________________
વિશ્વતિ
તે ચોમાસું પણ આવી પહોંચ્યું. વરસાદને લીધે રસ્તાઓ કાદવ-કીચડવાળા થઈ ગયા. આગળ વધવું અશકય લાગવાથી સાર્થવાહે પોતાના મિત્ર મણિભદ્રને સારી જગ્યા જોઈ સાર્થને પડાવ નાખવા કહ્યું.
ઊંચી અને મજબૂત જમીન જોઈ જીવજંતુ રહિત જગ્યા ઉપર મણિભદ્ર સૂરિજીના નિવાસ માટે એક ઝૂંપડી બનાવી આપી. પોતાના શિષ્યસમુદાય સાથે ત્યાં રહી આચાર્ય મહારાજશ્રી ધર્મધ્યાન કરવા લાગ્યા. સાર્થને બીજા લોકો માટે પણ વિવિધ રાવટીઓ અને તંબૂ વિગેરે નંખાઈ ગયા.
સાર્થમાં ઘણા લોક હોવાથી તેમ જ મુસાફરીમાં ધાર્યા કરતાં વિશેષ સમય વ્યતીત થવાથી લેકેની પાસે ભાતું ખૂટી ગયું તેથી સાથે વાસીઓ કંદમૂળ આદિનું ભક્ષણ કરવા લાગ્યા. સાર્થના આવી દુ:ખી હાલતની વાત મણિભદ્ર સાર્થવાહને કરી, તે સાંભળી સાર્થવાહ ચિન્તામાં ડૂબી ગમે તેવામાં પિતાના કઈ પહેરગીરનું “અમારે સ્વામી શરણાગતનું સારી રીતે પાલન કરે છે” એવું વાકય સાંભળી સાર્થવાહને અચાનક જ આચાર્ય મહારાજ યાદ આવ્યા.
ધન સાર્થવાહ સ્વગત વિચારવા લાગ્યું કે મારી વિનતિથી આચાર્ય મહારાજ મારી સાથે આવ્યા છે. મેં આજ દિન સુધી તેમની જરા પણ સારસંભાળ લીધી નથી. અરે વાણીમાત્રથી પણ ઉચિત સાચવ્યું નથી. હું શી રીતે મારું મુખ તેમને બતાવીશ? છતાં પણ તેમનાં પુણ્યદર્શન કરી મારા અપરાધની ક્ષમા માગું. એમ વિચારી સાર્થવાહ આચાર્ય મહારાજ પાસે આવ્યો. સર્વ સાધઓ સહિત આચાર્ય મહારાજને વંદન કરી પછયું: હે પજ્ય! મેં મારી સાથે આવવા આપને આમંત્રણ આપ્યું; છતાં આપનું ઔચિત્ય હું સાચવી શક્યો નથી. આપ મારા આ પ્રમાદની ક્ષમા આપે.
આચાર્ય મહારાજે કહ્યું: હે સાર્થેશ! હિંસક પ્રાણીઓ અને ચીરાદિના ભયથી તમારા માણસોએ જ અમારી રક્ષા કરી છે. અને નિદોષ ભેજન વગેરે પણ સંઘના માણસો આપે છે. અમને લેશમાત્ર અગવડ પડી નથી. તમે મનમાં જરા પણ ખેદ કરશે નહીં.
સાર્થવાહે કહ્યું: મહાપુરુષ હંમેશાં ગુણને જ જુએ છે. મારા થયેલા પ્રમાદને લીધે મને શરમ આવે છે. મારા પર કૃપા કરી મારે ત્યાં આહારાદિ વહોરવા પધારો. સાર્થવાહની વિનંતિથી આચાર્ય મહારાજે બે સાધુઓને તેમની સાથે વહેરવા મોકલ્યા.
તે વખતે પિતાના આવાસમાં સાધુઓને વહેરાવવા લાયક અન્નપાનાદિ ન હતું, તેથી સાર્થવાહે ચારે તરફ નજર ફેરવી ખૂણામાં તાજુ ધી પડેલું જોયું. “સાધુઓને આ ગ્ય છે” એમ જાણું વહેરવા વિનંતિ કરી અને સાધુમહારાજે પાત્ર ધર્યું.
પિતાની જાતને ભાગ્યશાળી માનતે સાર્થવાહ ઘી વહોરાવવા લાગ્યું. આ સમયે, પિતાના આ કૃત્યની વારંવાર અનુમોદના કરતા અને પિતાના ધનની સાર્થકતા સમજતે સાર્થવાહ એટલે બધે હર્ષવડે રોમાંચિત થઈ ગયે હતો કે સાધુ મહારાજે જ્યારે “બસ” કહ્યું ત્યારે જ તેને ખબર પડી કે ઘીથી પાત્ર પૂર્ણ ભરાઈ ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com