________________
વિભુ વર્ધમાન
[૫] ઘી વહેરાવી બન્ને મુનિઓને વંદન કર્યું. મુનિઓ પણ “ધર્મલાભ આપી સ્વસ્થાને ગયા. મુનિદાનના પ્રભાવથી ધન સાર્થવાહે દુર્લભ એવું બોધિબીજ સમકિત પ્રાપ્ત કર્યું.
સાથે વાહ રાત્રે પણ સાધુઓના નિવાસસ્થાને ગયે. સર્વેને વંદન કરી બેઠો. એગ્ય જાણી આચાર્ય મહારાજે ધર્મોપદેશ આપે, જે સાંભળી આનંદ પામી સાર્થવાહ પોતાના આવાસે આવ્યા. હવે ધન સાર્થવાહ સારી રીતે ધર્મનું આરાધન કરવા લાગ્યા.
વખત જતાં કાંઈ વાર લાગે છે? વર્ષાઋતુ વીતી ગઈ અને સાર્થવાહે આગળ પ્રયાણ આરંભળ્યું. ચાલતાં ચાલતાં સાર્થ અનુક્રમે વસંતપુર આવી પહોંચ્યા. સાર્થવાહની રજા લઈને આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા.
સાર્થવાહે અને સાથેના બીજા વેપારીઓએ પોતપોતાનાં કરિયાણું વેચીને સારે નફો મેળવ્યું. નવાં કરિયાણુ ખરીદ કર્યા. કય-વિકય કરતાં પાછા ફરી થોડા વખતમાં સાર્થવાહ પિતાના નગરમાં આવી પહોંચે. ધર્મનું સારી રીતે આરાધન કરી, આયુષ્ય પૂર્ણ કરી, મુનિદાનના પ્રાવથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલીઆરૂપે ઉત્પન્ન થયા.
ભવ બીજો: યુગલિક ભવ વીજે સૌધર્મ દેવ ઉત્તરકુરુ ક્ષેત્રમાં ધનશ્રેષ્ઠીને જીવ દશ પ્રકારનાં કલ્પવૃક્ષો દ્વારા સ્વર્ગ સમાન સુખ ભોગવી આયુષ્યને અંતે દાનના પ્રભાવથી સૌધર્મ દેવલેકે દેવ તરીકે ઉત્પન્ન થયે.
ભવ ચોથઃ મહાબળકુમાર
સૌધર્મ દેવલોકમાંથી વી પશ્ચિમ મહાવિદેહની ગંધિલાવતી વિજયના ગંધાર દેશમાં ગધસમૃદ્ધી નામની નગરીમાં શતબળ રાજાની ચંદ્રકાંતા રાણીની કુક્ષિમાં ધન સાર્થવાહને જીવ પુત્રપણે અવતર્યો. તેનું નામ મહાબળ રાખવામાં આવ્યું. યુવાવસ્થા થતાં માતપિતાએ વિનયવતી નામની સુશીલ અને સગુણ કન્યા સાથે લગ્ન કર્યો.
એક વખત એકાંતમાં બેઠેલા શતબળ રાજાને શરીર, આયુષ્ય, લક્ષમી, યુવાવસ્થા વિગેરે પદાર્થોની ક્ષણભંગુરતા સમજાઈ, તેથી વૈરાગ્યવાસિત થઈ પરમપાવની દીક્ષા ગ્રહણ કરવાને નિર્ણય કર્યો.
* સુદેવ, સુધર્મ અને સુગુરુ પર નિશ્ચલ શ્રદ્ધા.
$ બાળક-બાળિકા સાથે જન્મે તેને યુગલિક કહેવાય. તેઓ યોગ્ય ઉમરે પતિ-પત્ની તરીકે રહે. આયુષ્યના છ માસ બાકી હોય ત્યારે તેઓ પુત્ર-પુત્રી૩૫ એક યુગલનો જન્મ આપી, રોગ વિના છીંક કે બગાસું આવે ને મૃત્યુ પામી દેવલોકમાં જ જાય. તેમને આજીવિકા માટે મહેનત કરવી પડતી નથી. દશ પ્રકારનાં કલ્પવૃક્ષો તેમની બધી જરૂરીયાત પૂરી પાડે. તેમનું શરીર ત્રણ ગાઉનું અને આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે. (પુણ્યશાળીને પુણ્યરૂપી કમાણ ભેગવવાનું આ સ્થાન છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com