________________
વિભુ વધમાન
[૩]
પ્રકરણ બીજું
શ્રી કષભદેવ ભગવંતના બાર પૂર્વભવે આ પૃથ્વી પર અનેક દ્વીપ અને સમુદ્રોથી વીંટાયેલે જબૂદ્વીપ નામનો દ્વીપ છે. તેના મધ્ય ભાગમાં સેનાને મેરુપર્વત છે. તે મેરુપર્વતથી પશ્ચિમ ભાગમાં આવેલા મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. તે નગરમાં પ્રસન્નચંદ્ર રાજવી ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો.
તે નગરમાં અતિ ધનવાન ધન નામને સાર્થવાહ રહેતું હતું. તે સ્વભાવે ભદ્રિક અને શ્રદ્ધાળુ હતું. વેપાર અર્થે મેટા મેટા કાફલા સાથે તે પરદેશમાં લાંબી લાંબી મુસાફરી કરતે. પુષ્કળ ધન ઉપાર્જન કરી તેને સત્કાર્યોમાં વ્યય કરતો.
તે સમયે આજના જેવાં ઝડપી સાધનો ન હતાં. રસ્તાઓ પણ વિકટ હતા, તેથી લાંબી મુસાફરીઓ ઘણા માણસો સાથે અને ઘોડા, ઉંટ, બળદ, ખચ્ચર તથા ગાડાં વિગેરે સાધનથી જ થઈ શકતી.
એક વખતે ધન સાર્થ વાહને વેપાર અર્થે વસંતપુર જવાની ઈચ્છા થઈ, તેથી નગરમાં ઘોષણા કરાવી કે “ધન સાર્થવાહ વસંતપુર જવાના છે, તે જેને સાથે આવવું હોય તે ખુશીથી આવે. કઈને કઈ પણ પ્રકારની મદદની જરૂર હશે તે તે સાર્થવાહ પૂરી પાડશે.” આ ઘેષણ સાંભળી અનેક નાના વેપારીએ વસંતપુર જવા તૈયાર થયા અને શુભ મુહૂર્તે સૌ સાથે પ્રસ્થાન કરી શહેર બહાર પડાવ નાખે.
તે વખતે સાક્ષાત્ ધર્મના અવતાર સમા ધમધોષ નામના આચાર્ય મહારાજ પણ પિતાના શિષ્ય પરિવાર સાથે વસંતપુર જવાની ભાવનાથી સાર્થવાહને મળ્યા.
વિનયપૂર્વક હાથ જોડી સાથે વાહે તેમને આગમનનું કારણ પૂછયું. આચાર્ય મહારાજે સ્વહેતુ જણાવતાં સાર્થવાહે કહ્યું-આપ જેવા મહાત્મા પુરુષ અમારી સાથે આવવાના છે, તેથી હું મારા આત્માને ભાગ્યશાળી માનું છું. પછી રસેઈઆઓને આજ્ઞા કરી કે–તમારે આચાર્ય મહારાજ માટે હંમેશાં વિવિધ રસોઈ તયાર કરવી. આચાર્ય મહારાજે જણાવ્યું કે-હે સાર્થેશ! અમને અમારા નિમિત્તે જ કરાવેલ આહારાદિ કપે નહીં. સચિત્ત પાણી પણ અમારાથી ન વાપરી શકાય, ઉકાળેલું પાણી જ સૂર્યાસ્ત પહેલાં વાપરી લેવાય, રાત્રિએ તે કેઈપણ પદાર્થ ક૯પે જ નહિ.
આચાર્ય મહારાજનાં આ વચનેથી શ્રેણીના મન પર સારી છાપ પડી અને આચાર્ય મહારાજને પિતાની સાથે પધારવા આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરી.
સર્વ તૈયારીઓ કરી સાથે વસંતપુર જવા ઉપડ્યો. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. શિયાળે વીતી ગયે. ઉનાળે આવ્યા. ગરમીને લીધે સાથે ધીમે ધીમે પ્રયાણ કરવા લાગ્યું. સાથે ગ્રીષ્મ ઋતુની સખ્ત ગરમીથી અકળાઈને વરસાદની રાહ જોવા લાગ્યા ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com