પહોંચાડવામાં કચાસ ન રાખી. પરિણામે પ્રભુને ચાતુર્માસની સ્થિરતાથે પણ એકાદ ખંડેરની પણ પ્રાપ્તિ થઈ નહિ જેથી તેઓ શૂન્ય ગૃહ કે વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહેતા અને અપૂર્વ ધૈર્યતાથી શાંતિપૂર્વક કર્મ-નિર્જરા કરતા.
આ ભૂમિમાં પણ તેમના રક્ષક તરીકે વનરક્ષક દેવી દેવતાઓને તેમને સાથ મલ્યા એટલું જ નહિ વનરાજ કેસરીસિંહ જેવા વિકાળ પ્રાણીઓ ધર્મચકવતીં પ્રભુની ચરણપાદુકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com