________________
વિભુ વર્ધમાન
[૧૨] કાળાંતરે રાજવીને શરીરે વેદના ઉત્પન્ન થઈ અને તેને કારણે અવિશુદ્ધ અધ્યવસાય થવાથી સમકિતમાં દૂષણ લાગતાં અને તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત ન કરતાં મૃત્યુ પામીને તે સુરસેન રાજવી બિભેલક યક્ષ તરીકે ઉત્પન્ન થયે. તે યક્ષ એવા વનમાં ઉત્પન્ન થયે કે જ્યાં ભયંકર હિંસાનું તાંડવ ચાલી રહ્યું હતું. યક્ષરાજ તરીકે ઉત્પન્ન થવાથી તેમજ તેને પૂર્વ જન્મનું જાતિ મરણ જ્ઞાન હોવાથી તેણે પૂર્વે પાળેલ સમકિત આદિ વ્રતનો અચિંત્ય પ્રભાવ . સમજાય. જેને કારણે તે યક્ષરાજ વનના રક્ષક દેવ તરીકે રહ્યો. તેમના આવા સવર્તનથી નગરવાસીઓ આ બિભેલક યક્ષની વિવિધ પ્રકારે પૂજા-માનતા કરવા લાગ્યા.
પિતાના મંદિરે પધારેલ ઉગ્ર તપસ્વી પ્રભુનું તેણે અપૂર્વ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. પ્રભુ શાંતિથી કાઉસગ્ગ ધ્યાને સ્થિર થયા અને યક્ષરાજને યંગ્ય પ્રતિબંધ દઈ, તેને સમકિતમાં વિશેષ સુદ્રઢ બનાવી પ્રભુએ ત્યાંથી શાલિશીર્ષક નગર તરફ વિહાર કર્યો.
કટપૂતના વ્યંતરીને શીત-ઉપસર્ગ
આ નગરના બહારના ઉપવનમાં પરમાત્મા કાઉસગ્ન થાને રહ્યા. આ સમયે માહ માસ ચાલતું હોવાથી શીત અસહ્ય હતી છતાં પરમાત્મા કર્મ-ક્ષય નિમિત્તે ઉદ્યાનમાં કાઉસગ્નમાં સ્થિત થયા.
આ સ્થાનમાં કટપૂતના નામે વ્યંતર દેવી રહેતી હતી, જે પ્રભુના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમની વિજયવતી નામની અણમાનીતી રાણું તરીકે દુખી જીવન ગાળતી હર્તી. તે સમયે પિતાનું જીવન ષ તથા ઈર્ષાળુપણામાં ગાળી, મૃત્યુ પામી, સંસારમાં પરિભ્રમણ કરી, મનુષ્ય જન્મ પામી, તે મનુષ્ય ભવમાં કરેલા બાળતપના પ્રભાવે મરી આ ઉદ્યાનપ્રદેશમાં યંતી તરીકે જન્મી.
તપસ્વી પરમાત્માને જોતાં જ તેને પિતાને પૂર્વભવ યાદ આવ્યું. વિજયવતી રાણીના ભવમાં કરેલ ઉપેક્ષાનું સ્મરણ થઈ આવ્યું. તેણે પરમાત્માને દુ:ખ દેવા માટે તાપસીનું રૂપ વિકુવ્યું. પછી વલ્કલ ધારણ કરી, લટકતી લાંબી જટા હિમ જેવા શીતળ જળથી આ કરી. પછી પરમાત્માની ઉપર અદ્ધર રહી પોતાનું સમસ્ત શરીર કંપાવવા લાગી. જેથી હિમ જેવા શીતળ કણોથી મિશ્ર અને અતિ શીતળ પવનથી વ્યાપ્ત જળબિંદુએ પરમાત્માના શરીર પર બાણપ્રહાર જેવી વેદના કરવા લાગ્યા. માહ માસની ઠંડી હતી અને તેમાં પણ આ વ્યંતરીએ આ રીતે શીતળતામાં ગાઢ વધારે કર્યો. સામાન્ય માનવીના તે આવી જાતના ઉપસર્ગથી ગાત્ર જ ગળી જાય, નિરુપકમ આયુષ્યવાળા ભગવંતે સમતા ભાવે આ પરિષહ સહન કર્યો. રાત્રિના ચાર પહેર પર્યત આ શીત ઉપસર્ગ સહન કરતાં પરમાત્માના વિશેષ કર્મોનો ક્ષય થતાં ભગવંતનું અવધિજ્ઞાન વિશેષ વિકાસ પામ્યું, જેને શાસ્ત્રકારે “પરમાવધિ જ્ઞાન” કહે છે.
અંતે વાણવ્યંતરી કટપૂતના થાકી પણ દ્રઢવ્રતી તપસ્વી પ્રભુ અંશ માત્ર ચલાયમામ થયા નહી. પ્રભાત થતાં વ્યંતરી પ્રભુની સન્મુખ આવી, પશ્ચાત્તાપપૂર્વક પ્રભુને નમન કરી સ્વસ્થાને ચાલી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com