________________
વિભુ વર્ધમાન
*
[૧૨૩].
પ્રકરણ સાતમું
આઠમું ચાતુર્માસ (વિ. સં. પૂ. પ૦૫-૫૦૪) આલંબિકાનું ચાતુર્માસ પૂર્ણ કરી પરમાત્મા કડક સંનિવેશમાં પધાર્યા. ત્યાં વાસુદેવના મંદિર પાસે એકાંત સ્થળમાં કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. ગોશાલક પરમાત્માની સાથે જ હતે.
વાસુદેવના મંદિરમાં પણ અટકચાલી ગોશાલક શાન્ત રહી શક્યો નહીં. જ્યારે પ્રભુ શાંતચિત્ત કર્મનિર્જરા માટે ધ્યાનસ્થ અવસ્થા માં લીન હતા ત્યારે આ મહાશય મંદિરમાં વાસુદેવની પ્રતિમાને ટેકો દઈ અવિવેકથી બેઠે.
પૂજાનો સમય થતાં પૂજારી હાથમાં ફૂલ, ધૂપદાની વગેરે પૂજાની સામગ્રી લઈ મંદિરે આવ્યો તેવામાં વિચિત્ર દશ્ય તેની નજરે ચઢ્યું. તપાસ કરતાં તેને શ્રમણ-મુનિ જે વેવ જેમાં તેણે વિચાર્યું કે-આ કેઈ શ્રમણ દેખાય છે. તેણે આ હકીકત ગામલેકેને જણાવી. લોકોએ તેને આવા દુર્વર્તન માટે સારી રીતે માર માર્યો છેવટે તેને હિલ-ગાંડાઘેલા જે સમજીને છોડી મૂકે. કાઉસગ્ગ પૂર્ણ કરી પ્રભુ ત્યાંથી મર્દન સંનિવેશમાં પધાર્યા. ત્યાં પણ ગોશાલકે પિતાના અટકચાલીયા સ્વભાવ પ્રમાણે બળદેવનાં મંદિરમાં દુષિત કરવાથી માર ખાધે.
વીર પ્રભુ ત્યાંથી વિહાર કરી શાલક ગામની સીમમાં આવ્યા અને શાલિવનમાં કાઉસગ ધ્યાને સ્થિર રહ્યા.
તે પ્રદેશમાં એક શાલા નામની વ્યંતરી રહેતી હતી. તેણુએ પ્રભુને જોયા. તેના પાપના ઉદયથી પ્રભુના ઉપર તેને ક્રોધ ઉત્પન્ન થયે તેથી અનેકવિધ ઉપસર્ગો તેણીએ કર્યા. કર્મશત્રુને જીતવાના પ્રબળ નિશ્ચયી પ્રભુએ અડગતાથી તે સર્વ ઉપસર્ગો સમભાવે સહન કર્યા. અંતે વ્યંતરી દેવી પણ પ્રભુના શાંત ગુણ અને સમતાધારી સ્વભાવથી પરાજિત થઈને પશ્ચાત્તાપૂર્વક પ્રભુને વંદન કરીને સ્વસ્થાને ગઈ.
આ પ્રમાણે વિહારમાં અસહ્ય ઉપસર્ગોની પરંપરા સહન કરતાં શાંતમૂર્તિ પ્રભુ મહાવીર, વન વન ફરતાં હાલ નગરે પધાર્યા. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતે હતો. જિતશત્રુ રાજા પર શત્રુ રાજવીઓની વક્રદ્રષ્ટિ હોવાથી તે સતત ચિંતાશીલ રહેતો હતે. કઈ પણ વ્યક્તિ પિતાને પરિચય આપ્યા વિના નગરમાં પ્રવેશ કરી શકે નહિ તેવો કડક બંદોબસ્ત તેણે રાખ્યું હતું.
પ્રભુ મહાવીર અને ગશાલક રાજધાની નજદીક સીમા પ્રદેશમાં પધારતાં ચરપુરુષોએ તેમને પરિચય માગ્યો. મૌનધારી પ્રભુએ તેનો કંઈ પણ જવાબ ન દીધે, તે જ પ્રમાણે ગશાલકે પણ પ્રભુનું અનુકરણ કર્યું અને તે પણ મૌન જ રહ્યો જેથી પહેરેગીરે તેમને શત્રુના જાસુસ માની, ગિરફતાર કરી રાજદરબારમાં લઈ ગયા.
પ્રભુ મહાવીર અને ગોશાલકને રાજસભામાં લાવવામાં આવ્યા તે સમયે પૂર્વે વર્ણવેલ આસ્થિક ગ્રામવાસી નૈમિત્તિક ઉત્પલ પણ ત્યાં હાજર હતા. ભગવાનને જોતાં જ તે રાજસુભામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com