________________
[૧૨૦ ]
વિશ્વતિ દેડી ગયા અને જોયું તે રત્નાવલી-“એ નાથ! ઓ નાથ !” ના નામોચ્ચાર સાથે ઘેરે શ્વાસોશ્વાસ લઈ રહી હતી. અહીં રોકકળાટમય વાતાવરણ એવું તે ઘેરું બન્યું કે તેને પડઘે દૂર દૂર ચારે દિશાએ સંભળાવા લાગ્યા.
બરોબર આ જ સમયે–દેવગે એવું બન્યું કે, પિતાના મિત્ર કનફ્યૂડ વિદાધર સાથે રાજકુમાર સુરસેન વિમાનમાં આ સ્થળેથી પસાર થઈ રહ્યો હતો તેમના કાને કરુણાજનક વિલાપ સંભળાવે. એટલે આફતમાં આવી પડેલાને મદદ કરવારૂપે વિમાનને શૃંગાવી તેઓ નીચે આવી પહોંચ્યા.
બબર આ જ સમયે ઝાડ પર લટકતી દેખાતી રત્નાવલીનો કંઠપાસ ઢીલો કરી સૈનિકો તેને હાથમાં ઉચકી રાજવી પાસે લઈ જતા હતા. તે જ સમયે રાજકુમાર તેમની સમુખ જઈ ઊભે અને આશ્ચર્ય વચ્ચે પોતાના પિતાને તેમજ સિન્ય સહ ધાવમાતા વગેરેને કલ્પાંત કરતા જોયા અને રત્નાવલી અર્ધમૃત્યુ અવસ્થાએ “ઓ નાથ ! એ નાથ?” ના ઉચ્ચાર કરતી જણાઈ.
તુરતજ કુમારે-આ સમયે લજજાને બાજુએ મૂકી, ઓ રત્નાવલી ! આંખે ખેલ અને જે “તારા અંતરના નાદે મને તારી સન્મુખ હાજર કર્યો છે. આ પ્રમાણે કહી તેને શાંતવન આપવા સાથે જાગ્રત કરી, ઠંડા ઉપચાર કરતાં રત્નાવલી સ્વસ્થ થઈ અને વાતાવરણ આનંદિત બન્યું.
રાજાએ તે ભિલ્લને મુક્ત કર્યો અને કુમારે તેને પોતના “પ્રાણદાતા તરીકે ઓળખાવ્યો એટલે તેને સારો શિરપાવ આપી વિદાય કર્યો. કનકચડ વિદ્યારે પણ સ્વસ્થાને જવાની રજા માગી. બાદ કનકસૂડે સ્વરાજયમાં જઈ, પિતાના કુમારને રાજ્યાસને બેસારી દીક્ષા સ્વીકારી.
બાદ કાળક્રમે મહાસેન રાજા પંચત્વ પામતાં સુરસેનકુમાર રાજા થયો અને ન્યાય-નીતિથી પ્રજાનું પાલન કરવા લાગ્યો
એકદા વનપાલે વધામણી આપી કે-આપણુ ઉદ્યાનમાં કનકચૂડ નામના મુનિ પધાર્યા છે.
સુરસેન રાજવી, રાજપરિવાર સહ કનકચૂડ મુનિના દર્શને વનમાં પધાર્યો. અવધિજ્ઞાની મુનિએ સુરસેન રાજવીને ઉપદેશામૃતનું પાન કરાવ્યા બાદ પૃછા કરી કે-રાજન્ ! પૂર્વે ગ્રહણ કરેલા નિયમનું બરાબર પાલન કરે છે ને ? માંસ, મદિરા, તેમજ રાત્રિભેજનના ત્યાગના લીધેલ વ્રતને ભૂલી તે ગયા નથીને? સુરસેન રાજવીએ નમ્રતાપૂર્વક જણાવ્યું: “હે ઉપકાર મુનિરાજ, જે વ્રતોએ તે મારા જીવનનું ભયંકર પ્રસંગોમાં રક્ષણ કરેલ છે તેવા જીવનરક્ષક વ્રતને હું ભૂલી શકું ખરો? બાદ કનકગૂડ મુનિએ સુરસેન રાજવીને જણાવ્યું કે, તમારી જિંદગીનું કલ્યાણ કરવા માટે હવે શ્રી જિનેશ્વર ભગવંતકથિત સમકિત સ્વીકારો અને કુવાસનાજન્ય મિથ્યાત્વને ત્યાગ કરે. આ રીતે પરમાર્થ બુદ્ધિથી આચરણ કરતાં તમે આ લેક તેમજ પરલેક બંનેનું હિત સાધી શકશે. ગુરુમહારાજના ઉપદેશથી સુસેન રાજવીએ અતિ ઉત્કંઠાથી જિનધર્મ સ્વીકાર્યો અને સ્વસ્થાને ગયે. મુનિવર પણ અન્યત્ર વિહાર કરી ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com