________________
[૨]
વિશ્વ જ્યોતિ
પીઠિકા ભગવંત મહાવીરના જીવન-ચરિત્રની શરૂઆત તેઓશ્રીના “નયસાર” ના ભવથી થાય છે, પરંતુ ચાલુ અવસર્પિણી કાળના આદ્ય તીર્થકર શ્રી ત્રાષભદેવ ભગવંતને પોત્ર અને ભરત ચક્રવતીના પુત્ર મરીચિ તરીકેને તેઓશ્રીને ભવ તેમના જીવનમાં મહત્ત્વને ભાગ ભજવે છે. આ હેતુને અનુલક્ષીને ભગવંત મહાવીર ચરિત્રની શરૂઆત કરતાં પૂર્વે અવસર્પિણ કાળ, તેના ભાવ, તીર્થપ્રવર્તક શ્રી ગષભદેવ ભગવંતના પૂર્વભવે, તેઓશ્રીનું સંક્ષિપ્ત જીવન, ચાલે અવસર્પિણી કાળના બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવંતથી પ્રારંભીને ત્રેવીમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવંત સુધીના તીર્થકરોના સંક્ષિપ્ત જીવનચરિત્રો આલેખવાને પ્રયાસ કર્યો છે, જેથી આ એક જ પુસ્તક વાંચકને જરૂરી બધી માહિતી પૂરી પાડી શકે.
આ પુસ્તકમાં સમાવાતી હકીકતે એટલી વિસ્તૃત ને ચિત્તાકર્ષક છે કે તે દરેક હકીકતને લગતે એક-એક વિશાળ ગ્રંથ થઈ શકે, પરંતુ “ગાગરમાં સાગર ” સમાવવાની માફક મહત્વના પ્રસંગો જ આલેખ્યા છે. વિશેષ માહિતી મેળવવાની જિજ્ઞાસુઓએ તે તે વિષયના ગ્રંથ વાંચવા પ્રયાસ કરવો.
હવે પ્રારંભમાં આપણે આ અવસર્પિણી કાળના આદ્ય ધર્મપ્રવર્તક શ્રી ત્રાષભદેવ ભગવંતના પૂર્વભવેનું વિહંગાવલોકન કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com